શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં આજે હાંસોટ તાલુકાના આંકલવા અને કતપોર પ્રાથમિક શાળા ખાતે રાજ્ય સહકાર મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીનો કાર્યક્રમ યોજાયો હતો.
રાજ્ય સરકાર ધ્વારા ૨૦૦૩ થી રાજ્યમાં શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શાળા પ્રવેશોત્સવને લીધે લોકોમાં શિક્ષણ પ્રત્યે જાગૃત્તિ આવી છે તેમ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં રાજ્ય સરકાર મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શાળા પ્રવેશોત્સવને લીધે રાજ્યમાં ડ્રોપઆઉટ રેશિયામાં ઘટાડો થયો છે તથા ૧૦૦ ટકા નામાંકન થાય છે. રાજ્ય સરકારે બાળકોને ગુણવતાયુક્ત શિક્ષણ મળી રહે તે માટે માળખાકીય સુવિધાઓ ઉભી કરી કહ્હે. શાળાઓમાં પુરતા પ્રમાણમાં ઓરડા છે તથા રાજ્ય સરકારે વિધાસહાયકોની ભરતી કરી છે. ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જતા વિધાર્થીઓને સરકાર ધ્વારા લોન આપવામાં આવે છે.
મંત્રીશ્રીએ હાંસોટ તાલુકાના આંકલવા ખાતે ધોરણ-૧ માં દાખલ થયેલ બાળકોને કુમકુમ તિલક કરી અને શૈક્ષણિક કીટનું વિતરણ કરી શાળા પ્રવેશોત્સવ કરાવ્યો હતો તથા આંગણવાડીના બાળકોને રમકડાની કીટ આપવામાં આવી હતી.
મંત્રીશ્રીએ લોકાપર્ણ કર્યુ હતું તથા શાળામાં ચાલતા ઈ-લર્નીગનું નિરીક્ષણ કર્યુ હતું. શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે મંત્રીશ્રીએ આંકલવા ખાતે ધોરણ-૧ માં ૪ કન્યા અને ૪ કુમાર તેમજ આંગણવાડીના ૨ કન્યા અને ૬ કુમારોને શાળા પ્રવેશ કરાવ્યોહતો અને કતપોર ખાતે ૯ કુમાર અને ૧૨ કન્યાઓને શાળાપ્રવેશ કરાવ્યો હતો. શરૂઆતમાં બાળકો દ્વારા સ્વાગત ગીત તથા યોગાનિર્દેશન રજૂ કરાયું હતું,.
આ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ગામના ૬ જેટલા વયોવૃધ્ધોનું શાલ ઓઢાડી સન્માન કરાયું હતું. દાતાશ્રી બિરલા સેલ્યુલર્સ કંપનીના પ્રેસીડન્ટ્નું સન્માન તથા કૃષિ એવોર્ડ વિજેતા ખેડૂત ઉદયભાઈ ભગુભાઈ પટેલનું પણ સન્માન કરાયું હતું.
આ પ્રસંગે હાંસોટ તાલુકા પંચાયત પ્રમુખશ્રી હર્શદભાઈ પટેલ, પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી એસ.એલ.ડોડીયા, નાયબ માહિતી નિયામકશ્રી બી.સી.વસાવા, જિલ્લા કોર્ડીનેટરશ્રી કૈલાસબેન, સામાજિક ન્યાય સમિતિના ચેરમેનશ્રી જેરામભાઈ રાઠોડ,સરપંચશ્રી, શાળા પરિવાર તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.