કંટીયાજાળ પ્રાથમિક શાળા ખાતે પ્રાર્થનાખંડ તથા બગીચાનું સહકાર રાજ્ય મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલના વરદહ્સ્તે થયેલં ખાતમુહૂર્ત

Published: May 06 2017

ગ્રામીણસ્તરે મૂળભૂત સુવિધાઓ પુરી પાડવા રાજ્ય સરકાર કટીબધ્ધ
મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલ

ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના કંટીયાજાળ પ્રાથમિક શાળા ખાતે સહકાર રાજ્યમંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલના વરદહસ્તે પ્રાર્થનાખંડ તથા બગીચાનું ખાતમુહૂર્ત થયું હતુ. આ પ્રસંગે તાલુકા પંચાયત હાંસોટના પ્રમુખ શ્રી હર્ષદભાઇ પટેલ,  કે.પટેલકેમોફાર્મા પ્રા. લિ. ના ડીરેકટર શ્રી નિલેશભાઇ, ઉપપ્રમુખ શ્રી જશુભાઇ ચૌધરી, પૂર્વ પ્રમુખ શ્રી નાવડીયા ઉપસ્થિત રહ્યા હતા.

       કે.પટેલકેમોફાર્મા પ્રા. લિ.- અંકલેશ્વરના કોર્પોરેટ સોશિયલ રીસ્પોન્સબીલીટી અંતર્ગત તૈયાર થનારા પાર્થનાખંડ અને બગીચાનું ખાતમુહૂર્ત કરતાં રાજ્યમંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્યુ હતું કે, રાજ્યના સર્વાગી વિકાસની સાથે સમાજનાં છેવાડૅઅના લોકોના વિકાસની ચિંતા રાજ્ય સરકાર કરી રહી છે. ગામડાઓમાં પાયાની સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે.

       ગ્રામીણસ્તરે મૂળભૂત સુવિધાઓ પુરી પાડવા રાજ્ય સરકાર કટીબધ્ધ હોવાનું જણાવી ગામડાઓમાં આંતરીક રસ્તા, ભૂગર્ભ ગટર લાઇનની કામગીરી, હેન્ડપંપ, પીવાના પાણીની વ્યવસ્થા જેવી જરૂરી સુવિધાઓ પુરીપાડવાની કામગીરી હાથ ધરાઇ રહી છે.

       મંત્રી શ્રીએ કેમોફાર્મા કંપની દ્રારા થઈ રહેલા કાર્યોની સરાહના કરતાં કહ્યુ હતું કે, કંટીયાજાળ ગામે હજુ વધુ છ જેટલા વિકાસના કામોનું આયોજન હાથ ધરાયુ હોવાની વિગતો પણ આપી હતી. તેમણે સરકારશ્રીની વિવિધ યોજનાઓની પણ વિગતે જાણકારી આપી હતી.

       પ્રારંભમાં કે.પટેલકેમોફાર્મા પ્રા. લિ. ના ડીરેકટર શ્રી નિલેશભાઇ પટેલે સ્વાગત પ્રવચન કર્યુ હતું.

       આ પ્રસંગે કંપનીના ડીરેકટર શ્રી મહેન્દ્રભાઇ પટેલ, અંકલેશ્વર ઇન્ડ્સ્ટ્રીયલ એસોસિએશનના હોદ્દેદારો, જિલ્લા પંચાયતના સદસ્ય પ્રતિક્ષાબહેન, તાલુકાપંચાયતના સદસ્યો, ગામના સરપંચશ્રી, ગ્રામજનો, શાળાના શિક્ષકો મોટી સંખયામાં ઉપસ્થિત રહ્યા હતા.

ફોટો ગેલેરી