હાંસોટ તાલુકાના વાલનેર ગામે મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

Published: May 12 2017

ભરૂચ (શુક્રવાર):  ભરૂચ જિલ્લાનાં હાંસોટ તાલુકાના વાલનેર મુકામે સહકાર રાજ્ય મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલ્ના અધ્યક્ષસ્થાને સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અલવા, વાલનેર, રાયમાં, શેરા, કુડાદરા, કઠોદરા, કાંટાસાયણ, અણિયાદરા, માલણપોર, બોલાવ, ગામના લોકોએ પોતાના પ્રશ્નોની રજુઆત માટે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મંત્રી ઇશ્વરસિંહ પટેલના વરદહસ્તે આવકના દાખલાનું તથા જી.ઈ.બી. દ્વારા વેચાણમાં મુકવામાં આવેલ બલ્બ, પંખા, ટ્યુબ લાઇટ નું પ્રતિકાત્મક વિતરણ કરવામાં આવ્યું હતું. તેમની સાથે હાંસોટ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી હર્ષદભાઇ પટેલ, નાયબ કલેકટર શ્રી વિજયભાઇ પટણી, મામલતદારશ્રી પ્રણવભાઇ પુરોહિત, જે તે ગામના સરપંચશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે મંત્રી શ્રી એ પ્રાસંગીક પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, રાજ્ય સ્રકાર અથાગ પ્રય્ત્નો અને અભિયાનોને લીધે વિવિધ કલ્યાણકારી યોજનાઓને લાભ અને સુશાસનના ફળા છેવાડાના વિસ્તારોઅને વ્યક્તિઓ સુધી સારી રીતે પહોંચી રહ્યા છે. મંત્રી શ્રી એ વધુમાં કહ્યુ હતું કે નાગરિકો સરકારા શ્રીની એકપણ યોજનાં થી વંચિત ન રહે અને તેનાં તમામ પ્રશ્નો એક જ સમયે અને સ્થળે ઉકેલ આવે તે માટે સેવા સેતુનાં કાર્યક્રમો યોજવામાં આવે છે.

મંત્રી શ્રીએ ઉમેર્યુ હતું કે,પ્રથમા તબાક્કામાં સેવા સેતુ કાર્યક્રમમાં સમગ્ર રાજ્યમાં ૩૫ લાખ જેટલા પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ લાવવામાં આવ્યુ હતું. એટલે જ લોકોને આ  કાર્યક્ર્મમાં વિશ્વાસ પડ્યો  છે. સેવા સેતુ કાર્યક્ર્મને નોંધપાત્ર સફળતા મળતા બિજા તબક્કાનાં સેવા સેતુ કાર્યક્ર્મ યોજાય રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર ગરીબો, શોષિતો અને વંચિતોના વિકાસ માટે સક્રિય અને સંકલ્પબધ્ધ છે અને ઘર બેઠા તમારા પ્રશ્નો અને સમ્સ્યાઓ હલ થાય એવા પ્રયાસો સરકાર દ્રારા કરવામાં આવ્યા છે તેમ જણાવી રાજ્ય સરકારની અનેકવિધ યોજાઓની વિગતે માહિતી આપી આ યોજનાઓ મહત્તમ લાભ લેવા ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો. સેવા સેતુ કાર્યક્રમ દરમિયાન મેડીકલ હેલ્થ ચેકઅપ જેમાં ડાયાબીટીસ, બીપી અને આંખના રોગની પણ તપાસ કરવામાં આવી હતી.

આ પ્રસંગે તાલુકા પંચાયતના ઉપપ્રમુખશ્રી, તાલુકા પંચાયતા સદસ્યો, અધિકારીઓ પદાધિકારીઓ, સરપંચશ્રી,લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

ફોટો ગેલેરી