અમારા વિશે


 

ઈશ્વરસિંહ પટેલનું કૌટુંબિક પરિચય

યુવાન વયે જેમણે રાજકારણ અને સહકારી ક્ષેત્રે મોટી નામના મેળવી છે. એવા ભરૂચ જીલ્લાના અંકલેશ્વર-હાંસોટના પનોતા પુત્ર શ્રી ઈશ્વરસિંહ પટેલનો પરિચય આપવો આમ કઠીન છે અને શબ્દોના વિવરણ વડે તેમની વિરલ છબીને કાગળ ઉપર ઉતારવી ઘણી મુશ્કેલ છે. આપણાં લોકલાડીલા ધરાસભ્યશ્રી ઈશ્વરસિંહ પટેલનો જન્મ હાંસોટ તાલુકાના એક નાનકડા કુડાદરા ગામે ૨૫મી જુન ૧૯૬૫ના રોજ થયો હતો. ખેડૂત આગેવાની, સહકારી અને રાજકીય ક્ષેત્રે અંકલેશ્વર હાંસોટ જ નહી પણ સમગ્ર રાજ્યમાં પોતાના આખા અને કડવા સત્ય બોલનારા પ્રજાના અનેક પ્રશ્નો માટે સતત જીવનભર લડનારા દીવંગત પૂર્વ ધારાસભ્ય ઠાકોરભાઈ પટેલ અને શાંતાબેનનાં પુત્ર છે.

શૈક્ષણિક વિગતો

શ્રી ઈશ્વરસિંહ પટેલ પ્રાથમિક શિક્ષણ ધોરણ ૧ થી ૪ સુધી ગામની શાખામાં કર્યુ હતું અને ધોરણ ૫ થી ૭ પ્રાથમિક શાળા હાંસોટમાં કર્યુ હતું. જ્યારે માધ્યમિક શિક્ષણ ધોરણ ૮ તથા ૯ એલ.સી.શેઠ હાઈસ્કુલ હાંસોટ અને ધોરણ-૧૦ જીવનભારતી હાઈસ્કુલ સુરતમાં કર્યુ હતું. ઉચ્ચતર શિક્ષણ જીવનભારતી હાઈસ્કુલ સુરત ખાતે કર્યુ હતું અને ગ્રેજ્યુએશન શ્રીમતી કુસુમબેન આર્ટ્સ એન્ડ કોમર્સ અંકલેશ્વર ખાતે કર્યુ હતું. પ્રખર ધારાશાસ્ત્રી બનવા માટે તેમણે એલ.એલ.બી ના બીજા સેમેસ્ટર સુધી અભ્યાસ કર્યો હતો.

રાજકીય કારકિર્દી

રાજકીય કારકિર્દીની વાત કરીએ તો પિતાના લાડપણ અને રાજકીય વાતાવરણ વચ્ચે મોટા થયેલા શ્રી ઈશ્વરસિંહ પટેલ ૧૯૮૯માં ભાજપના સંપૂર્ણપણે સક્રિય સભ્ય બન્યા અને એજ વર્ષે તેમણે વી.એચ.પી ના કાર્યકારી પ્રમુખશ્રી તરીકે ની જવાબદારી સંભાળી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે તેમના વિધાકાળથી જ તેઓ રાજકારણ પ્રત્યે તેમજ હિંદુ સંગઠન એવા વી.એચ.પીમાં ૧૯૮૬ થી ૧૯૮૯ સુધી સક્રિય કાર્યકર તરીકે કામગીરી બજાવી હતી. યુવાન વયે રાજકારણ અને તેમના નેતૃત્વ શક્તિના લક્ષણ સાથે પ્રથમ વખત તેમણે યુવા વયે કોલેજ માં ૧૯૯૧-૯૨ માં અંકલેશ્વરની શ્રીમતી કુસુમબેન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલજમાં “જી.એસ” તરીકે તેમજ ભરૂચ જીલ્લા માં “જી.એસ” તરીકે વિધાર્થી સમુદાયની આગેવાની કરીને રાજકારણમાં પ્રવેશ મેળવ્યો હતો.

ભારતીય જનતાપક્ષમાં કામ કરતાં સક્રીય

સાથે સાથે તેઓ પોતાની રાજકીય કારર્કિદી ક્ષેત્રે આગળ વઘતાં તેઓ ૧૯૯૪ થી ૧૯૯૭ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના “જિલ્લા યુવા ભાજપા મંત્રી” તરીકે સતત કાર્યરત રહ્યા બાદ ૧૯૯૬માં એ.પી.એમ.સી. હાંસોટમાં સભ્ય તરીકે ચુંટાયા ૧૯૦૭ થી ૨૦૦૧ યુવા ભાજપ પ્રદેશ મંત્રી તરીકે સક્રીય ભૂમિકા ભજવી હતી અને જેને લઇ ભાજપના વરિષ્ઠ આગેવાનો તેમની કર્મનિષ્ઠા જોતાં તેમને ૨૦૦૦ થી ૨૦૦૩ સુઘી પ્રદેશ યુવા ભાજપના “પ્રભારી” તરીકે સેવા આપતાં દક્ષિણ ગુજરાતના ૮ જિલ્લા એવા ભરૂચ, સુરત, નર્મદા, નવસારી, વલસાડ, ડાંગ, કેન્દ્રશાસિત પ્રદેશ સેલવાસ અને દમણનાં પ્રભારી તરીકે તેઓએ યુવા કાર્યકર અને નેતાઓમાં નવા પ્રાણ પુર્યા હતાં અને આજ યુવા કાર્યપ્રણાલીથી પ્રભાવિત થઇ ભાજપના વરિષ્ઠ આગેવાનોએ તેમનાંમાં વિશ્વાસ મુકતાં તેમને ૨૦૦૨માં સૌથી યુવા “ઘારાસભ્ય” તરીકે ટીકીટ આપી.

અંકલેશ્વરનાં ઘારાસભ્ય

અંકલેશ્વર અને હાંસોટની પ્રજાએ તેમને સૌથી વઘુ મતો સાથે જીતનાર અંકલેશ્વર-હાંસોટ મત વિસ્તારના ધારાસભ્ય તરીકે પ્રસ્થાપિત કરી દીઘાં હતાં. રાજકીય ક્ષેત્રે તેમનાં જીવનના મહત્વના વર્ષ એવા ૨૦૦૩ થી ૨૦૦૬ દરમિયાન તેમણે દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીના “સેનેટ સભ્ય” અને ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે ત્રેવડી ભુમિકા નિભાવી હતી અને તેઓ ફરી ૨૦૦૭માં જંગી બહુમતી સાથે સતત બીજીવાર “ધારાસભ્ય” તરીક જીત મેળવી તેમને યુવા નેતા શક્તિનો પરિચય સમગ્ર રાજયને કરાવ્યો હતો. જેના ફળ સ્વરૂપે તેઓ રાજ્યના “સંસદીય સચિવ” તરીકે તા. ૨/૩/૨૦૦૯ નાં રોજથી (સહકાર, રમતગમત, યુવાસેવા અને સાંસ્ક્રુતિક પ્રવૃત્તિઓ) “રાજ્યકક્ષાના મંત્રી” તરીકે ભૂમિકા ભજવી હતી. તેઓ અંકલેશ્વર-હાંસોટ મત વિસ્તારમાં સતત ત્રીજીવાર “ઘારાસભ્ય” તરીકે ૨૦૧૨માં જંગી બહુમતિ સાથે વિજય મેળવી નવા રાજતંત્ર રાજકીય ક્ષેત્રે પ્રસ્થાપિત કર્યા છે.

સહકાર વિભાગના મંત્રી

ત્યારબાદ તા.૮-૮-૨૦૧૬ના રોજથી “રાજ્યકક્ષાના મંત્રી” તરીકે સહકાર વિભાગનો સ્વતંત્ર હવાલો સંભાળી રહ્યાં છે. રાજકીયક્ષેત્રની જેમ તેમની સહકારી ક્ષેત્રની આગેવાની વિશે વાતા કરીએ તો તેઓ હાંસોટ તાલુકામાં આવેલ શ્રી સહકારી ખાંડ ઉઘોગ લી., પંડવાઈના “ચેરમેન” તરીકે તા.૩-૯-૧૯૯૮ થી યુવા વયે ચાર્જ લીઘા બાદ આજદિન સુઘી કાર્યભાર સંભાળી રહ્યા છે. તેમના નેજા હેઠળ સુગર ફેકટરીને દેવા મુકત કરી આઘુનિક ટેકનોલોજીની મદદથી વઘુને વઘુ ઉપજ મેળવી રાજ્યની પ્રથમ ત્રણ ક્રમની સુગર ફેકટરીની હરોળમાં પહોંચાડી દીઘી છે. તેઓ ગુજરાત રાજ્ય ખાંડ ઉઘોગ સંઘ લી., ગાંઘીનગરના “ઉપ-પ્રમુખ”તરીકે ૨૦૦૫ થી સતત ટર્મ સુઘી બિન હરીફ તરીકે ચુટાઇ આવી કાર્યભાર સંભાળી રહ્યા છે અને ખાંડ ઉઘોગ ક્ષેત્રે બગાસ આઘારીત ઉર્જા શેરડીના વિવિઘ આડ પેદાશો વડે ખેડુતોને વઘુ ને વઘુ ફાયદો થાય તે માટે સતત ચિંતિત રહેવા તેમણે ટેકનોલોજી વિદેશી પ્રવાસ પણ કર્યો. તેમણે જુદા જુદા દેશો જેવા કે બ્રાઝીલ, સાઉથ આફ્રીકા, સિંગાપોર, મલેશિયા, થાઇલેન્ડ,દુબઇ, ઝાંબીયા, અમેરીકામાં જઇ ત્યાંની ટેકનોલોજી સ્થાનિક કક્ષાએ એવી રીતે ઉપયોગ કરી શકાય તેવા સતત પ્રયોગો આજદિન સુઘી કરી રહ્યાં છે. શ્રી ખેડુત સહકારી ખાંડ ઉઘોગ મંડળી લી.. પંડવાઇ સુગરમાં પોતાના કાર્યક્રમ દરમિયાન અત્યાર સુઘી રાજ્ય અને નેશનલ કક્ષાએ અનેક એવોર્ડ મેળવેલ છે.

શિક્ષણ સિઘ્ઘ કરવા માટે જુદાજુદા નિયતકાર્ય

આ ઉપરાંત તેઓ શૈક્ષણિક ક્ષેત્રે પણ પંડવાઇ, તાં. હાંસોટ, જિ.ભરૂચ ખાતે શ્રી પાંડુકેશ્વર સેવા ટ્રસ્ટ પંડવાઇ સંચાલિત શ્રી પાંડુકેશ્વર વિઘામંદિર પંડવાઇની શાખામાં ઘોરણ ૧ થી ૧૨ સુઘીના વર્ગો શરૂ કરી અભ્યાસ અને સંસ્કારનું સિંચન કરવામાં આવે છે. તે શાખાના પ્રમુખ ટ્રસ્ટી તરીકે સેવા આપે છે તથા તેઓ નિલકંઠેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટ હજાત તા.અંકલેશ્વર, જિ.ભરૂચની શાળામાં માઘ્યમિક શાખામાં પણ “ટ્રસ્ટી” તરીકે સેવાઓ આપે છે.