ભરૂચ ખાતે પંડિત દિનદયાળ ઉપાધ્યાય ભોજનાલયનો કેન્દ્રિય મંત્રીશ્રી પુરૂશોત્તમભાઈ રૂપાલાના વરદહસ્તે શુભારંભ

Published: June 03 2017

અંકલેશ્વર કડકીયા કોલેજ ખાતે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી સહકાર રાજ્ય મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષપણા હેઠળ યોજાઈ હતી. આ પ્રસંગે અંકલેશ્વર વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રી જે.ડી.ગાંધી, પ્રેસ ક્લબ અંકલેશ્વરના પ્રમુખશ્રી દેવાનંદ જાદવ, શિક્ષણસંઘના પ્રમુખશ્રી ગજેન્દ્રભાઈ પટેલ સહિત કડકીયા કોલેજના પ્રાધ્યાપકગણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કોલેજના કંમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું

આ પ્રસંગે સહકાર રાજ્ય મંત્રીશ્રીઈશ્વરસિંહ પટેલે જણાવ્યું કે, ગ્લોબલ વોર્મીંગને કારણે સમગ્ર દુનિયા અને વૈજ્ઞાનિકો ચિંતિત થયા છે અને મનોમંથન ચાલી રહ્યું છે. પૃથ્વી એક માત્ર માનવજાત માટે રહેવાલાયક ઘર છે અને તેને આપણે ન રહેવાલાયક બનાવવાની દિશામાં અગ્રેસર કરી રહ્યા છીએ ત્યારે વૃક્ષ એ જ જીવનને બચાવી શકશે. તેમણે વૃક્ષોનું મહત્વ સમજાવતા પ્રત્યેક વ્યક્તિ એક વૃક્ષ વાવે અને એનું જતન કરે એવી ભાવના પણ તેમણે વ્યક્ત કરી હતી.

શિક્ષકસંઘના પ્રમુખશ્રી ગજેન્દ્રભાઈ પટેલે જળ, જમીન અને પ્રદૂષણને નાબુદકરવા માટે વ્રુક્ષારોપણ ખુબ જ અગત્યનું તેમ સમજાવ્યું હતું. રેન્જ ફોરેસ્ટ ઓફિસર્સ શ્રી જે.ડી.ગાંધીએ ભૌગોલિક સમતુલા માટે વૃક્ષોની જરૂરિયાત સમજાવી,લોક્જાગૃતિ ધ્વારા દરેક વ્યક્તિ વધુને વધુ વૃક્ષ વાવે તેવા પ્રયત્નો કરાવા પડશે.ડો.પી.ડી.તિવારીએ આજના પર્યાવરણ દિવસને માનવજાતનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે વૃક્ષોએ જ એક માત્ર સહારો છે ત્યારે સૌએ વૃક્ષ ઉછેર માટે સંકલ્પબધ્ધ બનવા જણાવ્યું હતું.

સ્વાગત પ્રવચન કડકીયા કોલેજના પ્રોફેસરશ્રી તુષારભાઈ પટેલે કર્યુ હતું અને આભારવિધિ પ્રાધ્યાપકશ્રી જ્વલંત પટેલે કરી હતી.

ફોટો ગેલેરી