બાયોગ્રાફી

જન્મ તારીખ (25-06-1965)

જન્મ મુ. પો. કુડાદરા, તાલુકો: હાસોટ ,
જીલ્લો: ભરૂચ

અભ્યાસ

1. માધ્યમિક શિક્ષણ: એલ.સી. શેઠ હાઇસ્કુલ, હાસોટ
2. ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ: જીવન ભારતી, સુરત
3. કૉલેજ: શ્રીમતી કુસુમબેન કડકિયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, અંકલેશ્વર
4. લાયકાત: બી.એ. , એલ.એલ.બી (સેકન્ડ સેમેસ્ટર)

અન્ય પ્રવૃત્તિઓ

1. સને ૧૯૮૯ થી ભા.જ.પા.માં સંપૂર્ણપણે સક્રિય
2. સને ૧૯૮૮-૮૯માં વી.એચ.પી.ના તાલુકાના કાર્યકારી પ્રમુખ તરીકે એક વર્ષ જવાબદારી સંભાળી.
3. સને ૧૯૮૬-૮૯ દરમ્યાન વિધાર્થીકાળમાં વી.એચ.પી.ના સક્રિય કાર્યકર

શિક્ષણ પ્રવૃત્તિ

1. સને ૧૯૯૧-૯૨ અંકલેશ્વર શ્રીમતિ કુસુમબેન કડકીયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં જી.એસ. તેમજ ભરૂચ ઝોનલ જી.એસ. તરીકે કામગીરી બજાવેલ
2. હાલ પંડવાઈ ખાતે શ્રી પાંડુકેશ્વર સેવા ટ્રસ્ટ (સ્કુલ) ના પ્રમુખ તરીકેની સેવા. આ ટ્રસ્ટ સંચાલિત પાંડુકેશ્વર વિધામંદિરમાં બાળમંદિર થી ધોરણ-૧૨ સુધીના વર્ગો ચાલે છે
3. શ્રી નિલકંઠેશ્વર એજયુકેશન ટ્રસ્ટ, હજાત, તા.અંકલેશ્વર, જી.ભરૂચ (માધ્યમિક શાળા)ના ટ્રસ્ટી તરીકેની સેવા

રાજકીય પ્રવૃત્તિ

1. મંત્રી, સને ૧૯૯૪ થી ૧૯૯૭ દરમ્યાન ભરૂચ જીલ્લા યુવા ભા.જ.પા.તરીકે સેવા બજાવેલ હતી.
2. ઉપ-પ્રમુખ, સને ૧૯૯૭ થી ૨૦૦૧ દરમ્યાન ભરૂચ જીલ્લા યુવા ભા.જ.પા.તરીકે સેવા બજાવેલ હતી.
3. મંત્રી, વર્ષ ૨૦૦0માં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચો –મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો.
4. પ્રભારી, સને ૨૦૦0 થી ૨૦૦૩ દરમ્યાન પ્રદેશ યુવા ભા.જ.પા, તરીકે સેવા આપી હતી. જેમાં દક્ષિણ ગુજરાતનાં આઠ જીલ્લાની જવાબદારી (ભરૂચ, સુરત, નર્મદા, નવસારી, વલસાડ, ડાંગ, સેલવાસ, દમણ)
5. ધારાસભ્ય, વર્ષ ૨૦૦૨માં અંકલેશ્વર - હાંસોટ મત વિસ્તારમાંથી ચુંટાયા.
6. સેનેટ સભ્ય, સને ૨૦૦૩ થી ૨૦૦૬ દરમ્યાન દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો કાર્યભાર સંભાળ્યો હતો.
7. પ્રમુખ સને ૨૦૦૩ થી ૨૦૦૬ દરમ્યાન ભરૂચ જીલ્લા ભા.જ.પા. પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યો.
8. ધારાસભ્ય, વર્ષ ૨૦૦૭માં અંકલેશ્વર - હાંસોટ મત વિસ્તારમાંથી બીજી વખત ચુંટાયા
9. સંસદીય સચિવ, તા. ૦૨-૦૩-૨૦૦૯નાં રોજથી ગુજરાત રાજયનો કાર્યભાર સંભાળ્યો
10. રાજયકક્ષાના મંત્રી, (સહકાર, રમત-ગમત, યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ) તા. ૦૨-૦૨-૨૦૧૧નાં રોજથી કાર્યભાર સંભાળ્યો.
11. સહપ્રભારી મંત્રી - વલસાડ જીલ્લો.
12. ધારાસભ્ય, તા.૨૦-૧૨-૨૦૧૨નાં રોજ અંકલેશ્વર-હાંસોટ મત વિસ્તારમાં સતત ત્રીજી વખત જંગી બહુમતથી ચુંટાયેલ જાહેર થયા.
13. રાજયક્ક્ષાના મંત્રી (સહકાર - સ્વતંત્ર હવાલો) તા.૦૮-૦૮-૨૦૧૬નાં રોજથી કાર્યભાર સંભાળ્યો.
14. પ્રભારી મંત્રી - નવસારી જીલ્લો.
15. રાજયક્ક્ષાના મંત્રી (સહકાર, રમત- ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ (સ્વતંત્ર હવાલો), વાહન વ્યવહાર (રાજયક્ક્ષા)) તા.૦૪-૦૧-૨૦૧૮ નાં રોજથી કાર્યભાર સંભાળ્યો.
 
 

સહકારી પ્રવૃત્તિ

1. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હાંસોટ
  • સને ૧૯૯૬માં હાંસોટ તાલુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર કમિટિના સભ્ય તરીકે સૌથી વધુ મતે ચુંટાઈ આવ્યા.
  • સને ૨૦૦૧ માં પણ ફરી વિજયને વર્યા.
2. સુગર ફેક્ટરી પંડવાઈ
  • ચેરમેન તા.૦૩-૦૯-૧૯૯૮ થી પંડવાઈ સુગર ફેક્ટરીના ચેરમેન તરીકે ચાલુ. સફળ સુકાની ફેક્ટરીને દેવા મુક્ત કરાવી.
  • ઉપ-પ્રમુખ, તા.૨૯-૧૨-૨૦૦૫નાં રોજથી ગુજરાત રાજય ખાંડ ઉધોગ સંઘ લી., ગાંધીનગરનો કાર્યભાર સંભાળેલ છે. (સતત ૧૧ ટર્મથી)