અંકલેશ્વર તાલુકાની વિધવા મહિલાઓને માસિક પેન્શન અંગેના નિમણૂંકપત્રો આપવાનો કાર્યક્રમ સહકાર વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષતામાં યોજાયો
Published : Sep 20, 2019

ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ ધ્વારા વિધવા સહાય યોજા હેઠળ અંકલેશ્વર તાલુકાની વિધવા મહિલાઓને માસિક પેન્શન અંગેના નિમણૂંકપત્રો આપવાનો કાર્યક્રમ સહકાર રમત, યુવા સેવા સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ તથા વાહન વ્યવહાર વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષતામાં યોજાઈ ગયો. આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારીશ્રી આર.કે.ભગોરા, પ્રાંત અધિકારી - હાંસોટ શ્રી વિઠાની, તાલુકા પંચાયત પ્રમુખશ્રીમતિ માલતીબેન સોલંકી, કારોબારી અધ્યક્ષ શ્રી ભરતભાઈ પટેલ, તાલુકા આગેવાનશ્રી હિતેન્દ્રસિંહ દેવધરા ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર તાલુકા પંચાયત કચેરી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, અંકલેશ્વર તાલુકાના અધિકારીઓ તથા પદાધિકારીઓના સંયુક્ત પ્રયાસથી આજે આ ૪૫૪ જેટલી વિધવા બહે...

હાંસોટ તાલુકાના સુણેવકલ્લા(મોટી સુણેવ) ગ્રામ પંચાયતના નવા મકાનનું સહકાર મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલના વરદહ્સ્તે થયેલું લોકાર્પણ
Published : Aug 04, 2019

ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના સુણેવક્લ્લા ગ્રામ પંચાયતના નવા મકાનનું સહકાર રાજ્ય મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલના વરદહસ્તે સંપન્ન થયું હતું. આ પ્રસંગે હાંસોટ તાલુકા પંચાયતના પ્રમુખશ્રીમતિ જશુબેન પટેલ, કારોબારી સમિતિના ચેરમેનશ્રી ભરતભાઈ પટેલ, અંકલેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખશ્રીમતિ માલતીબેન સોલંકી, પ્રાંત અધિકારીશ્રી રમેશભાઈ ભગોરા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ ધ્વારા ગ્રામ પંચાયતના નવા મકાનને રિબીન કાપીને ખૂલ્લૂ મુકવામાં આવ્યું હતું. મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, વડા પ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સૂત્ર સૌનો સાથ - સૌના વિકાસને અપનાવીને સમાજના દરેક વર્ગોના કલ્યાણ તેમજ ઝડપી અને પારદર્શી વિકાસને મુખ્યમંત્રીશ્રીએ પ્રાથમિકતા આપી છે. તેમણે છેવાડાના નાગરિક...

અંકલેશ્વર તાલુકાના નવા હરીપુરા ગામે મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે વૃક્ષા રોપણ કરી “ સંવેદના વન ” નિર્માણનો શુભારંભ કરાવ્યો
Published : Aug 03, 2019

અંકલેશ્વર તાલુકાના નવા હરીપુરા ગામે ગુજરાત રાજ્ય યુવક બોર્ડના સંયોજક ધ્વારા ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના જન્મદિવસ નિમિત્તે ગુજરાત રાજ્યના તમામ તાલુકાઓમાં “ સંવેદના વન ” નિર્માણના કાર્યક્રમનું આયોજન સહકાર વિભાગના રાજ્યમંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયું હતું. આ કાર્યક્રમના ભાગરૂપે મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે વૃક્ષા રોપણ કરી “ સંવેદના વન ” નિર્માણનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે યુવક બોર્ડના તાલુકા સંયોજકશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.  “ સંવેદના વન ” નિર્માણ કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, જનજાગૃત્તિ, જન સહકાર અને જનભાગીદારીના મિલન થકી આ કાર્યક્રમને ચોક્કસ સફળ બનાવી શકાય છે. દિનપ્રતિદિન અસમતુલન થતાં પર્યાવરણમાં વૃક્ષોનું ...

મહિલાઓના ઉત્‍થાન માટે રાજ્‍ય સરકારના સરાહનીય પ્રયાસો
Published : Aug 03, 2019

ઓ.એન.જી.સી. અંકલેશ્વર તથા વિશાખાબા ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટના સંયુક્‍ત ઉપક્રમે શ્રી પાંડુકેશ્વર વિદ્યામંદિર પંડવાઇ ખાતે સહકાર રાજ્‍યમંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલના અધ્‍યક્ષસ્‍થાને મહિલા સશક્‍તિકરણ તાલીમનો શુભારંભ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ઓ.એન.જી.ના એસેટ મેનેજરશ્રી એચ.એલ.પટેલ અને હેડ એચ.આરશ્રી એસ.કે.તોમર, સુગરના વાઇસ ચેરમેનશ્રી અનિલભાઇ, એમ.ડી.શ્રી અમિતભાઇ, અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખશ્રીમતી દક્ષાબેન પટેલ, વિશાખાબા ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટના ટ્રસ્‍ટીશ્રીમતી કિંજલબેન ઉપસ્‍થિત રહ્‍યા હતા. કાર્યક્રમના અધ્‍યક્ષસ્‍થાનેથી સહકાર રાજ્‍ય મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્‍યું હતું કે, વર્ષો પહેલાં ઘરનો મુખ્‍ય માણસ, ખેતી કરે - નોકરી કરતાં હતા અને ઘરની મહિલા ઘરકામ કરતાં હતા. પરંતુ સમય જતાં પરિસ્‍થિતમાં પરિવર્તન ...

GSC બેન્કની ૬૦ મી વાર્ષિક સાધારણ સભા યોજાઇ
Published : Aug 02, 2019

ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેંક લિ.અમદાવાદની ૬૦મી વાર્ષિક સાધારણ સભા આજ રોજ GSC બેન્ક ખાતે યોજવામાં આવી હતી. સહકાર મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું કે ગુજરાતમાં સહકારી મંડળીઓની કામગીરી ઉત્કૃષ્ટ છે અને સહકારી આગેવાનો દ્વારા વિવિધ પ્રકારની સહકારી મંડળીઓની રચના થવાથી નાના ખેડૂતો અને નાના વેપારીઓ માટે બચત અને ધિરાણનુ ખુબ સારું કાર્ય કરવામાં આવી રહ્યું છે. જેમાં GSC બેંક રાજ્યની ટોચની બેંક છે. GSC બેંકમાં અનેકવિધ પ્રવૃત્તિઓ કરીને તેને સમગ્ર દેશમાં અગ્રેસર બનવવામાં બોર્ડના ચેરમેન અને તમામ સભ્યોને મંત્રીશ્રીએ અભિનંદન પાઠવ્યા હતા. ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના વડાપ્રધાનશ્રીના લક્ષ્યને  સફળ બનાવવામાં સહકારી બેંકોનો મહત્તમ ફાળો રહેલો છે તેમ મંત્રી શ્રી એ ભારપૂર્વ...

બસ સ્‍ટેશનોમાં એરપોર્ટ જેવી સુવિધા ઉપલબ્‍ધ બનાવવા રાજ્ય સરકાર કટિબધ્ધ
Published : Aug 01, 2019

સુરેન્‍દ્રનગર ખાતે અંદાજિત રૂપિયા ૮.૮૮ કરોડના ખર્ચે નિર્માણ પામનાર આધુનિક સુવિધાસભર બસ સ્‍ટેશનનું આજે ગુજરાતના વાહન વ્‍યવહાર રાજ્ય મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે ખાતમુહૂર્ત કર્યું હતુ. આ પ્રસંગે તેમણે જણાવ્‍યું હતુ કે, રાજ્યમાં નિર્માણ થતાં નવા બસ સ્‍ટેશનોમાં મુસાફરો માટે પાયાની સુવિધાઓની સાથે વિશેષ સુવિધાઓ પણ ઉપલબ્‍ધ બને અને બસ સ્‍ટેશનોના આધુનિક ભવનોમાં એરપોર્ટ જેવી સુવિધાઓ ઉપલબ્‍ધ બને તે માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે. તેમણે ગુજરાતના નાગરિકો માટે કાર્યરત એસ. ટી. ની સુવિધામાં વધારો થાય અને છેવાડાના માનવીઓને વધુ સારી રીતે એસ. ટી.ની સેવાઓ પ્રાપ્‍ય બને તે માટે સરકાર હંમેશા પ્રયત્‍નશીલ રહી છે તેમ જણાવ્‍યું હતુ. મંત્રીશ્રીએ છેલ્લા વર્ષ દરમિયાન વાહન વ્‍યવહાર નિગમમાં ડ્રાઈવર - કંડકટર સહિતના વહિવટી કર...

ભરૂચ જી.એન.એફ.સી. ટાઉનશીપ ખાતે વિશ્વ યોગ દિનની જિલ્લાકક્ષાની થયેલી ઉજવણી
Published : Jul 31, 2019

આજે ૨૧ મી જૂન વિશ્વ યોગ દિનની ઉજવણી ભરૂચ જી.એન.એફ.સી. ટાઉનશીપ ખાતે ભવ્‍યાતિભવ્‍ય રીતે કરવામાં આવી હતી. વહેલી સવારથી જી.એન.એફ.સી. ખાતે મહાનુભાવો સહિત બાળકો અને પ્રબુધ્‍ધ નાગરિકોએ પ્રવેશ મેળવ્‍યો હતો અને સંગીતના તાલે યોગામાં ભાગ લીધો હતો. આ વિશ્વ યોગ દિનની ઉજવણીના ભાગરૂપે ભરૂચ જી.એન.એફ.સી. ખાતે યોજાયેલા કાર્યક્રમમાં યોગ સમિતિના અધ્યક્ષ અને શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્‍દ્રસિંહ ચૂડાસમા, સહકાર વિભાગના રાજ્‍ય મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલ, ભરૂચના ધારાસભ્‍યશ્રી દુષ્‍યંતભાઇ પટેલ,વાગરાના ધારાસભ્‍યશ્રી અરૂણસિંહ રણા, પૂર્વ મંત્રીશ્રી છત્રસિંહ મોરી, પ્રભારી સચિવશ્રી શાહમીના હુસેન, જિલ્લા કલેક્‍ટરશ્રી રવિકુમાર અરોરા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ક્ષિપ્રા આગ્રે, જિલ્લા પોલીસ વડાશ્રી રાજેન્‍દ્રસિંહ ચૂડાસમા સહિત મહાનુ...

ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે એ માટે રાજય સરકાર દ્વારા ટેકાના ભાવે કૃષિ ઉપજની ખરીદી કરવામાં આવે છે
Published : Jul 30, 2019

ગુજરાત સરકાર દ્વારા રાજયના ખેડૂતોના હિતમાં જૈવિક ખેતી માટે નીતિ બનાવવામાં આવી છે. આ નીતિ અંતર્ગત જૈવિક ખેતી કરતા ખેડૂતોને તેમની ખેતપેદાશોના વધુ સારા ભાવો મળશે. ગુજરાતમાં ૪૯૨૯૮ હેકટર જમીનમાં સેન્દ્રિય ખેતી કરવામાં આવે છે, તો સેન્દ્રિય ખેતી કરી વધુ સારી આવક મેળવીએ એમ રાજયના સહકાર, રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિના રાજયમંત્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું. તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલા ખેડૂત તાલીમ કેન્દ્રમાં યોજાયેલા કૃષિ મહોત્સવમાં ઉપસ્થિત ખેડૂતોને સંબોધતા મંત્રી પટેલે કેન્દ્ર અને રાજય સરકારની અનેકવિધ ખેડૂત કલ્યાણલક્ષી યોજનાઓ અંગે વિગતે જાણકારી આપી હતી. કેન્દ્ર સરકારે કિસાન સમ્માન નિધિનો લાભ તમામ ખેડૂતોને મળે એ માટે સરાહનીય નિર્ણય કર્યો છે એમ જણાવી તેમણે રાજય સરકાર દ્વારા પણ ખેડૂતો આધ...

અંકલેશ્વર તાલુકા સેવા સદન ખાતે રોગી કલ્‍યાણ સમિતિની રચના કરવામાં આવી હતી.
Published : Jul 19, 2018

અંકલેશ્વર તાલુકા સેવા સદન ખાતે રાજ્‍યના સહકાર મંત્રીશ્રીની અધ્‍યક્ષતામાં રોગી કલ્‍યાણ સમિતિની રચના કરવામાં આવી હતી. આ તબક્કે રાજ્‍ય અને કેન્‍દ્ર સરકારની વિવિધ આરોગ્‍યલક્ષી સેવા અને યોજનાનો લાભ પ્રજાને મળે તે જરૂરી તેવો મત રાજ્‍યના સહકાર મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે વ્‍યક્‍ત કર્યો હતો તેમજ ગડખોલ પી.એચ.સી. સેન્‍ટર ઝડપભેર પૂર્ણ કરવા તાકીદ કરી આરોગ્‍યલક્ષી ગ્રાન્‍ટનું યોગ્‍ય રીતે આયોજન કરવા સૂચના આપી હતી. અંકલેશ્વર તાલુકા સેવા સદન ખાતે આવેલ એસ.ડી.એમ કચેરી ખાતે રાજ્‍યના સહકાર મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલની અધ્‍યક્ષતામાં રાજ્‍ય સરકારના નવતર અભિગમ મુજબ રોગી કલ્‍યાણ સમિતિની રચના કરવામાં આવી હતી. જેમાં વહીવટી તેમજ આરોગ્‍ય અધિકારી અને સામાજિક કાર્યકર તેમજ તાલુકા પંચાયતના સભ્‍યોનો સમાવેશ કરવામાં આવ્‍યો હતો...

સ્વ.ડૉ. જગદિશ ગુર્જર લિખિત ગઝલ સંગ્રહ 'મુક્તિ પર્વ' નું રાજ્યના સહકાર મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ હસ્તે વિમોચન
Published : Jul 15, 2018

સ્વ.ડૉ. જગદિશ ગુર્જર લિખિત ગઝલ સંગ્રહ 'મુક્તિ પર્વ'નું રાજ્યના સહકાર મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલનાં હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના સાહિત્ય સર્જક અને દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીના ગુજરાતી વિભાગના ઉપકુલપતિ એવા સ્વ. ડૉ જગદીશ ગુર્જરની વિવિધ ગઝલ રચનાઓને એક પુસ્તકમાં રૂપાંતરિત કરી મુક્તિ પર્વ રૂપે પ્રકાશિત કરાય હતી. અંકલેશ્વર શારદાભવન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં અનેક મહાનુભાવો અને ગઝલ રસિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અષાઢી બીજનાં પાવન પર્વે અંકલેશ્વરમાં આવેલા શારદાભવન ટાઉનહોલ ખાતે સાહિત્ય સર્જક સ્વ. ડૉ. જગદીશ ગુર્જર દ્વારા રચાયેલી ગઝલોનાં સંગ્રહનો વિમોચન કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યનાં સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનાં ઉપકુલપતિ ડૉ. ભાસ્કર રાવલ,...

અંકલેશ્વર ખાતે ભગવાન જગન્નાથની રથયાત્રામાં આરતી કરી પરંપરાગત રીતે યાત્રાનો પ્રારંભ કરાવાયો હતો. 
Published : Jul 14, 2018

અંકલેશ્વર ખાતે ભગવાન જગન્નાથની રથયાત્રામાં રાજ્યના સહકાર મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે પ્રાર્થના કરી યાત્રા માર્ગ પર ઝાડુ લગાવી યાત્રાનો રથ ખેંચી આરતી કરી પરંપરાગત રીતે યાત્રાનો પ્રારંભ કરાવાયો હતો. ૩૦૦ થી વધુ પોલીસ કુમકના ચુસ્ત બદોબસ્ત વચ્ચે રથયાત્રા નીકળી હતી. રામકુંડ મંદિર દ્વારા યાત્રાનું સ્વાગત અને પ્રસાદી વિતરણ કરાયું હતું.અંકલેશ્વર ભરૂચીનાકા હરિદર્શન સોસાયટી સ્થિત કમાલીવાડીથી ભગવાન જગન્નાથ તેમના બહેન સુભદ્રા, ભાઈ બલરામ સાથે રથ પર સવાર થઈ અંકલેશ્વર ખાતે નગર ચર્યા નીકળ્યા હતા. યાત્રાનો પ્રારંભ રાજ્યના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ, ભરૂચના સાંસદશ્રી મનસુખભાઈ વસાવા નગરપાલિકા પ્રમુખ શ્રીમતિ દક્ષાબેન શાહ, કારોબારી અધ્યક્ષશ્રી સંદીપ પટેલ, શ્રી જનક શાહ, શ્રી રામકુંડ મહંત ગંગાદાસ બાપુ, યાત્રા મંડળન...

અંકલેશ્વરના સજોદ, હાંસોટના દંતરાઈ, સિસોદરા, પંડવાઈ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાત અંતર્ગત વન વિભાગના ઉપક્રમે યોજાયો હતો.
Published : Jul 09, 2018

અંકલેશ્વર-હાંસોટમાં ચાર સ્થળે સહકાર મંત્રીશ્રીની અધ્યક્ષતામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતાં. આ પ્રસંગે સહકાર રાજ્ય મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ દ્વારા જણાવ્યું હતું કે ગ્લોબલ વોર્મિંગ વચ્ચે પર્યાવરણ સમતુલા જાળવા દરેક માનવી વૃક્ષ વાવે એ અત્યંત જરૂરી છે અને તેનું જતન કરવું એટલું જ અગત્યનું છે. અંકલેશ્વરના સજોદ, હાંસોટના દંતરાઈ, સિસોદરા, પંડવાઈ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાત અંતર્ગત વન વિભાગના ઉપક્રમે યોજવામાં આવ્યા હતા.   અંકલેશ્વર તાલુકા સજોદ બસ સ્ટેન્ડ ખાતે યોજવામાં આવેલ વૃક્ષારોપણ કાર્યક્રમમાં સજોદ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે કાર્યક્રમ યોજવામાંમાં આવ્યો હતો જેમાં સહકાર રાજ્યમંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતિ માલતીબેન સોલંકી, કારોબારી અધ્યક્ષશ્ર...

દક્ષિણ ગુજરાત વીજ કંપની ધ્‍વારા ઝઘડીયા મુકામે ‘‘માફી મેળો'' યોજાયો હતો.
Published : Jun 30, 2018

દક્ષિણ ગુજરાત વીજ કંપની લી. વર્તુળ કચેરી - ભરૂચ અંતર્ગત અંકલેશ્વર ગ્રામ્‍ય અને ઔદ્યોગિક વિભાગીય કચેરી હેઠળના વિવિધ પેટા વિભાગીય કચેરીઓના કાયમી ધોરણે રદ થયેલ વીજ ગ્રાહકો/બીન અધિકૃત ગ્રાહકોના બાકી પડતાં લેણાંની માંડવાર અને વસુલાત માટેની રાજ્‍ય સરકારશ્રી ધ્‍વારા જાહેર કરવામાં આવેલ માફી યોજના ૨૦૧૭ અન્‍વયે માફી મેળો શ્રી દશા શ્રીમાળી વણીક પંચની વાડી - ઝઘડીયા ખાતે સહકાર રાજ્‍ય મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલના અધ્‍યક્ષસ્‍થાને યોજાયો હતો. આ કાર્યક્રમમાં ધારી ખેડા સુગર ફેક્‍ટરશ્રીના વાઇસ ચેરમેન શ્રી અજીતસિંહ પરમાર, દક્ષિણ ગુજરાત વીજ કંપનીના મુખ્‍ય ઇજનેર શ્રી આર.જે.દેસાઇ, જનરલ મેનેજરશ્રી એન.કે.દવે, અધિક્ષક ઇજનેરશ્રી આર.જે.પરમાર, પ્રાંત અધિકારીશ્રી રમેશભાઇ ભગોરા ઉપસ્‍થિત રહયા હતા. કાર્યક્રમનું દિપ પ્રગટાવી...

સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કૂલ યોજના હેઠળ સુરત જિલ્લાની સર્વપ્રથમ DLSS સ્કૂલનો શુભારંભ.
Published : Jun 29, 2018

સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા અમલમાં મૂકવામાં આવેલી શિક્ષણ સાથે રમતગમતને પ્રોત્સાહન આપતી મહત્વાકાંક્ષી યોજના “જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કૂલ” અંતર્ગત ચોર્યાસી તાલુકાના જૂના ગામ ખાતે જિલ્લાની પ્રથમ ડિસ્ટ્રીકટ લેવલ સ્પોર્ટસ સ્કૂલને રમતગમત,સહકાર યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના રાજ્ય મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે આજરોજ ખુલ્લી મૂકવામાં આવી હતી. ખેલકૂદમાં પ્રતિભાશાળી યુવા/કિશોરોની ઉજ્જવળ કારકિર્દી માટે રમતની સાથે સાથે જરૂરી અભ્યાસ/શિક્ષણની પણ કાળજી લેવાય તે હેતુસર ખેલ પ્રશિક્ષણ અને શાળાકીય શિક્ષણના બેવડા ધ્યેયને ચરિતાર્થ કરવા વર્ષ ૨૦૧૪-૧૫થી ‘જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કુલ યોજના’ શરૂ કરવામાં આવી હતી, જેના અન્વયે ચોર્યાસી તાલુકાના જૂના ગામ (શિવરામપુર) સ્થિત નવચેતન વિકાસ મંડળ દ્વારા સંચાલિત ...

ભાવનગરના તળાજા તાલુકા મથકે નવા બંધાયેલ એસ.ટી. બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું...
Published : Jun 28, 2018

ભાવનગરના તળાજા તાલુકા મથકે નવા બાધવામાં આવેલ અધતન સુવિધાયુકત એસ.ટી.સ્ટેશનને રાજયના વાહન વ્યવહાર મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલના હસ્તે મહાનુંભાવોની ઉપસ્થિતીમાં રીબીન કાપી લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. તળાજા તાલુકા મથકે નવા બાંધવામાં આવેલ એસ.ટી.બસ સ્ટેશનનો અંદાજીત ખર્ચ રૂ. ૨ કરોડ ૧૨ લાખ ૩૭ હજાર થયેલ છે. તળાજા ખાતે યોજાયેલ નવનિર્મિત એસ.ટી.બસ સ્ટેશનના લોકાર્પણ કાર્યક્રમને દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકતા વાહન વ્યવહાર મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્યુ હતુ કે, ગુજરાત અને મહારાષ્ટ્ર જયારે છુટુ પડયુ ત્યારથી એસ.ટી. નિગમની સ્થાપના કરવામાં આવેલ છે. રાજય સરકારને નફો કરાવાનો નહિ પણ ગામડાના ગરીબ લોકોને એક ગામ થી બીજા ગામ જવા આવવાની સુવિધા મળે તેવા સુંદર અભિગમ થી એસ.ટી. બસો ચાલુ કરવામાં આવી હતી. અંદાજીત આઠ થી દસ...

ભરૂચ ખાતે એમિટિ હાઇસ્‍કુલ અને ભારતીય વિદ્યા ભવન્‍સ ખાતે શાળા પ્રવેશોત્‍સવ કાર્યક્રમ યોજાયો.
Published : Jun 23, 2018

તા.૨૨ થી ૨૩ જૂન-૨૦૧૮ દરમ્‍યાન સમગ્ર રાજયમાં યોજાઇ રહેલા શહેરી વિસ્‍તાર માટેના શાળા પ્રવેશોત્‍સવ અને કન્‍યા કેળવણી મહોત્‍સવના આજના બીજા દિવસે એમિટિ હાઇસ્‍કુલ અને ભારતીય વિદ્યા ભવન્‍સ હાઇસ્‍કુલ ખાતે સહકાર વિભાગના મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલની પ્રેરક ઉપસ્‍થિતિમાં શાળા પ્રવેશોત્‍સવ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા આગેવાન શ્રી મારૂતિસિંહ અટોદરીયા, શાશનાધિકારીશ્રી નિષાંતભાઇ દવે, શ્રેષ્‍ઠ શિક્ષકશ્રી ગજેન્‍દ્રભાઇ પટેલ ઉપસ્‍થિત રહયા હતા. ભરૂચ ખાતે એમિટિ હાઇસ્‍કુલમાં ધોરણ-૯ માં ૪૪ કુમાર અને ૨૧ કન્‍યા મળી કુલ-૬૫ વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવ્‍યો હતો અને ભારતીય વિદ્યા ભવન્‍સ હાઇસ્‍કુલમાં ધોરણ-૯ માં ૧૧૦ કુમાર ૧૧૧ કન્‍યા મળી કુલ-૨૨૧ વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવ્‍યો હતો. આ ઉપરાંત મંત્રીશ્રી - મહાનુ...

અંકલેશ્વર ખાતે આદર્શ બુનિયાદી પ્રાથમિક શાળા, કુમાર બ્રાંચ-૪, જીનવાલા હાઇસ્‍કુલ અને ટી.એમ.શાહ હાઇસ્‍કુલ ખાતે શાળા પ્રવેશોત્‍સવ કાર્યક્રમ યોજાયો.
Published : Jun 22, 2018

તા.૨૨ થી ૨૩ જૂન-૨૦૧૮ દરમ્‍યાન સમગ્ર રાજયમાં યોજાઇ રહેલા શહેરી વિસ્‍તાર માટેના શાળા પ્રવેશોત્‍સવ અને કન્‍યા કેળવણી મહોત્‍સવના આજના પ્રથમ દિવસે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ધ્‍વારા અંકલેશ્વર ખાતે આદર્શ બુનિયાદી પ્રાથમિક શાળા, કુમાર બ્રાંચ-૪, જીનવાલા હાઇસ્‍કુલ અને ટી.એમ.શાહ હાઇસ્‍કુલ ખાતે સહકાર વિભાગના મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલની પ્રેરક ઉપસ્‍થિતિમાં શાળા પ્રવેશોત્‍સવ કાર્યક્રમ યોજાયા હતા. આ પ્રસંગે ગાંધીનગરના ટેકનીકલ જોઇન્‍ટ ડાયરેક્‍ટર શ્રી બી.જે.પંચાલ, અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખશ્રી દક્ષાબેન શાહ, ઉપપ્રમુખશ્રી નિલેશભાઇ પટેલ, કારોબારી અધ્‍યક્ષશ્રી સંદિપભાઇ બી. પટેલ ઉપસ્‍થિત રહયા હતા. અંકલેશ્વર ખાતે આદર્શ બુનિયાદી પ્રાથમિક શાળાના ધોરણ-૧ નાં ૨૫ કુમાર અને ૪૭ કન્‍યા મળી કુલ૭૨, કુમાર બ્રાંચ-૪ માં ધોર...

ભરૂચ જી.એન.એફ.સી. ટાઉનશીપ ખાતે વિશ્વ યોગ દિનની જિલ્લાકક્ષાની થયેલી ઉજવણી.
Published : Jun 21, 2018

૨૧ મી જૂન વિશ્વ યોગ દિનની ઉજવણી ભરૂચ જી.એન.એફ.સી. ટાઉનશીપ ખાતે ભવ્‍યાતિભવ્‍ય રીતે કરવામાં આવી હતી. વહેલી સવારથી જી.એન.એફ.સી. ખાતે મહાનુભાવો સહિત બાળકો અને પ્રબુધ્‍ધ નાગરિકોએ પ્રવેશ મેળવ્‍યો હતો અને અંદાજે ૬૫૦૦ જેટલાં લોકોએ સંગીતના તાલે યોગામાં ભાગ લીધો હતો. આ વિશ્વ યોગ દિનની ઉજવણીના ભાગરૂપે ભરૂચ જી.એન.એફ.સી. ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સહકાર વિભાગના રાજ્‍ય મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલ, ભરૂચના ધારાસભ્‍યશ્રી દુષ્‍યંતભાઇ પટેલ, નગરપાલિકાના પ્રમુખ શ્રીમતિ સુરભીબેન તમાકુવાલા, જિલ્લા કલેક્‍ટરશ્રી રવિકુમાર અરોરા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ક્ષિપ્રા આગ્રે સહિત મહાનુભાવો ઉપસ્‍થિત રહ્‍યા હતા. આ પ્રસંગે જિલ્લામાં યોગામાં ઉત્‍કૃષ્‍ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓ સર્વશ્રી મીર જીતેન્‍દ્રભાઇ પટેલ, ફોરમ ભરતભાઇ પટેલ,...

નવનિર્મિત ખેતીવાડી ઉત્‍પાદન બજાર સમિતિ કપરાડા સેટીંગઅપ ઓફ મિની વેજીટેબલ પ્રોડયુસ માર્કેટીંગ સેન્‍ટર નાનાપોંઢાનું લોકાપર્ણ.
Published : Jun 16, 2018

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાનાપોંઢા , વાપી રોડ ખાતેના નવનિર્મિત ખેતીવાડી ઉત્‍પાદન બજાર સમિતિ કપરાડા સેટીંગઅપ ઓફ મિની વેજીટેબલ પ્રોડયુસ માર્કેટીંગ સેન્‍ટર નાનાપોંઢાનું લોકાર્પણ રાજયના સહકાર, રમત-ગમત, યુવા અને સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓ (સ્‍વતંત્ર હવાલો) અને વાહન વ્‍યવહાર રાજયમંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલના હસ્‍તે લોકાર્પણ કરવામાં આવ્‍યું હતુ. આ અવસરે ગુજરાત રાજય કૃષિ બજાર બોર્ડ ગાંધીનગર ના અધ્‍યક્ષશ્રી રમણભાઇ પટેલ(જાની) ઉપસ્‍થિત રહયા હતા.આ અવસરે મંત્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્‍યું હતું કે, કૃષિ મહોત્‍સવ થકી ખેડૂતો આધુનિક ખેતી કરતા થયા છે. ખેત ઉત્‍પાદન ૯૦૦૦ કરોડથી વધીને ૧.૨૫ લાખ કરોડનું થયુ છે. ત્‍યારે ખેત ઉત્‍પાદનને બજાર કિંમત મળી રહે તે માટે રાજય સરકારે માર્કેટ યાર્ડ બનાવીની વેચાણ વ્‍યવસ્‍થાની સવલ...

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના લખીગામ, દહેજ અને કડોદરા ગામોએ શાળા પ્રવેશોત્‍સવ કાર્યક્રમ યોજાયો હતો.
Published : Jun 15, 2018

શાળા પ્રવેશોત્‍સવના બીજે દિવસે  વાગરા તાલુકામાં મંત્રીશ્રીએ ધો.૧ માં ૧૫૭ બાળકોનું અને ધો.૯ માં ૨૫૮ વિદ્યાર્થીઓનું નામાંકન કરાવ્‍યું     --------  શાળા પ્રવેશોત્‍સવથી શિક્ષણની કાયાપલટ થઇ છે. -: મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલ --------ભરૂચઃ(શુક્રવાર):- સહકાર રાજ્‍યમંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે આજે પ્રવેશોત્‍સવના બીજા દિવસે વાગરા તાલુકાના લખીગામ, દહેજ અને કડોદરા ગામોની પ્રાથમિક - માધ્‍યમિક શાળાઓના બાળકોનું નામાંકન કરાવ્‍યું હતું. આ પ્રસંગે મંત્રીશ્રીએ સરકારી માધ્‍યમિક શાળા - લખીગામ ખાતેના કાર્યક્રમમાં આંગણવાડીમાં ૧૪ કુમાર ૧૦ કન્‍યા મળી કુલ-૨૪, લખીગામ પ્રાથમિક શાળાના ધો.૧ માં ૩૦ કુમાર ૨૯ કન્‍યા મળી કુલ-૫૯ અને લખીગામ માધ્‍યમિક શાળાના ધો.૯ ના ૨૪ કુમાર અને ૨૨ કન્‍યાઓ મળી કુલ-૪૬ વિદ્યાર્થીઓનું નામાંકન કરાવ્...

તાપી જિલ્લાના શ્રી શ્યામાપ્રસાદ મુખર્જી ટાઉનહોલ, વ્યારા ખાતે શ્રી શિવાજી સાર્વજનિક પુસ્તકાલયની ૧૫૦ વર્ષની ઉજવણી નિમિતે "સાર્ધ શતાબ્દી મહોત્સવ" કાર્યક્રમમાં હાજરી આપી હતી.
Published : Jun 11, 2018

તાપી જિલ્લાના વડામથક વ્યારા ખાતે આવેલી શિવાજી લાયબ્રેરીને ૧૫૦ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં શ્યામાપ્રસાદ મુખર્જી ટાઉન હોલ, વ્યારા ખાતે રાજયના સહકાર, રમત ગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ તથા વાહન વ્યવહાર રાજયમંત્રી ઇશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં સાર્ધ શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત મેદનીને સંબોધતા મંત્રી પટેલે લાયબ્રેરીનું મહત્વ સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, વ્યક્તિને માનવ અને માનવને મહામાનવ બનાવવામાં લાયબ્રેરીનો સૌથી મોટો ફાળો છે. આધુનિક યુગમાં મોબાઇલ અને ઇન્ટરનેટના અતિક્રમણ વચ્ચે પણ વાચકોનો રસ જાળવી રાખવા બદલ લાયબ્રેરીના સંચાલકોને અભિનંદન પાઠવ્યા હતા. વધુમાં તેમણે ઉપસ્થિત સૌને જન્મદિન નિમિત્તે એક વૃક્ષ વાવી તેનો ઉછેર કરી પર્યાવરણના જતનમાં સહભાગી થવા અપીલ કરી હતી....

૭/૬/૨૦૧૮ ના રોજ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના પ્રથમ પદવીદાન સમારંભમાં હાજરી આપી હતી.
Published : Jun 11, 2018

સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટી : પ્રથમ પદવીદાન સમારોહરમત ગમત દ્વારા ઉત્તમ ખેલદીલીની ભાવના થકી સંસ્કારોનું સિંચન કરી સમૃદ્ધ રાષ્ટ્રનું નિર્માણ કરીએ : રમત ગમત મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલ.. .. .. .. .. ..સ્ટાર્ટઅપ ઇન્ડિયા, મેઇક ઇન ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયાના નિર્માણમાં જ્ઞાનનો ઉપયોગ કરી યુવાઓને સહભાગી થવા મંત્રીશ્રીનો અનુરોધ રમત ગમત ક્ષેત્રે શારીરિક શિક્ષણની વિવિધ વિદ્યાશાખાના ૫૭૯ વિદ્યાર્થીઓને ડિગ્રી-ડિપ્લોમાની પદવી એનાયત વર્ષ-૨૦૧૯માં ઇન્ટરનેશનલ સાયન્ટિફીક કોંગ્રેસનું આયોજન સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીના યજમાનપદે થશે. .. .. .. .. .. ..મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારોહ યોજાયો.. .. .. .. .. ..રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃ...

અંકલેશ્વર નગરપાલિકા ધ્‍વારા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી.
Published : Jun 05, 2018

પ્‍લાસ્‍ટીક મુક્‍ત શહેર વિષય પર સહકાર રાજ્‍ય મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલના અધ્‍યક્ષસ્‍થાને સેમિનાર યોજાયો ------- ભરૂચઃ(બુધવાર):- અંકલેશ્વર નગરપાલિકા સ્‍વચ્‍છ ભારત મિશન અર્બન ગુજરાત વિશ્વ પર્યાવરણ દિવસ અંતર્ગત પર્યાવરણ અને સ્‍વચ્‍છતા અભિયાન સપ્‍તાહ ઉજવણીના ભાગરૂપે પ્‍લાસ્‍ટીક બેગના ઉત્‍પાદકો, વિતરકો, રીટેલરો, વેપારીઓ અને દુકાનદારો સાથે પ્‍લાસ્‍ટીક મુક્‍ત શહેર વિષય પર સેમિનાર અંકલેશ્વર ટાઉનહોલ ખાતે સહકાર રાજ્‍ય મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલના અધ્‍યક્ષસ્‍થાને યોજાયો હતો. સેમિનારનું દિપ પ્રગટાવી ઉદઘાટન કરતાં મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્‍યું હતું કે, વિશ્વ પર્યાવરણ દિવસ ૫ મી જૂનથી ૧૧ મી જૂન દરમિયાન સમગ્ર રાજયમાં પર્યાવરણ સ્‍વચ્‍છતા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરાઇ રહ્‍યું છે...

ખેડૂતોની આવક બમણી કરવા વ્યૂહાત્મક ઉપાયો ઉપરની બે દિવસીય ચિંતન શિબિરને ખૂલ્લી મૂકતાં કેન્દ્રિય કૃષિ રાજય મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલા.
Published : Jun 01, 2018

ખેડૂતોને ઓર્ગેનિક ખેતી તરફ વળવાનો અનુરોધ કરતાંકેન્દ્રિય કૃષિ રાજય મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલા કોર્પોરેટ કોન્ટ્રાક ફાર્મિંગની જરૂરિયાત જણાવતાં કેન્દ્રિય કૃષિ રાજય મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલા ખેડૂતોની આવક બમણી કરવા વ્યૂહાત્મક ઉપાયો ઉપરની બે દિવસીય ચિંતન શિબિરને ખૂલ્લી મૂકતાં કેન્દ્રિય કૃષિ રાજય મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલા આણંદ – શુક્રવાર :: ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ-૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો લક્ષ્યાંક રાખેલ છે ત્યારે આ લક્ષ્યાંકને સિધ્ધ કરવા ખેડૂતોને ખેતીને લગતું પાયાનું જ્ઞાન આપવું જરૂરી છે. ખેત ઉત્પાદનમાં વધારો કરીશું પણ જો તેના ખેત ઉત્પાદન ખર્ચમાં ઘટાડો નહીં કરીએ તો ખેડૂતોની આવક બમણી થશે નહીં માટે જ ઉત્પાદનની સાથોસાથ ખેતી ખર્ચમાં ઘટાડો કરીને ઉત્પાદનના લક્ષ્...

વિશ્વ દૂધ દિવસે કેન્દ્રિય કૃષિ રાજય મંત્રીશ્રીના હસ્તે ૨૧ શ્રેષ્ઠ ડેરી સંસ્થાઓને એનડીડીબી ડેરી ઇનોવેશન એવોર્ડ .
Published : Jun 01, 2018

ડેરી ઉદ્યોગની પ્રગતિમાં દૂધ મંડળીઓએ પાયાની ભૂમિકા ભજવી છે.શ્રી પરષોત્તમ રૂપાલા  એમ્બ્રિયો પધ્ધતિ અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂકતાં ભારતના કેન્દ્રીય કૃષિ રાજય મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલા આજે વિશ્વ દૂધ દિવસે કેન્દ્રિય કૃષિ રાજય મંત્રીશ્રીના હસ્તે ૨૧ શ્રેષ્ઠ ડેરી સંસ્થાઓને એનડીડીબી ડેરી ઇનોવેશન એવોર્ડ અને ૧૨ મહિલા વિસ્તરણ અધિકારીઓનું મહિલા મહિલા સશકિતકરણમાં નમૂનારૂપ કામગીરી બદલ સન્માન કરાયું. આણંદ – શુક્રવાર :: ડેરી ક્ષેત્રના ખેડૂતોએ ગ્રાહકોનો દૂધનો પુરવઠો પૂરો પાડવાના પ્રદાનની સાથે સાથે પોતાની રોજગારી જાળવી રાખવાની તાકાત હાંસલ કરી છે. સહકારી સંસ્થાઓએ પણ ખેડૂતોને વળતરદાયી રોજગાર આપવાની સાથોસાથ ખેડૂતોને બજારની નિકટ લાવવાનું કામ કર્યું છે. આમ ડેરી ઉદ્યોગની પ્રગતિમાં દૂધ મંડળીઓએ પાયાની ભૂમિકા ભજ...

ધરમપુર ટીટુખડક ખાતે સુજલામ સુફલામ જળસંચય અભિયાન-૨૦૧૮નું સમાપન.
Published : May 31, 2018

સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૧૮=======ધરમપુર ટીટુખડક ખાતે સુજલામ સુફલામ જળસંચય અભિયાન-૨૦૧૮નું સમાપન=====પાણી એ પ્રભુતાને પ્રસાદ છે, તેનું જતન કરીએ- રાજ્‍ય સહકાર મંત્રી ઇશ્વરસિંહ પટેલ=====મા નર્મદાના નીરને શાસ્ત્રોક્‍ત વિધિ સાથે લાવરી નદીમાં જલાભિષેક કરાયો====== રાજ્‍ય સરકાર દ્વારા તા.૧લી મેથી શરૂ કરેલા સુજલામ સુફલામ અભિયાન-૨૦૧૮નું સમાપન ધરમપુર તાલુકાના પાનવા-ટીટુખડક ખાતે જનસાગરની ઉપસ્‍થિતિમાં કરવામાં આવ્‍યું હતું. આ અવસરે નર્મદાના નીરથી ભરેલા કળશની પૂજા સાથે અગિયાર કુંભ સાથે ૧૦૮ યુગલોએ શાસ્ત્રોક્‍ત વિધિથી પૂજા કરીને પવિત્ર નર્મદાના નીરને લાવરી નદીમાં મંત્રી ઇશ્વરસિંહ પટેલ સહિત મહાનુભાવોના હસ્‍તે વિસર્જન કરાયું હતું. જળ અભિયાનમાં સહભાગી સંસ્‍થાઓનું શાલ ઓઢાડી અને પ્રમાણપત્ર આપી સન્‍માન કરવામાં આવ...

તારીખ ૨૭ /૫/૨૦૧૮ ના રોજ સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત વાગરા અને જંબુસર તાલુકાના ગામોમાં જળસંચય કામોનું નિરીક્ષણ કરવામાં આવ્યું.
Published : May 27, 2018

સહકાર રાજ્યમંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે આજે વાગરા તાલુકાના વાવ અને જંબુસર તાલુકાના સરદારપુરા, ટંકારીબંદર, આસનવડ, ઠાકોરતલાવડી અને સિંધવ ગામોમાં સુજલામ સુફલામ જળસંચય અભિયાન – ૨૦૧૮ હેઠળ ચાલતા ગામ તળાવોની સુઉધારણા અને ઉંડા કરવાની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે ભરૂચ જિલ્લામાં જળસંચય અભિયાન હેઠળ તળાવો ઉંડા કરવા, કેનાલો – કાંસની સફાઈ, ડીસીલ્ટીંગ સહિતના કામોની પ્રગતિ અંગે અધિકારીઓ પાસેથી માહિતી મેળવી જળસંચય – જળસંગ્રહના તમામ કામો ઝડપભેર પૂર્ણ કરવા સુચનાઓ આપી હતી. જળસંચય અભિયાન પાણીનો સંગ્રહ વધારીને ગુજરાતને જળસમૃધ્ધ બનાવશે અને ખેડૂતો તથા ખેતી માટે ખુશહાલીના નવા ધ્વાર ખૂલશે એવી લાગણી વ્યક્ત મંત્રીશ્રીએ આ અભિયાન અભૂતપૂર્વ છે. મુખ્યમંત્રીશ્રીની દૂરંદેશી આ અભિયાન સાથે અભૂતપૂર્વ જનભાગીદારી જોડાઈ છ...

તારીખ ૨૬/૫/૨૦૧૮ ના રોજ સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત ઝઘડીયા તાલુકાના ગામોમાં જળસંચયના કામોનું નિરીક્ષણ કરવામાં આવ્યું.
Published : May 26, 2018

સુજલામ સુફલામ જળસંચય અભિયાન દેશનું સૌથી મોટુ જળસંચય અભિયાન બની રહ્યું છે. આ અભિયાન અંતર્ગત તળાવો ઉંડા કરવાના કામને પ્રોત્સાહિત કરવા માટે સહકાર રાજ્યમંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે ઝઘડીયા તાલુકાના રાણીપુરા, અછાલીયા, ડભાલ, બલેશ્વર ખાતે ચાલતા કામોનું નિરીક્ષણ કર્યું હતું અને શ્રમિકોના ખબર અંતર પૂછયા હતા. આ પ્રસંગે સહકાર રાજ્યમંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે તળાવ ઉંડા કરવાની કામગીરીનું નિરીક્ષણ કરી ગ્રામજનોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર સુજલામ સુફલામ જળસંચય અભિયાન શરૂ કરતાં જનઅભિયાન સ્વરૂપે સાકાર થયું છે. જળસંચય માટે જનશક્તિનો પુરૂષાર્થ યજ્ઞમાં ગ્રામજનોને પોતાનું શ્રમદાન કરી સહભાગી બનવા જણાવ્યું હતું. વરસાદના પાણીનું મુલ્ય સમજી ટીપે ટીપાં પાણીનો ગામના તળાવમાં સંગ્રહ કરી તેનો પશુઓ અને ખેતી માટ...

ભરૂચ જિલ્લાના નેત્રંગ અને વાલીયા તાલુકાના વિવિધ ગામોએ જળસંચય અભિયાન અન્‍વયે ચાલતી કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું.
Published : May 24, 2018

જળસંચય અભિયાન હેઠળ ચાલતા વિવિધ કામોને ગંભીરતાથી લઇને સમયસર અને ગુણવત્તાસભર રીતે પૂર્ણ થાય તે જોવાની તાકીદ -: મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલ ભરૂચઃ(શુક્રવાર):- સહકાર રાજ્‍ય મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે આજે તેમના નેત્રંગ અને વાલીયા તાલુકાના પ્રવાસ દરમિયાન નેત્રંગ તાલુકાના ચાસવડ, રાજવાડી, નાના જાંબુડા, બીલોઠી, બલદેવા, સાકવા અને વાલીયા તાલુકાના ડણસોલી, ચંદેરીયા અને કરા ગામોએ સુજલામ સુફલામ જળસંચય અભિયાન અંતર્ગત તળાવ ઉંડા કરવાના, ચેકડેમના, વન તલાવડીના કામોની મુલાકાત લઇ સ્‍થળ પર ચાલી રહેલી કામગીરીનું પ્રત્‍યક્ષ અને રસપૂર્વક નિરીક્ષણ કરીને તે અંગેની જાત માહિતી મેળવી હતી. મંત્રીશ્રીએ આ પ્રસંગે સ્‍વયં જે.સી.બી. ચલાવીને શ્રમદાન કર્યું હતું. મંત્રીશ્રીની વિવિધ ગામોની મુલાકાત દરમિયાન ગ્રામજનોને પ્રતિભાવ આપતા...

ભરૂચ તાલુકાના ઉમરા, કવિઠા ગામોએ મનરેગા યોજના હેઠળ ચાલી રહેલા તળાવ ઉંડા કરવાના કામનું નિરીક્ષણ કરવામાં આવ્યું.
Published : May 20, 2018

સુજલામ સુફલામ જળસંચય અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લામાં ચાલી રહેલા જળસંચયના કામો વેગીલા બન્યાં છે. ભરૂચ તાલુકાના ઉમરા અને કવિઠા ગામોએ મનરેગા યોજના હેઠળ ચાલુ રહેલા તળાવ ઉંડુ કરવાના કામનું સહકાર રાજ્ય મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે નિરીક્ષણ કર્યું હતું અને ગ્રામજનો સાથે જરૂરી ચર્ચા કરી જળસંચય અભિયાનની માહિતી પુરી પાડી હતી. તેમણે ગ્રામજનોને ગામ તળાવ ઉંડા થવાથી પશુધનને પીવાના પાણીનો પ્રશ્ન ઉકેલાશે તેમ જણાવી સુજલામ સુફલામ જળ અભિયાનને સફળ બનાવીએ. આ પ્રસંગે કવિઠા ગામે મનરેગા યોજના હેઠળ તળાવનું ઉંડુ કરવાના કામ કરતા શ્રમિક બહેન લલીતાબેન વસાવા અને યોગેશગીરી ગોસ્વામીએ રાજ્ય સરકારના ધ્વારા જળસંચય અભિયાન શરૂ થયું છે જેને કારણે અમોને ઘર આંગણે રોજગારી મળી રહી છે. જેને અમોને આનંદ છે. ઉમરા અને કવિઠા ગામોની મંત્રીશ્...

ભરૂચ તાલુકાના નંદેલાવ, પારખેત અને પાદરીયા ગામોમાં તળાવ ઉંડા કરવાની કામગીરીનું નિરીક્ષણ ર્ક્‍યું.
Published : May 19, 2018

સહકાર મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે આજે ભરૂચ તાલુકાના નંદેલાવ, પારખેત અને પાદરીયા ગામોની મુલાકાત લઇ સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓના સહયોગથી તળાવ ઉંડા કરવાની ચાલતી કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ ર્ક્‍યું હતું તથા આ કામોથી થનારા લાભોની ગ્રામજનો સાથે ચર્ચા કરી હતી. તેમણે સુજલામ સુફલામ જળસંચય અભિયાન ગુજરાતની જળસંગ્રહની તાકાત વધારશે અને ખેતી તથા પર્યાવરણ સુધારશે તેવો વિશ્વાસ વ્‍યક્‍ત ર્ક્‍યો હતો. તેમણે જણાવ્‍યું હતું કે, જળ સંચય અભિયાન હેઠળ રાજ્‍યના તેર હજાર જેટલા તળાવો અને જળષાોતોની ઉંડાઇ વધારી કાપ કાઢવો, સમારકામ કરવું જેવા કામો કરવામાં આવશે. જેનાથી ગુજરાતની જળ સંગ્રહની ક્ષમતામાં વધારો થશે. મંત્રીશ્રીએ જળસંચયના કામો ગુણવત્તાસભર અને પરિણામદાયક થાય તથા તેમાં પુરતી કાળજી લેવાનો સંસ્‍થાઓને અનુરોધ કરતાં ઉમેર્ય...

દેડીયાપાડા તાલુકાના ચીકદા ખાતે મુખ્યમંત્રીએ શ્રમદાન કરી ગામતળાવ ઊંડું કરવાની કામગીરીનું નિરીક્ષણ કર્યું
Published : May 18, 2018

મુખ્યમંત્રીશ્રી:તળાવોને ઊંડા ઉતારવાનું અભિયાન ઈશ્વરીય કાર્ય: જનભાગીદારીથી લોકોના આશીર્વાદ મળી રહ્યા છે ખારા પાણીને મીઠા કરવાની યોજના બાદ હવે ગટરના પાણીને રિ-સાયકલ કરી ખેતી અને ઉદ્યોગોને આપવાની રાજ્ય સરકારની યોજના રાજ્યમાં વધારાની ૧૧ હજાર લાખ ઘન ફૂટ પાણીની સંગ્રહક્ષમતા વધારવાનો લક્ષ્યાંક સેવ્યો છે   .. .. .. .. .. ..  મુખ્યમંત્રીશ્રીએ મનરેગાના શ્રમિકોને સુખડી- છાશનું વિતરણ કરી ખબર-અંતર પૂછ્યા સુજલામ્ સુફલામ્ જળસંચય અભિયાનમાં દાતાઓ તરફથી દાનની સરવાણી વહી: રૂા.૨૭ લાખના ચેકો મુખ્યમંત્રીશ્રીને અર્પણ કરાયામુખ્યમંત્રીશ્રીના હસ્તે જિલ્લાના ૨૫ જેટલા નવનિર્મિત તળાવોનું ડિજિટલ લોકાર્પણ કરાયુંમુખ્યમંત્રીએ સુજલામ સુફલામ જળ અભિયાન:૨૦૧૮ ની ઝલક પ્રસ્તુત કરતી વિડીયો ફિલ્મનું લોન્ચિંગ કર્યું મુખ્યમંત્રી દ્વાર...

સાવલી, સેવાડા, વ્યાધર, સાંઢીયા, વાંસલા અને ઉમરવા (જોશી) ગામોએ ચાલી રહેલા તળાવ ઉંડા કરવાના જળ સંચયના કામોનું જાત નિરીક્ષણ.
Published : May 17, 2018

સાવલી, સેવાડા, વ્યાધર, સાંઢીયા, વાંસલા અને ઉમરવા (જોશી) ગામોએ ચાલી રહેલા તળાવ ઉંડા કરવાના જળ સંચયના કામોનું જાત નિરીક્ષણ કરતાં સહકાર રાજ્યમંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલસાવલી ગામે ચાર ભાગમાં વહેંચાયેલા તળાવને એક જ મોટા-વિશાળ તળાવમાં રૂપાંતર થાય તેવી મંત્રીશ્રી સમક્ષ ગ્રામજનોની રજૂઆતમનરેગા હેઠળ શ્રમદાન કરી રહેલા શ્રમિકોને મંત્રીશ્રીએ છાસનું વિતરણ કરીને ખબર અંતર પૂછ્યારાજપીપલા, શુક્રવાર – ગુજરાતનાં સહકાર રાજ્ય મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે ગઇકાલે નર્મદા જિલ્લાનાં તિલકવાડા તાલુકાનાં સાવલી, સેવાડા, વ્યાધર તેમજ ગરૂડેશ્વર તાલુકનાં સાઢિયા, વાંસલા અને ઉમરવા (જોશી) ગામોએ સુજલામ-સુફલામ યોજના અંતર્ગત તળાવ ઉંડા કરવાની ચાલી રહેલી જળસંચયની કામગીરીનું નિરીક્ષણ કરી જે તે સ્થળ પર કામગીરી સંદર્ભે માર્ગદર્શનની સાથે જ...

દેડીયાપાડા તાલુકાના ચીકદા ખાતે ગામતળાવ ઉંડુ કરવાની કામગીરીનું નિરીક્ષણ.
Published : May 17, 2018

તા.૧૯ મી એ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી સુજલામ સુફલામ જળસંચય અભિયાન હેઠળ દેડીયાપાડા તાલુકાના ચીકદા ખાતે ગામતળાવ ઉંડુ કરવાની કામગીરીનું નિરીક્ષણ કરશેમનરેગા હેઠળના જળસંચયના કામમાં મુખ્યમંત્રીશ્રી શ્રમદાન કરવાની સાથે વૃક્ષારોપણ કરશે.૫૦ હજાર ઘનમીટર પાણીની સંગ્રહ ક્ષમતાવાળા ચીકદા તળાવને ઉંડુ કરવાથી ૨૦ થી ૨૫ હજારઘનમીટર માટીના ખોદકામ થકી વધુ ૨૦ થી ૨૫ હજાર ઘનમીટર પાણી સંગ્રહની ક્ષમતામાં વધારો થશેજિલ્લાકક્ષાએ ઉપલબ્ધ વિવિધ ફંડના ઉપયોગ થકી ઉનાળા દરમિયાન પાણીની અંશતઃ તંગીવાળા વિસ્તારો તથા દેડીયાપાડા અને ગરૂડેશ્વરના અંતરિયાળ વિસ્તારોમાં ૨૫ જેટલા નવા તળાવો થકી ૧૪ લાખ ઘનમીટર માટીનું ખોદકામ કરીને ૨૦ કરોડ લીટર પાણીની  સંગ્રહ ક્ષમતા ઉભી કરાઇરાજપીપલા, ગુરૂવાર – ગુજરાત સ્થાપના દિનથી સમગ્ર રાજ્યમાં સુજલામ સુફલ...

દેડીયાપાડા તાલુકાના બેસણા, લાડવા, ગાજરગોટા અને મોસ્કુવા ગામોની મુલાકાત લઇ ગામ તળાવ ઉંડા કરવાની ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું.
Published : May 05, 2018

રાજપીપલા, શનિવાર – સમગ્ર ગુજરાતમાં રાજ્ય સ્થાપના દિનથી પ્રારંભાયેલા સુજલામ-સુફલામનું રાજ્યવ્યાપી જળ સંચય અભિયાન પ્રજાજનો, સામાજિક-સ્વૈચ્છિક-ધાર્મિક સંસ્થાઓ સહિત વિવિધ સંગઠનોની જનભાગીદારીથી આગળ ધપી રહ્યું છે, ત્યારે નર્મદા જિલ્લામાં પણ આ અભિયાન હેઠળ લોકસહયોગથી શરૂ થયેલા તળાવ ઉંડા કરવાના વિવિધ કામોની સહકાર રાજ્ય મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે ગઇકાલે સાંજે મુલાકાત લઇ જે તે ગામે થઇ રહેલી કામગીરીનું નિરીક્ષણ કરી અમલીકરણ અધિકારીઓને સ્થળ ઉપર જ જરૂરી સૂચનાઓ આપી હતી. સહકાર રાજ્ય મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે ગઇકાલે નર્મદા જિલ્લાની સતત બીજા દિવસે પણ લીધેલી મુલાકાત દરમિયાન બપોર બાદ દેડીયાપાડા તાલુકાના બેસણા, લાડવા, ગાજરગોટા અને મોસ્કુવા એમ કુલ- ૪ જેટલા ગામોની મુલાકાત લઇ આ ગામોમાં તળાવ ઉંડા કરવાની હાથ ધરાયેલી...

સુજલામ-સુફલામ જળસંચય અભિયાન અંતર્ગત જિલ્લાનાં ભદામ, મોટા લીમટવાડા અને સાંજરોલી ગામોએ તળાવ ઉંડુ કરવાની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું.
Published : May 04, 2018

રાજપીપલા, શુક્રવાર – સમગ્ર રાજ્યમાં ગુજરાત સ્થાપના દિન-ગુજરાત ગૌરવ દિનથી પ્રારંભાયેલા સુજલામ-સુફલામ જળસંચયના રાજ્યવ્યાપી અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લામાં હાથ ધરાયેલા જળસંચયના કામોનો જુદા જુદા તાલુકા અને ગામોમાં પ્રારંભ થયા બાદ આ અભિયાન નર્મદા જિલ્લામાં ક્રમશઃ આગળ ધપી રહ્યું છે. ગુજરાતનાં સહકાર રાજ્ય મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે ગઇકાલે સાંજે નાંદોદ તાલુકાનાં ભદામ, મોટા લીમટવાડા અને ગરૂડેશ્વર તાલુકાનાં સાંજરોલી ગામે તળાવ ઉંડુ કરવાના સ્થળની મુલાકાત લઇ આ જગ્યાઓએ જેસીબી મશીનથી તળાવ ઉંડુ કરવાની થઇ રહેલી કામગીરીનું રસપૂર્વક નિરીક્ષણ કર્યું હતું અને સ્થળ ઉપર જિલ્લા પ્રશાસનનાં અધિકારીઓને તળાવની કામગીરી બાબતે જરૂરી સૂચનો કરવાની સાથે તળાવ ખોડાણની માટીના યોગ્ય ઉપયોગ સાથે તેનો નિકાલ થાય તે માટે સ્થળ પર જ જ...

ભરૂચ ખાતે ગ્રામ સ્‍વરાજ અભિયાન અંતર્ગત કિસાન કલ્‍યાણ મહોત્‍સવ-૨૦૧૮ કાર્યક્રમ યોજાયો
Published : May 02, 2018

ભરૂચઃ(બુધવાર):- ગ્રામ સ્‍વરાજ અભિયાન ઉજવણી અંતર્ગત રાજ્‍યના દરેક તાલુકાઓમાં કિસાન કલ્‍યાણ મહોત્‍સવ ઉજવવાનું નક્કી કરવામાં આવ્‍યું છે. જેના ભાગરૂપે ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે કિસાન કલ્‍યાણ મહોત્‍સવ-૨૦૧૮ નો કાર્યક્રમ સહકાર વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલના અધ્‍યક્ષપણા હેઠળ યોજાયો હતો. આ કાર્યક્રમનું દિપ પ્રાગટય કરી સમારંભના અધ્‍યક્ષસ્‍થાનેથી મંત્રીશ્રીએ જણાવ્‍યું હતું કે, કૃષિ મહોત્‍સવ જેવા કાર્યક્રમોના માધ્‍યમથી ખેડૂતો મહત્તમ ઉત્‍પાદન મેળવતાં થયા છે. ખેડૂત આધુનિક ખેત પધ્‍ધતિ અપનાવે અને મહત્તમ ખેત ઉત્‍પાદન મેળવે તે માટે કૃષિ મહોત્‍સવ જેવા કાર્યક્રમોથી પુરતી જાણકારી ખેડૂતોને આપવામાં આવે છે. તેમણે રાજ્‍ય સરકારે ખેડૂતો માટે લીધેલા નિર્ણયોની વિગતો માહિતી આપી કહ્‍યું હતું ...

ભરૂચના શાહપુરા ગામ ખાતે જળસંચય અંતર્ગત તળાવ ઊંડા કરવાનાં કામની તાલુકાના આગેવાનો સાથે મુલાકાત કરી હતી.
Published : May 02, 2018

ભરૂચના ઓસારા ગામ ખાતે સૂજલામ-સુફલામ જળસંચય અભિયાન હેઠળ તળાવ ઊંડુ કરવાની કામગીરી ચાલી રહી છે જેનું નિરીક્ષણ કરતાં સહકાર વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલ તસ્‍વીરમાં નજરે પડે છે....

ગૌરવ દિનની ઉજવણીના અવસરે અંકલેશ્વર ખાતે રૂ. સાત કરોડના વિકાસ પ્રકલ્‍પોનું લોકાર્પણ/ખાતમૂહુર્ત કરતા નાયબ મુખ્‍યમંત્રી
Published : May 01, 2018

ભરૂચઃ(સોમવાર):- ૧ લી મે ના રોજ ભરૂચમાં ગુજરાત સ્‍થાપના દિનની રાજયકક્ષાની ઉજવણીના ઉપલક્ષ્યમાં અંકલેશ્વર ખાતે નાયબ મુખ્‍યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલના હસ્‍તે રૂ.સાત કરોડના ખર્ચે વિવિધ વિકાસ પ્રકલ્‍પોનું ભૂમિપૂજન અને લોકાર્પણ સંપન્ન થયું હતું.લોકાર્પણ કાર્યક્રમમાં સંબોધન કરતા નાયબ મુખ્‍યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલે જણાવ્‍યું હતું કે, નવી પેઢી એ વાતથી કદાચ અજાણ હશે કે મહારાષ્‍ટ્રમાંથી અલગ થવા માટે મહાગુજરાત આંદોલનમાં અનેક નવલોહિયા યુવાનોએ પોતાના પ્રાણોની આહૂતિ આપી શહીદી વહોરી હતી. ત્‍યારે આપણને ગુજરાત રાજય મળ્‍યું હતું. ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી માત્ર પ્રાસંગિક ન રહેતા સંબંધિત જિલ્લામાં ૧લી મેની ઉજવણીની સાથે ગામે-ગામ કરોડો રૂપિયાના વિકાસકાર્યોની ભેટ ધરીને વિકાસોન્‍મુખ શાસનના દર્શન કરાવવાની એક ઉમદા પરંપ...

બોટાદ શહેરની મોડલ સ્કુલના વિદ્યાર્થીઓના વાંચન – લેખન અને ગણન કૌશલ્યની ચકાસણી કરવામાં આવી.
Published : Apr 07, 2018

બોટાદ જિલ્લામાં ગુણોત્સવ કાર્યક્રમ અંતર્ગત બોટાદ શહેરની મોડલ સ્કુલની સહકાર રાજ્ય મંત્રીશ્રી અને જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે મુલાકાત લઈ ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓના વાંચન – લેખન અને ગણન કૌશલ્યની ચકાસણી કરી હતી.આ પ્રસંગે પ્રભારી મંત્રીશ્રીએ જણાવ્યું હતુ કે, રાજ્યમાં શિક્ષણના સ્તરમાં સુધારો થાય અને એકપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે ૧૫ વર્ષ પહેલાં તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ અભિનવ અભિયાન આરંભ્યુ હતુ, જેના પરિણામે રાજ્યની શાળાઓમાં ભૌતિક સુવિધાઓની સાથે શિક્ષણની ગુણાત્મકતામાં પણ વધારો થયો છે. તેમણે ઉમેર્યું હતુ કે, રાજ્ય સરકારે હાથ ધરેલા શાળા પ્રવેશોત્સવ – કન્યા કેળવણી મહોત્સવ રૂપી યજ્ઞકાર્યના કારણે આજે ડ્રોપ આઉટ રેટમાં નોંધપાત્ર ઘટાડો થયો...

અંતરિયાળ વિસ્તારના લોકોને પીવાનું પાણી યોગ્ય માત્રામાં મળી રહે તે માટે સુદ્રઢ આયોજનબધ્ધ કાર્ય કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
Published : Apr 07, 2018

બોટાદ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી અને ગુજરાતના સહકાર રાજ્ય મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને આજે બોટાદ જિલ્લાની પીવાના પાણીની સમિક્ષા અર્થે જિલ્લાના અધિકારીઓની બેઠક યોજાઈ હતી.આ બેઠકને સંબોધતાં મંત્રીશ્રીએ સબંધિત અધિકારીશ્રીઓને જિલ્લાના અંતરિયાળ વિસ્તારના લોકોને પીવાનું પાણી યોગ્ય માત્રામાં મળી રહે તે માટે સુદ્રઢ આયોજનબધ્ધ કાર્ય કરવા અનુરોધ કર્યો હતો.મંત્રીશ્રીએ બેઠકમાં ઉપસ્થિત અધિકારીશ્રીઓ પાસેથી ભૂતકાળમાં ઉભી થયેલી પીવાના પાણીની પરિસ્થિતિ અને તે સમયે લેવાયેલ પગલાંઓ તેમજ હાલની પીવાના પાણીની પરિસ્થિતિ અને તે સંદર્ભે હાથ ધરાવામાં આવેલ આયોજન – કામગીરી બાબતે વિસ્તૃત ચર્ચા કરી અધિકારીશ્રીઓને સજાગતા સાથે લોકોને પીવાનું પાણી યોગ્ય માત્રામાં મળી રહે તે માટે કાર્ય કરવા જણાવ્યું હતુ.મંત્રીશ્રી...

ગ્રામ્‍ય વિસ્‍તારોમાં અગાઉથી પાણીના પ્રશ્નોનો સર્વે કરી તાત્‍કાલિક આગોતરૂ આયોજન કરવા પ્રભારીમંત્રીશ્રીની તાકીદ
Published : Apr 07, 2018

સુરેન્‍દ્રનગર નગરપાલિકા અને પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ સંકલન કરીને નિયમિત પાણી પુરવઠો પુરો પાડે - રાજયમંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલ  -------અગરીયા વિસ્‍તારમાં પીવાના પાણી માટે વધારે ટેન્‍કરોની વ્‍યવસ્‍થા કરાશે - કલેકટરશ્રી ઉદ્દીત અગ્રવાલમંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલના અધ્‍યક્ષસ્‍થાને જિલ્‍લાના વિવિધ પ્રશ્નોના નિરાકણર માટે સમીક્ષા બેઠક યોજાઇ... સુરેન્‍દ્રનગર :- આગામી દિવસોમાં ઉનાળો શરૂ થઇ રહયો છે, ત્‍યારે સુરેન્‍દ્રનગર જિલ્‍લાના ગામોમાં પાણી પુરવઠા વિભાગના અધિકારીઓએ પાણીના પ્રશ્નો ઉભા ન થાય તે માટે અગાઉથી જ ગામની મુલાકાત લઇ સર્વે કરી તેના નિરાકરણ અંગે આગોતરૂ આયોજન કરી પાણી પુરૂ પાડવા રાજયના સહકાર અને રમત ગમત તથા જિલ્‍લાના પ્રભારી મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે તાકીદ કરી છે.સુરેન્‍દ્રનગર જિલ્‍લાને સ્‍પ...

વડોદરામાં આગામી જુલાઇમાં ઓલ ઇન્ડિયા એથ્લેટીક ગેઇમ્સનું આયોજન
Published : Mar 17, 2018

રમતગમત રાજ્યમંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે માંજલપુર સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે બરોડા એથ્લેટીક એસોશિયેશન સાથે બેઠક યોજી આગામી જુલાઇ-૨૦૧૮માં વડોદરામાં યોજાનાર ઓલ ઇન્ડિયા એથ્લેટીક ગેઇમ્સના આયોજન સંદર્ભમાં ચર્ચા વિચારણા કરી હતી. ...

બોટાદ જિલ્લાના કુંડળધામ ખાતે મહિલા સંમેલન યોજાયું. જિલ્લામાં વિશિષ્ટ કામગીરી કરનાર મહિલાઓને સન્માનિત કરાઈ.
Published : Mar 10, 2018

બોટાદ જિલ્લાના કુંડળધામ ખાતે આંતરરાષ્‍ટ્રીય મહિલા દિનની ઉજવણી અન્વયે રાજ્યમંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં મહિલા સંમેલન યોજાયું હતુ.આ મહિલા સંમેલનમાં ઉદ્દબોધન કરતાં મંત્રીશ્રીએ જણાવ્‍યું હતુ કે, ગુજરાતના વિકાસમાં મહિલાઓની સહભાગીદારીતા વધે તે માટે રાજ્ય સરકાર કાર્યશીલ છે, ત્યારે આપણે સૌએ પણ દિકરીઓને બચાવી, દિકરીઓને ભણાવવા સંકલ્‍પબધ્‍ધ બની બેટી બચાવો અભિયાનને સાર્થક કરવું પડશે.મંત્રીશ્રીએ કહ્યું હતુ કે, મુખ્યમંત્રીશ્રી વિજ્યભાઇ રૂપાણીની આગેવાની હેઠળ રાજય સરકારે કરેલી મહિલા કલ્‍યાણકારી પહેલ અને વિવિધ યોજનાકિય લાભોના પરિણામે મહિલા સુરક્ષા અને મહિલા સશક્તિકરણમાં ગુજરાત સમગ્ર દેશમાં મોખરાનું સ્‍થાન ધરાવે છે.તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકારે મહિલા સશક્તિકરણ માટે કરેલી આરોગ્ય, શિક્ષણ, રોજગારી સ...

રાજ્‍યપાલશ્રીની ઉપસ્‍થિતિમાં શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત ધી દીવાન ધનજીશા હાઇસ્‍કુલ ઝઘડીયાના શતાબ્‍દી મહોત્‍સવની ઉજવણી.
Published : Feb 16, 2018

રાજ્‍યપાલશ્રી ઓ.પી.કોહલીજીએ ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતે નર્ર્મદામૈયાના પાવન તટે ઇ.સ.૧૯૧૪ થી શિક્ષણ, સંસ્‍કાર અને ચારિત્ર્ય ઘડતર ધ્‍વારા રાષ્‍ટ્રનિર્માણના મહાયજ્ઞ માટે કાર્યરત એવી શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત ધી દીવાન ધનજીશા હાઇસ્‍કુલ ઝઘડીયા ‘સૈકાની સફર' સફળતાપૂર્વક પૂર્ણ કરી શતાબ્‍દી મહોત્‍સવની ઉજવણીનો દિપપ્રગટાવી શુભારંભ કરાવ્‍યો હતો. સાથો સાથ અતિ પછાત શિક્ષણ વિહોણા આદિવાસી વિસ્‍તારમાં શિક્ષણ સંપાદનનું કાર્ય કરી સંસ્‍થાએ સૈકાની સફર પુરી કરી છે. આ શતાબ્‍દી મહોત્‍સવના રૂડા અવસરે સંસ્‍થાપકો, શિક્ષકો, ટ્રસ્‍ટીગણ સર્વેને શુભેચ્‍છા પાઠવી બિરદાવ્‍યા હતા. તેમણે આદિવાસી વિસ્‍તારમાં શિક્ષણ સંપાદનનું કાર્ય કરી સંસ્‍થા સામાજીક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ બની છે તેમ પણ જણાવ્‍યું હતું. ડીસેમ્‍બર - ૧૯૧૩ માં એ.વ...

પેટલાદ ખાતે ૬૯મા પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી સાથે ત્રિરંગો લેહરાવામાં આવ્યો હતો.
Published : Jan 26, 2018

આણંદ જિલ્લાના પેટલાદ ખાતે ભારતના ૬૯મા પ્રજાસત્તાક દિન નિમત્તે જિલ્લા કક્ષાની ઉજવણી હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે  સહકાર, રમત-ગમત યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને વાહનવ્યવહાર રાજય મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલે ભારતના આન-બાન-શાન સમા રાષ્ટ્રધ્વજને લહેરાવીને સલામી આપી હતી.મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે રાષ્ટ્રના ત્રિરંગાની આન-બાન અને શાન માટે વંદેમાતરમના નાદને ગૂંજતો રાખવા માટે જેમણે પોતાના પ્રાણોની આહૂતિ આપી તેવા વીર સપૂતોને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા. રાષ્ટ્રની આઝાદી કાજે સ્વાતંત્ર્ય સંગ્રામમાં યોગદાન આપનાર સ્વાતંત્ર્ય સેનાનીઓની મુલાકાત લઇને આઝાદી પર્વની શુભેચ્છાઓ પાઠવી તેઓનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.મંત્રીશ્રીએ આ પ્રસંગે આણંદ જિલ્લો સ્વતંત્રતા સંગ્રામનો સાક્ષી રહ્યો છે તેનો ઉલ્લેખ કરી અખંડ ભારતના ...

અંકલેશ્વર ખાતે ૧૩ માં અંતર શાળાકીય રમતોત્‍સવ કાર્યક્રમનો ઇનામ વિતરણ સમારંભ મંત્રીશ્રી પ્રેક ઉપસ્‍થિતિમાં યોજાયો.
Published : Jan 25, 2018

અંકલેશ્વર ઇન્‍ડસ્‍ટ્રીયલ ડેવલપમેન્‍ટ સોસાયટી આયોજીત જીઆઇડીસી અંકલેશ્વર વિસ્‍તારની શાળાઓમાં યોજાયેલી વિવિધ રમતોત્‍સવ કાર્યક્રમનો ઇનામ વિતરણ સમારંભ આજે અંકલેશ્વર ખાતે ડી.એ.આનંદપુરા સ્‍પોર્ટસ કોમ્‍પલેક્ષ ખાતે સહકાર, રમતગમત યુવા અને સાંસ્‍કૃત્તિક પ્રવૃતિઓ અને વાહનવ્‍યવહાર વિભાગના રાજયકક્ષાના મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલની પ્રેરમ ઉપસ્‍થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે અંકલેશ્વર ઇન્‍ડસ્‍ટ્રીયલ એસોસીએશનના આગેવાન હોદ્દેદારો ઉપસ્‍થિત રહ્‍યા હતા. કાર્યક્રમમાં વિવિધ સ્‍પર્ધાના વિજેતા સ્‍પર્ધકોને ઇનામ વિતરણ કરતાં મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્‍યું હતું કે, વિદ્યાર્થીઓએ ભણતરની સાથે સાથે રમતગમતક્ષેત્રે પણ આગળ આવવું જોઇએ. રમતગમત ક્ષેત્રે આગળ આવવાથી જીવનમાં ખેલદિલીની ભાવના પ્રગટે છે. તેમણે રાજય સરકાર ધ્‍વારા ખેલ...

નારાયણ વિદ્યાલય - ભરૂચ ખાતે ૧૦૦૦ વિવિધ વિષયોમાં પ્રયોગો, મોડેલ્‍સ જેવા પ્રોજેક્‍ટનું ભવ્‍ય પ્રદર્શન યોજાયું.
Published : Jan 12, 2018

ભરૂચની શક્‍તિનાથ સર્કલ વિસ્‍તારમાં આવેલ નારાયણ વિદ્યાલય ધ્‍વારા પ.પૂ. નારાયણબાપુના આશ્રમમાં ધોરણ-૪ થી ૧૧ વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્‍ય પ્રવાહ(ગુજરાતી અને અંગ્રેજી માધ્‍યમ) ના વિદ્યાર્થીઓ ધ્‍વારા સ્‍વનિર્મિત પ્રયોગો, મોડેલ્‍સ જેવા પ્રોજેક્‍ટના ૧૦૦૦ વિવિધ વિષયોમાં યોજાયેલા ભવ્‍ય પ્રદર્શનનું સહકાર, રમતગમત, સાંસ્‍કૃત્તિક તથા વાહન વ્‍યવહાર વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે રીબીન કાપીને ખુલ્લું મૂક્‍યું હતું. આ પ્રસંગે જિલ્લા આગેવાનશ્રી મારૂતિસિંહ અટોદરીયા, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી નૈષધભાઇ મકવાણા, આચાર્ય સંઘના પ્રમુખશ્રી પી.ડી.રાણા, શાળાના ચેરમેનશ્રી હેમંતભાઇ પ્રજાપતિ ઉપસ્‍થિત રહ્‍યા હતા.સહકાર, રમતગમત, સાંસ્‍કૃત્તિક તથા વાહન વ્‍યવહાર વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે ભવ...

શ્રવણ વિદ્યાધામ - ભરૂચ ખાતે તેજસ્‍વી તારલા અને ઉત્‍કૃષ્‍ઠ રમતવીરોનો સન્‍માનનો કાર્યક્રમ અધ્‍યક્ષસ્‍થાને યોજાયો
Published : Jan 12, 2018

અજીત એજ્‍યુકેશનલ ટ્રસ્‍ટ સંચાલિત શ્રવણ વિદ્યાધામ - ભરૂચ ખાતે આજે યુવા દિનની ઉજવણી તેજસ્‍વી તારલા અને ઉત્‍કૃષ્‍ઠ રમતવીરોના સન્‍માનનો કાર્યક્રમ સહકાર, રમતગમત, સાંસ્‍કૃત્તિક તથા વાહન વ્‍યવહાર વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલના અધ્‍યક્ષસ્‍થાને યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી નૈષધભાઇ મકવાણા, જિલ્લા આગેવાનશ્રી મારૂતિસિંહ અટોદરીયા, ભરૂચ જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખશ્રી પ્રવિણસિંહ રણા, નંદેલાવ ગ્રામપંચાયતના સરપંચશ્રી રતિલાલભાઇ ચૌહાણ, શાળાના ટ્રસ્‍ટીશ્રી કિરણભાઇ બીનીવાલે ઉપસ્‍થિત રહ્‍યા હતા. આ પ્રસંગે ધોરણ - ૧૦ અને ૧૨ ના તેજસ્‍વી તારલાઓનું સન્‍માન, શ્રેષ્‍ઠ વિદ્યાર્થી - ૨૦૧૭-૧૮ એવોર્ડ, રમતગમત ક્ષેત્રે વિજેતા ખેલાડીઓનું ટ્રોફી અને મેડલ ધ્‍વારા સન્‍માન, શાળાની ક્‍વીઝ સ્‍પર્ધ...

ભૃગુતિર્થ ભરૂચ ખાતે સેંકડો કરોડના પ્રકલ્‍પોનું ભૂમિપૂજન/લોકાર્પણ અને ભાડભૂત બેરેજ યોજના, નીમ પ્રોજેકટ અને અંત્‍યોદય એકસપ્રેસ ટ્રેનનું ભરૂચ ખાતે લોકાર્પણકરતા વિકાસપુરૂષ શ્રી નરેન્‍દ્રભાઇ મોદીજી.
Published : Oct 08, 2017

ચોર-લુટેરાઓને દેશની સંપતિ સામે ષડયંત્ર રચી રહેલાઓને સાવધ રહેવાની સાથે ઇમાનદારીનો ઇતિહાસ રચી ઇતિહાસ બનાવવાની હિમાયત કરતા વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદી ભૃગુતિર્થ ભરૂચ ખાતે સેંકડો કરોડના પ્રકલ્‍પોનું ભૂમિપૂજન/લોકાર્પણ કરતા વિકાસપુરૂષ શ્રી નરેન્‍દ્રભાઇ મોદી ભાડભૂત બેરેજ યોજના, નીમ પ્રોજેકટ અને અંત્‍યોદય એકસપ્રેસ ટ્રેનનું ભરૂચ ખાતે લોકાર્પણ : ...

અંકલેશ્વર ખાતે ભરૂચ તથા નર્મદા જિલ્લાના મેગા જોબફેરનું સફળ આયોજન
Published : Sep 16, 2017

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ઔદ્યોગિક તાલીમ સંસ્‍થા ખાતે આજે યોજાયેલ ભરૂચ તથા નર્મદા જિલ્લાના ‘મેગા જોબફેર' કાર્યક્રમનું માંગલદીપ પ્રાગટયકરણથી રાજ્‍યના આદિજાતિ વિકાસ, પ્રવાસન અને વન વિભાગના મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા, સહકાર વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલ અને સાંસદશ્રી મનસુખભાઇ વસાવાએ મેગા જોબફેરને ખૂલ્લો મુક્‍યો હતો. આ પ્રસંગે તાલુકા પંચાયત અંકલેશ્વરના પ્રમુખશ્રી ભરતભાઇ પટેલ, જિલ્લા કલેક્‍ટરશ્રી સંદિપ સાગલે, રોજગાર અને તાલીમ વિભાગ ગાંધીનગરના અધિક નિયામકશ્રી વી.એન.શાહ, આઇ.ટી.આઇ. અંકલેશ્વરના આચાર્યશ્રી બી.ડી.રાવળ, આઇ.ટી.આઇ. રાજપીપળાના આચાર્યશ્રી એ.ડી.ચૌધરી ઉપસ્‍થિત રહ્‍યા હતા. આ પ્રસંગે મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા, રાજય મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલ તથા સાંસદશ્રી મનસુખભાઇ વસાવા અને મહાનુભ...

અંકલેશ્વર તાલુકાના જુના બોરભાઠા બેટ ગામે ‘‘સેવા સેતુ'' નો કાર્યક્રમ રાજ્‍યકક્ષાના મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલના અધ્‍યક્ષસ્‍થાને યોજાયો
Published : Sep 15, 2017

રાજ્‍ય સરકાર ધ્‍વારા પ્રજાને લગતા અનેકવિધ પ્રશ્નો સરકારશ્રીની વિકાસશીલ તથા લોકોપયોગી યોજનાઓ પ્રવૃત્તિઓ તથા પ્રજાની વ્‍યક્‍તિલક્ષી રજૂઆતોના ઉકેલની ઝડપ વધે અને ચોક્કસ સમયમર્યાદામાં તથા પારદર્શી રીતે નિકાલ થાય તે હેતુસર ગ્રામ્‍યકક્ષાએ ‘‘સેવા સેતુ'' નો કાર્યક્રમ યોજવાનો નવીન અભિગમ અમલમાં મુકવામાં આવ્‍યો છે. જે અંતર્ગત ત્રીજા તબક્કાના સેવા સેતુનો કાર્યક્રમ અંકલેશ્વર તાલુકાના જુના બોરભાઠા બેટ ખાતે રાજ્‍યના સહકાર વિભાગના મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલના અધ્‍યક્ષસ્‍થાને યોજાયો હતો. આ પ્રસંગે અંકલેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખશ્રી ભરતભાઇ પટેલ, પ્રાંત અધિકારીશ્રી રમેશભાઇ ભગોરા ઉપસ્‍થિત રહ્‍યા હતા. આ પ્રસંગે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત જુના બોરભાઠા બેટ મુકામે રૂા.૧ કરોડ વીસ લાખના ખર્ચે તૈયાર થયેલ પ્રાથમિક શાળા...

સ્‍વચ્‍છતા અભિયાન અંતર્ગત અંકલેશ્વર શહેરી વિસ્‍તારમાં ડોર ટુ ડોર ઘન કચરા કલેકશન વાહનને લીલી ઝંડી બતાવી મંત્રીશ્રીએ પ્રારંભ કરાવ્‍યો
Published : Sep 01, 2017

પારદર્શિ પ્રશાસન માટે કટિબધ્‍ધ સરકાર દ્વારા પ્રજાની લાગણી, માંગણી, અપેક્ષા પૂર્ણ કરવા તથા સરકારશ્રીની યોજનાઓના લાભ અને સહાયતા અંગેની નાગરિકોની વ્‍યક્‍તિગત રજૂઆતો/અરજીઓનો સ્‍થળ પર જ ઉકેલ માટે અંકલેશ્વર નગરપાલિકાનો વોર્ડ નં.૧, ૬ અને ૭ વિસ્‍તારનો સેવા સેતુનો કાર્યક્રમ રમણમૂળજી હોલ, હાંસોટ રોડ, અંકલેશ્વર ખાતે સહકાર વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલના અધ્‍યક્ષસ્‍થાને યોજાયો હતો. આ પ્રસંગે સ્‍વચ્‍છતા અભિયાન અંતર્ગત અંકલેશ્વર શહેરી વિસ્‍તારમાં ડોર ટુ ડોર ઘન કચરાના કલેકશનનો પ્રારંભ પણ નગરપાલિકા કચેરી - અંકલેશ્વર ખાતે મંત્રીશ્રીએ કલેકશન વાહનને લીલી ઝંડી બતાવી પ્રસ્‍થાન કરાવ્‍યું. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખશ્રીમતી મીનાબહેન પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી ભરતભાઇ પટેલ, નગરપાલિકાના આગેવા...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે જિલ્લાકક્ષાના સ્‍વાતંત્ર્યપર્વની દબદબાભેર ઉજવણી થઇ
Published : Aug 15, 2017

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે જિલ્લા કક્ષાના ૭૧ માં સ્‍વાતંત્ર્ય પર્વ નિમિત્તે રાજ્‍યના સહકાર વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે રાષ્‍ટ્રધ્‍વજને સલામી આપ્‍યા બાદ સ્‍વાતંત્ર્ય પર્વની ઉજવણી અવસરે ભારતની આઝાદી માટે અવિરત સંઘર્ષ કરી નામી-અનામી અનેક વિરલાઓએ પોતાની જીંદગી આઝાદીની લડતમાં હોમીને આપણને મહામુલી આઝાદી અપાવી છે. ભારતના તિરંગાની આન-બાન-શાન માટે વંદેમાતરમનો મંત્ર ગુંજતા-ગુંજવતા જીવન હોમી દીધા છે એમના બલિદાનને આપણે એળે જવા દેવાનું નથી તેમ જણાવી સ્‍વતંત્ર્યવીરોને શ્રધ્‍ધાંજલિ અર્પી ભરૂચ જિલ્લાના પ્રજાજનોને સ્‍વાતંત્ર્ય પર્વની શુભેચ્‍છાઓ પાઠવતા જણાવ્‍યું હતું કે, ગુજરાતે વિકાસના તમામ ક્ષેત્રોમાં અનેક સિધ્‍ધિઓ હાંસલ કરી છે. સાથો સાથ સમગ્રતયા વિકાસના તમામ આયામોમાં ભરૂચ જિલ્લાએ નોં...

અંક્લએશ્વર ખાતે ગોયાબજાર શાળા સંકુલ અને નોબરીયા પ્રાથમિક શાળા સંકુલ ખાતે મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ પ્રેરક ઉપસ્થિતમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો
Published : Jun 23, 2017

ધો.૧માં ૯૨ બાળકોને મોં મીઠુ કરાવી, કીટ વિતરણ, દફ્તર એનાયત કરી શાળા પ્રવેશોત્સવ કરાયોદિલેરદાતાઓનું મંત્રીશ્રીના હસ્તે સન્માન કરાયુંશાળા પટાંગણમાં મંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ થયું   તા. ૨૨ થી ૨૪ જૂન ૨૦૧૭ દરમ્યાન સમગ્ર રાજ્ય્માં યોજાઇ રહેલા શહેરી વિસ્તાર માટેના શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના આજનાબીજા દિવસે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્રારા અંકલેશ્વર ખાતે ગોયાબજાર શાળા સંકુલ અને નોબરીયા પ્રાથમિક શાળા સંકુલ ખાતે સહકાર વિભાગના મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલની પ્રેરક ઉપસ્થિતમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્ર્મ યોજાયો હતા. આ પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ શ્રી મીનાબહેન પટેલ, ઉપપ્રમુખ શ્રી કલ્પેશ્ભાઇ એમ. મોદી, કારોબારી અધ્યક્ષ શ્રી સંદિપભાઇ બી. પટેલ, દિલેરદાતા પૈકી સામાજીક ...

ભરૂચ જી.એન.એફ.સી. ટાઉનશીપ ખાતે વિશ્વ યોગ દિનની જિલ્લાકક્ષાની થયેલી ઉજવણી
Published : Jun 21, 2017

આજે ૨૧ મી જૂન વિશ્વ યોગ દિનની ઉજવણી ભરૂચ જી.એન.એફ.સી. ટાઉનશીપ ખાતે ભવ્‍યાતિભવ્‍ય રીતે કરવામાં આવી હતી. વહેલી સવારથી જી.એન.એફ.સી. ખાતે મહાનુભાવો સહિત બાળકો અને પ્રબુધ્‍ધ નાગરિકોએ પ્રવેશ મેળવ્‍યો હતો અને અંદાજે ૧૨૦૦૦ જેટલાં લોકોએ સંગીતના તાલે યોગામાં ભાગ લીધો હતો. આ વિશ્વ યોગ દિનની ઉજવણીના ભાગરૂપે ભરૂચ જી.એન.એફ.સી. ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સહકાર વિભાગના રાજ્‍ય મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલ, ભરૂચના ધારાસભ્‍યશ્રી દુષ્‍યંતભાઇ પટેલ, પૂર્વ મંત્રીશ્રી ખુમાનસિંહ વાંસીયા, નગરપાલિકાના પ્રમુખશ્રી આર.વી.પટેલ, જિલ્લા આગેવાનશ્રી યોગેશભાઇ પટેલ, જિલ્લા કલેક્‍ટરશ્રી સંદિપ સાંગલે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ક્ષિપ્રા અગ્રે, જિલ્લા પોલીસ વડાશ્રી સંદિપ સીંગ સહિત મહાનુભાવો ઉપસ્‍થિત રહ્‍યા હતા. પ્રારંભે સહકાર વિભાગના...

કેન્દ્રિય મંત્રીશ્રીએ હોસ્ટેલ ગ્રાઉન્ડ ભરૂચ ખાતે “મોદી ફેસ્ટ” નો પ્રારંભ કરાવ્યો
Published : Jun 16, 2017

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારની ત્રણ વર્ષની યશસ્વી સિધ્ધિઓ અને લોક ક્લ્યાણકારી શાસન વ્ય્વસ્થાઓની ઝાંખી કરાવવા ભરૂચના હોસ્ટેલના ગ્રાઉન્ડ પર ત્રણ દિવસના “મોદી ફેસ્ટ “ નું આયોજન કરવામાં આવ્યું છે. માઈક્રો, સ્મોલ એન્ડ મિડીયમ એંટરપ્રાઈઝ વિભાગના ભારત સરકારના મંત્રીશ્રી કલરાજ મિશ્રાએતેનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે સહકાર રાજ્ય મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ, પૂર્વ સાંસદશ્રી ભારતસિંહ પરમાર, ધારાસભ્યો સર્વ શ્રી છત્રસિંહ મોરી, અરૂણસિંહ રણા, જિલ્લા કલેક્ટરશ્રી સંદિપ સાગલે ઉપસ્થિત રહ્યા હતા.કેન્દ્ર સરકારના સુશાસનના ત્રણ વર્ષની સિધ્ધિઓની વિગતવાર માહિતી આપતાં ભારત સરકારનાં મંત્રીશ્રી કલરાજ મિશ્રાએ જણાવ્યુ હતું કે , ત્રણ વર્ષના પારદર્શક શાસનથી ભારત દેશની ઈમેજ સમગ્ર દુનિયામાં ઉ...

નેત્રંગ તાલુકાના યાલ અને ખરાઠા પ્રાથમિક શાળા ખાતે મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો
Published : Jun 10, 2017

ભરૂચ જિલ્લાના નેત્રેંગ તાલુકાના યાલ અને ખરાઠા પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી સહકાર રાજ્યમંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. આ પ્રસંગે યાલ અને ખરાઠા પ્રાથમિક શાળા ખાતે અનુક્રમે ૬ અને ૩૩ બાળકોને ભો-૧ માં કુમકુમ તિલક કરી પ્રવેશ અપાયો હતો. આ પ્રસંગે સહકાર રાજ્યમંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, શાળા પ્રવેશોત્સવના માધ્યમથી શિક્ષણસ્તરમાં અનેકગણો સુધારો થયો છે. ડ્રોપ આઉટ રેશિયામાં ઘટાડો થયેલ છે. શાળાઓ માળખાકીય સુવિધાઓથી સજ્જ કરવામાં આવી છે ત્યારે જીવનમાં સ્વવિકાસ માટે શિક્ષણ અનિવાર્ય હોવાનું જણાવી દરેક વાલીઓ પોતાના બાળકને અધવચ્ચેથી ભણતરમાં ઉઠાવીના લે તે માટે અનુરોધ કર્યો હતો. તેમણે કન્યા કેળવણીના ભણતર પર ખાસ ભાર મૂક્યો હતો. યાલ ...

ગરીબી દૂર કરવા માટેનું કોઈ શસ્ત્ર હોય તે શિક્ષણ છે.
Published : Jun 09, 2017

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ગાંધી વિધામંદિર અટાલી ખાતે સહકાર રાજ્ય મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ૩૨ કુમાર અને ૧૬ ક્ન્યા મળી કુલ-૪૮ વિધાર્થીઓને ધોરણ-૯ માં પ્રવેશ અપાયો હતો. તે સાથે વિધાર્થીઓને પુસ્તકોનો સેટ તથા ૫ ક્ન્યાઓને સાઈકલ વિતરણ મંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્તે વિતરણ કરાયું હતું. આ પ્રસંગે સહકાર રાજ્ય મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું કે, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલા શાળા પ્રવેશોત્સવની ગામમાં ઉત્સવભર્યુ વાતાવરણ જોવા મળે છે. તેમણે ગરીબી દૂર કરવા માટેનુ કોઈ શસ્ત્ર હોય તો તે શિક્ષણ છે ત્યારે આપણે આપણા બાળકોને ભણાવવાની જવાબદારી લેવી પડશે. દિકરો તથા દિકરી એક સમાન છે, તેમાં ભેદભાવ ના રાખવાની ટકોર કરી કોઈ પણ બાળક અધ્ધવચ્ચેથી અભ્યાસ ના છોડે તેવો ઉપસ્થિ...

શાળા પ્રવેશોત્સવ અને ગુણોત્સવ જેવા કાયૅક્ર્મો થકી શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ આવી છે
Published : Jun 09, 2017

ગુજરાત રાજ્યના સહકાર રાજ્ય મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં વાગરા તાલુકાના વેંગણી પ્રાથમિક શાળા ખાતે ધોરણ-૧ માં ૨- ક્ન્યા અને ૬- કુમાર મળી કુલ આઠ તથા આંગણવાડીમાં ૪- ક્ન્યા અને ૩- કુમાર મળી કુલ -૭ બાડકોને પ્રવેશ અપાયો હતો આ પ્રસંગે પ્રાથમિક શાળા - વેગણી ખાતે ગ્રામજનોની ઉપસ્થિતિમાં ઉત્સવભયા વાતાવરણમાં યોજાયેલા શાળા પ્રવેશોત્સવ ક્રાયક્રમ પ્રસંગે મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલ જણાવ્યું હતું કે શિક્ષણ વ્યક્તિના જીવન ઘડતરના પાયા સમાન છે. શિક્ષણના સતકાયૅ થકી અંતરિયાળ ગામોમાં પણ જાગ્રતિ વધી છે. શાળા પ્રવેશોત્સવ અને ગુણોત્સવ જેવા ક્રાયક્ર્મો થકી શિક્ષણ ક્ષેત્ર ક્રાંતિ લાવવામાં આવી છે. સાથો સાથ માળખાકીય ભૌતિક સુવિધાઓ પણ પુરી પાડવામાં આવી છે. વિધાથીઓના આરોગ્યની ચિંતા કરીને અરોગ્ય તપાસણી અને...

હાંસોટ તાલુકાના આંકલવા પ્રાથમિક શાળા ખાતે કતપોર ખાતે શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ ઉજવાયો
Published : Jun 08, 2017

શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં આજે હાંસોટ તાલુકાના આંકલવા અને કતપોર પ્રાથમિક શાળા ખાતે રાજ્ય સહકાર મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીનો કાર્યક્રમ યોજાયો હતો. રાજ્ય સરકાર ધ્વારા ૨૦૦૩ થી રાજ્યમાં શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શાળા પ્રવેશોત્સવને લીધે લોકોમાં શિક્ષણ પ્રત્યે જાગૃત્તિ આવી છે તેમ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં રાજ્ય સરકાર મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શાળા પ્રવેશોત્સવને લીધે રાજ્યમાં ડ્રોપઆઉટ રેશિયામાં ઘટાડો થયો છે તથા ૧૦૦ ટકા નામાંકન થાય છે. રાજ્ય સરકારે બાળકોને ગુણવતાયુક્ત શિક્ષણ મળી રહે તે માટે માળખાકીય સુવિધાઓ ઉભી કરી કહ્હે. શાળાઓમાં પુરતા પ્રમાણમાં ઓરડા છે તથા રાજ્ય સરકારે વિ...

નર્મદા મૈયાની પવિત્ર પરિક્રમા વધુ સુવિધા સભર બનાવવા યાત્રી સેવા કાર્યનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી
Published : Jun 06, 2017

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ લોકમાતા નર્મદાની પવિત્ર પરિક્રમા કરતા યાત્રાળુઓની સુવિધામાં વધારો કરતી નર્મદા જેટીનું ભુમિપુજન કરતાં જાહેર કર્યુ કે, આગામી એક વર્ષમાં આ કાર્ય પૂર્ણ કરી નર્મદા યાત્રિકોની યાત્રા સરકાર સુગમ બનાવશે. તેમણે આ અવસરે નર્મદાના પવિત્ર કાંઠે કબીરવડ-શુક્લતીર્થ સહિતના તીર્થક્ષેત્રોનો સર્વગ્રાહી વિકાસ કરવા રૂ|. ૫૨ કરોડની પ્રવાસન વિકાસ યોજના જાહેર કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ગુજરાતની જીવાદોરી નર્મદા મૈયાના વહી જતાં જળને રોકીને છેક સૌરાષ્ટ્ર-કચ્છના સુકા વિસ્તારો સુધી કેનાલો મારફતે પહોચાડ્યું છે. તેમણે ભરૂચના નગરજનોના પીવાનું મીઠું પાણી પુરૂં પાડનારી રૂ|. ૩૦૦૦ કરોડની ભાડભૂત યોજના આગામી નજીકના ભવિષ્યમાં કાર્યારંભ કરવાની કરેલી ઘોષણાને સૌએ હર્ષનાદ સાથે વધાવી લીધી હતી. ...

વનીકરણ વિભાગ ધ્વારા વિશ્વ પર્યાવરણ દિનની કડકીયા કોલેજ અંકલેશ્વર ખાતે મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને થયેલી ઉજવણી
Published : Jun 05, 2017

અંકલેશ્વર કડકીયા કોલેજ ખાતે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી સહકાર રાજ્ય મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષપણા હેઠળ યોજાઈ હતી. આ પ્રસંગે અંકલેશ્વર વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રી જે.ડી.ગાંધી, પ્રેસ ક્લબ અંકલેશ્વરના પ્રમુખશ્રી દેવાનંદ જાદવ, શિક્ષણસંઘના પ્રમુખશ્રી ગજેન્દ્રભાઈ પટેલ સહિત કડકીયા કોલેજના પ્રાધ્યાપકગણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કોલેજના કંમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સહકાર રાજ્ય મંત્રીશ્રીઈશ્વરસિંહ પટેલે જણાવ્યું કે, ગ્લોબલ વોર્મીંગને કારણે સમગ્ર દુનિયા અને વૈજ્ઞાનિકો ચિંતિત થયા છે અને મનોમંથન ચાલી રહ્યું છે. પૃથ્વી એક માત્ર માનવજાત માટે રહેવાલાયક ઘર છે અને તેને આપણે ન રહેવાલાયક બનાવવાની દિશામાં અગ્રેસર કરી રહ્યા છીએ ત્યારે વૃક્ષ એ જ જીવનને બચાવી શકશે. તે...

ભરૂચ ખાતે પંડિત દિનદયાળ ઉપાધ્યાય ભોજનાલયનો કેન્દ્રિય મંત્રીશ્રી પુરૂશોત્તમભાઈ રૂપાલાના વરદહસ્તે શુભારંભ
Published : Jun 03, 2017

અંકલેશ્વર કડકીયા કોલેજ ખાતે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી સહકાર રાજ્ય મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષપણા હેઠળ યોજાઈ હતી. આ પ્રસંગે અંકલેશ્વર વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રી જે.ડી.ગાંધી, પ્રેસ ક્લબ અંકલેશ્વરના પ્રમુખશ્રી દેવાનંદ જાદવ, શિક્ષણસંઘના પ્રમુખશ્રી ગજેન્દ્રભાઈ પટેલ સહિત કડકીયા કોલેજના પ્રાધ્યાપકગણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કોલેજના કંમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સહકાર રાજ્ય મંત્રીશ્રીઈશ્વરસિંહ પટેલે જણાવ્યું કે, ગ્લોબલ વોર્મીંગને કારણે સમગ્ર દુનિયા અને વૈજ્ઞાનિકો ચિંતિત થયા છે અને મનોમંથન ચાલી રહ્યું છે. પૃથ્વી એક માત્ર માનવજાત માટે રહેવાલાયક ઘર છે અને તેને આપણે ન રહેવાલાયક બનાવવાની દિશામાં અગ્રેસર કરી રહ્યા છીએ ત્યારે વૃક્ષ એ જ જીવનને બચાવી શકશે. તે...

કેન્દ્રિય રાજ્ય મંત્રીશ્રી, રાજ્ય મંત્રી મંડળના મંત્રીશ્રીઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં અંકલેશ્વર ખાતે ભરૂચ- નર્મદા જિલ્લાનો સંયુક્ત કૃષિ મહોત્સવ યોજાયો
Published : May 27, 2017

આગામી ૨૦૨૨ માં દેશના ખેડૂતોની આવક બમણી કરવાના વડાપ્રધાનશ્રીના સ્વપ્નને મૂર્તિમૂત કરવાની સાથો સાથ સમૃધ્ધ – સુખી- સંપન્ન, ‘એક દેશ – શ્રેષ્ઠ દેશ’ ની પરિકલ્પનાને સાકાર કરવા કેન્દ્રિય કૃષિ રાજ્ય મંત્રીશ્રી પુરૂશોત્તમભાઈ રૂપાલાનો અનુરોધદેશના ખેડૂતોના પાણી, જમીનપ્રતની માહિતી જરૂરી અર્થવ્યવસ્થા, સુવિધા ઉપલબ્ધિ માટે કેન્દ્ર સરકારની સૌ પ્રથમ વખત રૂ|. ૧૦ લાખ કરોડની જોગવાઈ: દૂધ ડેરીના જુના પ્લાન્ટને અપગ્રેડ કરવા અને આધુનિક ટેકનોલોજીવાળા નવીન પ્લાન્ટની સુવિધા માટે સૌ પ્રથમ વખત રૂ|. ૮ હજાર કરોડની જોગવાઈગુજરાત બાદ સમગ્ર દેશમાં સોઈલ હેલ્થકાર્ડની યોજના અમલી બનાવીને દેશભરમાં ૭.૨૫ કરોડ ખેડૂત લાભાર્થીઓને પુરા પડાયેલા સોઈલ હેલ્થકાર્ડઆફતને અવસરમાં અને મુશ્કેલીને મહોત્સવમાં પલટાવવાની વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી...

હાંસોટ તાલુકાના વાલનેર ગામે મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને સેવા સેતુ કાર્યક્રમ યોજાયો
Published : May 12, 2017

ભરૂચ (શુક્રવાર):  ભરૂચ જિલ્લાનાં હાંસોટ તાલુકાના વાલનેર મુકામે સહકાર રાજ્ય મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલ્ના અધ્યક્ષસ્થાને સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અલવા, વાલનેર, રાયમાં, શેરા, કુડાદરા, કઠોદરા, કાંટાસાયણ, અણિયાદરા, માલણપોર, બોલાવ, ગામના લોકોએ પોતાના પ્રશ્નોની રજુઆત માટે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મંત્રી ઇશ્વરસિંહ પટેલના વરદહસ્તે આવકના દાખલાનું તથા જી.ઈ.બી. દ્વારા વેચાણમાં મુકવામાં આવેલ બલ્બ, પંખા, ટ્યુબ લાઇટ નું પ્રતિકાત્મક વિતરણ કરવામાં આવ્યું હતું. તેમની સાથે હાંસોટ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી હર્ષદભાઇ પટેલ, નાયબ કલેકટર શ્રી વિજયભાઇ પટણી, મામલતદારશ્રી પ્રણવભાઇ પુરોહિત, જે તે ગામના સરપંચશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મંત્રી શ્રી એ પ્રાસંગીક પ્રવચન કરતાં જણાવ્યું હતું ક...

કંટીયાજાળ પ્રાથમિક શાળા ખાતે પ્રાર્થનાખંડ તથા બગીચાનું સહકાર રાજ્ય મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલના વરદહ્સ્તે થયેલં ખાતમુહૂર્ત
Published : May 06, 2017

ગ્રામીણસ્તરે મૂળભૂત સુવિધાઓ પુરી પાડવા રાજ્ય સરકાર કટીબધ્ધમંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલ ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના કંટીયાજાળ પ્રાથમિક શાળા ખાતે સહકાર રાજ્યમંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલના વરદહસ્તે પ્રાર્થનાખંડ તથા બગીચાનું ખાતમુહૂર્ત થયું હતુ. આ પ્રસંગે તાલુકા પંચાયત હાંસોટના પ્રમુખ શ્રી હર્ષદભાઇ પટેલ,  કે.પટેલકેમોફાર્મા પ્રા. લિ. ના ડીરેકટર શ્રી નિલેશભાઇ, ઉપપ્રમુખ શ્રી જશુભાઇ ચૌધરી, પૂર્વ પ્રમુખ શ્રી નાવડીયા ઉપસ્થિત રહ્યા હતા.        કે.પટેલકેમોફાર્મા પ્રા. લિ.- અંકલેશ્વરના કોર્પોરેટ સોશિયલ રીસ્પોન્સબીલીટી અંતર્ગત તૈયાર થનારા પાર્થનાખંડ અને બગીચાનું ખાતમુહૂર્ત કરતાં રાજ્યમંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્યુ હતું કે, રાજ્યના સર્વાગી વિકાસની સાથે સમાજનાં છેવાડૅઅના લોકોના વિકાસની ચિંતા રાજ્ય સરકા...