નર્મદા મૈયાની પવિત્ર પરિક્રમા વધુ સુવિધા સભર બનાવવા યાત્રી સેવા કાર્યનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી

Published: June 06 2017

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ લોકમાતા નર્મદાની પવિત્ર પરિક્રમા કરતા યાત્રાળુઓની સુવિધામાં વધારો કરતી નર્મદા જેટીનું ભુમિપુજન કરતાં જાહેર કર્યુ કે, આગામી એક વર્ષમાં આ કાર્ય પૂર્ણ કરી નર્મદા યાત્રિકોની યાત્રા સરકાર સુગમ બનાવશે.
તેમણે આ અવસરે નર્મદાના પવિત્ર કાંઠે કબીરવડ-શુક્લતીર્થ સહિતના તીર્થક્ષેત્રોનો સર્વગ્રાહી વિકાસ કરવા રૂ|. ૫૨ કરોડની પ્રવાસન વિકાસ યોજના જાહેર કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ગુજરાતની જીવાદોરી નર્મદા મૈયાના વહી જતાં જળને રોકીને છેક સૌરાષ્ટ્ર-કચ્છના સુકા વિસ્તારો સુધી કેનાલો મારફતે પહોચાડ્યું છે. તેમણે ભરૂચના નગરજનોના પીવાનું મીઠું પાણી પુરૂં પાડનારી રૂ|. ૩૦૦૦ કરોડની ભાડભૂત યોજના આગામી નજીકના ભવિષ્યમાં કાર્યારંભ કરવાની કરેલી ઘોષણાને સૌએ હર્ષનાદ સાથે વધાવી લીધી હતી. મુખ્યમંત્રીશ્રીએ એમ પણ જાહેર કર્યુ કે, નર્મદા મૈયાના કિનારે આવેલા સંત આશ્રમો, ધર્મસ્થાનકો પણ પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રાજ્ય સરકાર વિકસાવશે છે. નર્મદાની સેવા કરનારા સૌને આનંદિત કરશે. પુરા વિશ્વમાં નર્મદા એક જ નદી છે, જેની પરિક્રમા થાય છે. વાગરાના ધારાસભ્ય શ્રી અરૂણસિંહ રણાએ મા નર્મદા મૈયાના પરિક્રમા કરનારાઓ માટે સુવિધા ઉપલબ્ધ કરવવા બદલ મુખ્યમંત્રીશ્રીનો આભાર માન્યો હતો. ગુજરાત મેરીટાઈમ બોર્ડના ઉપાધ્યક્ષ શ્રી અજય ભાદુએ સૌને આવકાર્યા હતા. સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા, ભરૂચ ધારાસભ્યશ્રીદુષ્યંતભાઈ પટેલ, જંબુસર ધારાસભ્ય શ્રી છત્રસિંહ મોરી, ભરૂચ જિલ્લાપ્રભારી સચિવ શાહમીના હુસેન, ભાજપ પ્રદેશ મહામંત્રીશ્રી ભરતસિંહ પરમાર, કલેક્ટર શ્રી સંદિપ સાંગલે, જિલ્લા વિકાસ અધિકારી ક્ષિપ્રા અગ્રે, જિલ્લા ભાજપ પ્રમુખ યોગેશ પટેલ, સહિત સંતો-મહંતો, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

મા નર્મદા મૈયાના પરિક્રમા કરતા યાત્રાળુ માટે સુવિધા પુરી પાડવા બદલ સંતો-મહંતોના આશીર્વાદ મેળવતા મુખ્યમંત્રીશ્રી શ્રી વિજયભાઈ રૂપાણી:

વિમલેષ્વર હોડી ઘાટ રસ્તા માટે રૂ।. ૨૫ લાખનો ચેક અર્પણ :
ભરૂચ (મંગળવાર):- ભરૂચ – રાજ્યના મુખયમંત્રીશ્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ દહેજના લુવારા ખાતે મા નર્મદા મૈયાની પરિક્રમા કરતા યાત્રાળુઓ માટે જેટી સહિત આશ્રયાસ્થાની સુવિધા ઉપલબ્ધ ભુમિપૂજન કર્યુ તે અવસરે સંતો-મહંતોએ મુખ્યમંત્રીશ્રી શ્રી વિજયભાઈ રૂપાણીની આશીર્વાદ આપ્યા હતા. આ કાર્ય ગુજરાત મેરી ટાઈમ બોર્ડ દ્વારા ૧૨ માસના ટુંકા ગાળામાં સંપન્ન થશે. પ્રતિવર્ષ એક લાખ ઉપરાંત યાત્રાળું નર્મદાની પરિક્રમા કરે છે. તેઓને લાભ મળશે. મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે વિમલેષ્વર ખાતે હોડી ઘાટ જવાના રસ્તે કામ માટે રૂ।. ૨૫ લાખનો ચેક કાર્યપાલક ઈજનેરશ્રીને પ્રતિકરૂપે અર્પણ કરવામાંઆવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા યાત્રાળુઓને સુવિધા આપવા બદલ રાજ્યના મુખ્યમંત્રીશ્રી શ્રી વિજયભાઈ રૂપાણીને અભિનંદન પાઠવતા મધ્યપ્રદેશ જબલપુરના મહંત સ્વામી ગીરીશાનંદજીએ કહ્યું કે, આ એકા જ નર્મદા માતા છે. જેની પરિક્રમા થાય છ્યે. એક લાખ લોકો નર્મદાની પરિક્રમા કરે છે. ગાડીમાં પરિક્રમા કરતા ૨૫ દિવસ લાગે છે. ચાલતા પરિક્રમા માટે ત્રણ વર્ષ, ત્રણ માસ અને તેર દિવસ લાગે છે. ૩૪૦૦ કી.મી. પરિક્રમા આસ્થાનું પ્રતિક છે. વિશ્વની સૃષ્ટિ છે, ત્યાં સુધી નર્મદા મૈયાનું અસ્તિત્વ રહેશે.

ભાવિક વિજયભાઈ સુતરીયાઈ કહ્યુ કે, મીઠી તલાઈ ખાતે પરિક્રમા માટે દુર્ગમ રસ્તો હતો. આ મુશ્કેલી દૂર કરવા મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવામાં આવી હતી. જેને ઈનોસેટીવ લઈને સુવિધા આપી છે. પરિક્રમાના યાત્રાળુઓ માતે સુવિધા ઉપયોગી બનશે.
અંકલેશ્વર રામકુંડના મહંત ગંગાદાસ બાપુએ પરિક્રમાના યાત્રાળુઓ માટે સરાહનીય પગલું છે. મુખ્યમંત્રીશ્રીને સંતો-મહંતોના આર્શીવાદ મળ્યા છે.
યાત્રાળુ માટે બોટ બર્થિગ સુવિધા, પાકા રસ્તા, યાત્રાળુ માટે આરાશશેડ. લેન્ડ સ્કેપીંગ, સેનિટેશન ફેશિલીટી સહિત અન્ય સવલતો ઊભી થશે

ફોટો ગેલેરી