પરિશ્રમ કર્તવ્યપરાયણતા અને સરળતા , સંવેદના , સાહસતા જેવા જીવનાવશ્યક ગુણોથી સભર વ્યક્તિત્વ એટલે હાંસોટ તાલુકાનાં કૂડાદરા ગામના પનોતપ્રુત્ર અને ભરૂચ જિલ્લાનું ગૌરવ એવા કોલેજ કાળથી જાહેર જીવનની શરૂઆત કરનાર ઈશ્વરસિંહની આંખમાં ખુમારી અને આત્મવિશ્વાસ ના દર્શન કરી તત્કાલિન મુખ્યમંત્રી મુરબ્બી કેશુભાઈ પટેલે ગુજરાત સરકાર દ્ધારા નોમિનેટેડ બોર્ડમાં શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉધોગ મંડળી લી. પંડવાઇ , તા. હાંસોટ , જી. ભરૂચ ની ચેરમેન તરીકે ની જવાબદારી તા. ૩/૯/૧૯૯૮ ના રોજ સોપી. ચેરમેન તરીકેની જવાબદારી સંભાળતાની સાથે જ ખેડૂતો એ પિલાણમાં આપેલ શેરડી નો છેલ્લો હપ્તો ચૂકવવા સંસ્થા પાસે પુરતુ ભંડોળ ન હોવાને કારણે મોટી સમસ્યા આવીને ઉભી રહી હતી.
પરિશ્રમ કર્તવ્યપરાયણતા અને સરળતા , સંવેદના , સાહસતા જેવા જીવનાવશ્યક ગુણોથી સભર વ્યક્તિત્વ એટલે હાંસોટ તાલુકાનાં કૂડાદરા ગામના પનોતપ્રુત્ર અને ભરૂચ જિલ્લાનું ગૌરવ એવા કોલેજ કાળથી જાહેર જીવનની શરૂઆત કરનાર ઈશ્વરસિંહની આંખમાં ખુમારી અને આત્મવિશ્વાસ ના દર્શન કરી તત્કાલિન મુખ્યમંત્રી મુરબ્બી કેશુભાઈ પટેલે ગુજરાત સરકાર દ્ધારા નોમિનેટેડ બોર્ડમાં શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉધોગ મંડળી લી. પંડવાઇ , તા. હાંસોટ , જી. ભરૂચ ની ચેરમેન તરીકે ની જવાબદારી તા. ૩/૯/૧૯૯૮ ના રોજ સોપી. ચેરમેન તરીકેની જવાબદારી સંભાળતાની સાથે જ ખેડૂતો એ પિલાણમાં આપેલ શેરડી નો છેલ્લો હપ્તો ચૂકવવા સંસ્થા પાસે પુરતુ ભંડોળ ન હોવાને કારણે મોટી સમસ્યા આવીને ઉભી રહી હતી. ૩૦-૩૧ વર્ષના યુવાન ઉપર મંડળીનું ભવિષ્ય અને ખેડૂતોનો વિશ્વાસ સાચવવાની બેવડી જવાબદારી આવીને ઊભી રહી. સહકારી ક્ષેત્રમાં પા-પા પગલી માંડતા યુવાને ઉપરવાળાને સાથે રાખી સાયણ , કામરેજ , ચલથાણ અને બારડોલી સુગરના દિગ્ગજ અને પીઢ વહીવટકર્તાઓ પાસે મદદની ટહેલ નાખી. સહકારી ક્ષેત્રના વર્ષોના અનુભવી વહીવટકર્તાઓ પણ વિચાર કરતાં હતા કે આ જુવાનિયો આ જવાબદારી ને પહોચી વળશે ખરો ? આપેલી રકમ ડૂબીતો ન જાય ને ? પરતું જેની ભાવના સાચી તેને દરેક જગ્યાએથી મદદ મળી રહે છે એ ઉકિત ચરિતાર્થ થઈ અને ખાંડ મંડળીઓએ ૧૯૯૮ ના વર્ષ માં માતબર કહી શકાય એવી ૮૦૦ લાખ ની રકમ ઉછીની આપી. ખેડૂતોનો વિશ્વાસ અને મંડળીનું ભવિષ્ય બંને સચવાઈ ગયા. તા. ૩/૯/૧૯૯૮ થી કાર્યકર સંભાળ્યા બાદ પાંચ વર્ષ બાદ સંચાલક મંડળીની ચુંટણી તા. ૮/૩/૨૦૦૩ ના રોજ થઈ. પાંચ વર્ષના સફળ અને આયોજનબધ્ધ સંચાલને સભાસદોમાં વિશ્વાસની લાગણી જન્માવી પરિણામ સ્વરૂપે પેનલના તમામ ઉમેદવારો વિજેતા થયા. અને એ જનાદેશ હેઠળ તા. ૨૭/૦૩/૨૦૦૩ ના રોજ ફરીથી ચેરમેન તરીકે નિમણૂક થઈ. ત્યારબાદ ૨૦૦૬,૨૦૦૯ અને ૨૦૧૫ માં યોજાયેલા તમામ ચુંટણી માં તેમના કુશળ વહીવટ અને સભાસદો ના વિશ્વાસને લઈને તેમની પેનલનો ભારે બહુમતિથી વિજય થયો. આમ તેઓ ૧૯૯૮ થી આજદિન સુધી પંડવાઇ સુગરનાં ચેરમેન તરીકે સેવા આપી રહેલ છે.
તેમના ૧૯ વર્ષના કાર્યકાળમાં પંડવાઇ સુગરએ અનેક સફળતાના શિખરો સર કરેલા છે. તેમણે કાર્યભાર સંભાળયા બાદ રૂ.૨૫૦૦ લાખની ટર્મલોન અને સરકારશ્રીના રૂ.૭૫૦ લાખનું શેળભંડોળ તથા રૂ.૧૮૭૫ લાખ જેટલું વ્યાજ ભરપાઈ કરાવીને સંસ્થાને દેવામુક્ત બનાવી હતી. ચેરમેન તરીકે નો કાર્યભાર સંભાળતા પહેલાની ડિપોઝીટ ૩૧૯.૩૬ લાખ હતી જે આજે રૂ.૨૮૦૦ લાખ છે. કરી જે સભાસદોની વહીવટ પ્રત્યેની વિશ્વસનિયતા દર્શાવે છે.
તેમના માર્ગદર્શન અને નેતૃત્વમાં સમગ્ર ગુજરાતમાં સૌ પ્રથમ એનર્જી ઈકોનોમી ક્ષેત્રે પહેલ કરી પંડવાઇ સુગર ફેકટરીના પ્લાન્ટનું આધુનિકરણ અને વિસ્તુતિકરણ સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. પંડવાઇ સુગરે ૨૫૦૦ મે. ટનની દૈનિક ક્ષમતાના પ્લાન્ટમાં વીજળી અને સ્ટીમની બચત થઈ શકે તે માટે ક્રમશ: નવી ટેકનોલોજી અપનાવી તે જ બોઈલર , ટર્બાઇન અને મીલ ઉપર દૈનિક ૪૦૦૦ મે. ટન શેરડીનું પિલાણ કરી સાથો સાથ દૈનિક ૩૦૦૦૦ લીટરની ક્ષમતા ધરાવતો રૂ.૧૮૫૦ લાખનો ઇથેનોલ પ્લાન્ટ પણ ચલાવી સમગ્ર ગુજરાતમાં સૌથી ઓછી સ્ટીમ વાપરી ગુજરાતની તમામ સુગર ફેકટરી કરતાં વધુ બગાસની બચત કરી અને તેનું વેચાણ કરી સૌથી વધુ આવક બગાસ પર મેળવી હતી. જેની સંધની ટેકનીકલ કમિટિ દ્ધારા નોંધ લેવાતા પંડવાઈ સુગરને વર્ષ ૨૦૧૦-૧૧ , ૨૦૧૧-૧૨ , ૨૦૧૨-૧૩ , ૨૦૧૩-૧૪ અને વર્ષ ૨૦૧૫-૧૬માં બેસ્ટ પરફોમન્સનો એવોર્ડ મળેલ છે. વર્ષ ૨૦૧૪-૧૫માં રાષ્ટ્રીય કક્ષાનો "બેસ્ટ ઓવરઓલ પરફોમન્સ કો. ઓપરેટિવ સુગરમીલ એવોર્ડ" પણ મળેલ છે.
વર્ષ ૨૦૧૫-૧૬ માં ૮.૫ મેગા વોટનું ટર્બાઇન પણ બેસાડી વધારાની ૨ મેગા વોટ વિજળીનું વેચાણ પણ કરવાનું આયોજન કરેલ છે. ગુજરાત રાજયનાં પૂર્વ મુખ્યમંત્રીશ્રી અને હાલના આપણાં દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનાં હસ્તે ભુમીપૂજન અને ઉદઘાટન કરી વર્ષ ૨૦૦૬-૦૭ માં ઇથેનોલ પ્રોજેકટ પ્રૂર્ણ કરેલ હતો તેમાં પણ જરૂરી ટેકનીકલ સુધારા-વધારા કરી ૩૩૦૦૦ લીટર પ્રતિ દિવસની કેપેસિટી વધારી ૫૦૦૦૦ લિટર પ્રતિ દિવસની કરેલ છે.
ખેડુતમિત્રોને શેરડીના ભાવ આપવા બાબતની વાત કરીયે તો વર્ષ ૧૯૯૮-૯૯થી તેમણે સંસ્થાનો વહીવટ સંભાળ્યો હતો ત્યારથી સંસ્થાના શેરડી પક્વતા ખેડૂતમિત્રોને જે તે વર્ષે પિલાણમાં આવેલ શેરડીના ભાવો તેજ વર્ષે મળી રહે તેવી નીતિ અપનાવેલ હતી અને અન્ય સુગર ફેકટરીઓ સાથે બિન જરૂરી સ્પર્ધા કર્યા વિના સંઘની ગાઈડલાઇન મુજબ ખાંડની સ્ટોક વેલ્યુ મૂકી જે ભાવો પડતાં હોય તે જ પાડેલ છે. તેમની આ નીતિ થકી સંસ્થાને પ્રગતિના પંથે મૂકી ખેડૂતમિત્રોને સારા શેરડીના ભાવો ચૂકવેલ છે.સંસ્થાના ચેરમેન શ્રી ઈશ્વરસિંહ ટી. પટેલના સબળ નેતૃત્વ હેઠળ ટીમ પંડવાઈના કુશળ અને કરકસરયુક્ત વહીવટના કારણે દક્ષિણ ગુજરાતમાં આવેલ તમામ સુગર ફેકટરીઓમાં ગણદેવી અને બારડોલી સુગર પછી ખેડુતમિત્રોને શેરડીના ભાવો આપી મહત્વની સિદ્ધી હાંસલ કરેલ છે.
મંડળી ના સફળ સુકાની તરીકે મંડળીને દેવામુક્ત કરી રાજ્ય અગ્રીમ હરોળની મંડળીમાં પ્રસ્થાપિત કરી સાથેજ ડિપોઝીટોમાં ઉંચો વધારો કરી આર્થિક સધ્ધરતા બક્ષી ને ખેડૂતોને પોષણક્ષમ અને સારા ભાવો આપી કૃષિને પણ પ્રોત્સાહન આપ્યું છે. સાથો સાથ મંડળી દ્ધારા સભાસદો , કર્મચારીઓ ના બાળકો તથા આસપાસ ના વિધાર્થીઓ ને અભ્યાસ માટે શ્રી પાંડુકેશ્વર વિધામંદિર ટ્રસ્ટ સંચાલિત બાલમંદિર, પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળા શરૂ કરી અભ્યાસ સંકુલનું સફળ સંચાલન થઈ રહયું છે. આ શાળાના ધો-૧૦, ધો-૧૨(સામાન્ય પ્રવાહ) અને ધો-૧૨(વિજ્ઞાન પ્રવાહ)ના વર્ગનું પરિણામ પણ દર વર્ષે ૮૦-૧૦૦% સુધીનું આવે છે.