શાળા પ્રવેશોત્સવ અને ગુણોત્સવ જેવા કાયૅક્ર્મો થકી શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ આવી છે

Published: June 09 2017

ગુજરાત રાજ્યના સહકાર રાજ્ય મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં વાગરા તાલુકાના વેંગણી પ્રાથમિક શાળા ખાતે ધોરણ-૧ માં ૨- ક્ન્યા અને ૬- કુમાર મળી કુલ આઠ તથા આંગણવાડીમાં ૪- ક્ન્યા અને ૩- કુમાર મળી કુલ -૭ બાડકોને પ્રવેશ અપાયો હતો

આ પ્રસંગે પ્રાથમિક શાળા - વેગણી ખાતે ગ્રામજનોની ઉપસ્થિતિમાં ઉત્સવભયા વાતાવરણમાં યોજાયેલા શાળા પ્રવેશોત્સવ ક્રાયક્રમ પ્રસંગે મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલ જણાવ્યું હતું કે શિક્ષણ વ્યક્તિના જીવન ઘડતરના પાયા સમાન છે. શિક્ષણના સતકાયૅ થકી અંતરિયાળ ગામોમાં પણ જાગ્રતિ વધી છે. શાળા પ્રવેશોત્સવ અને ગુણોત્સવ જેવા ક્રાયક્ર્મો થકી શિક્ષણ ક્ષેત્ર ક્રાંતિ લાવવામાં આવી છે. સાથો સાથ માળખાકીય ભૌતિક સુવિધાઓ પણ પુરી પાડવામાં આવી છે. વિધાથીઓના આરોગ્યની ચિંતા કરીને અરોગ્ય તપાસણી અને નિદાન સારવાર પણ રાજ્ય સરકાર ધ્વારા વિના મુલ્યે આપવામાં આવે છે. રાજ્ય સરકારે ક્ન્યા કેળવણી પર વિશેષ ધ્યાન આપીને સમાજમાં માહિલાઓના મજબુતીકરણ સાથે સ્ત્રી- પુરૂષના સમાનપણાને ઉતેજન આપ્યું છે.

મંત્રી શ્રીએ ઉમેર્યુ હતું કે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ મેળવી દિકરા-દિકરીને એક સમાન ગણી પોતાનું બાળક પુરતુ શિક્ષણ મેળવે તેવા દરેક માતા-પિતાના પ્રયત્નો જરૂરી છે. તેમણે પોતાનું બાળક અધ્ધવચ્ચેથી અભ્યાસ ન છોડે તેની ખાસ કાળજી રાખે તેવી વિનંતી ઉપસ્થિત વાલીગણને કરી હતી. તેમને શાળા પ્રવેશોત્સવના માધ્યમથી છેલ્લા પાંચ વર્ષમાં થયેલી પ્રગતિની વિગતો સાથે રાજ્ય સરકારની અનેકવિધિ યોજનાઓની વિગતે જાણકારી આપી હતી.

જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી મનહરસિંહ ગોહિલ પ્રાસંગિક ઉદબોધનમાં કન્યા કેળવણી પરા ખાસ ભાર મુકી ગામના દરેક વ્યક્તિને પોતાના બાળકોને ભણાવવા જોઈએ અને રૂચિ મુજબનું ભણતર કેળવે તેવો આગ્રહ સેવ્યો હતો. તાલુકા પંચાયતના સભ્યશ્રી ઈશ્વરભાઈએ શાળા પ્રવેશોત્સવના માધ્યમથી આજે પ્રવેશ પામતાં બાળકો ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરે તેવી શુભાચ્છાઓ પાઠવી હતી.

પ્રાથમિક શાળા વેંગણી ખાતે શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં ધોરણ-૧ મા6 પ્રવેશ પામતા વિધાર્થીઓને અભ્યાસ કીટ મંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવી હતી. આજ શાળામાં અભ્યાસ કરી ચુકેલા ગામના વરિષ્ઠ નાગરિક શ્રી અમરસંગભાઈ મોકમભાઈ પટેલનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. પાછલા વર્ષની પરીક્ષાઓમાં પ્રથમ, દ્વીતીય અને તૃતીય ક્રમે ઉત્તિર્ણ થનારા વિધાર્થીઓની સન્માનીત કરયા હતા.

ટ્રસ્ટ અને ઓએનજીસી પ્રોજેક્ટ દહેજ ધ્વારા ધોરણ-૧ થી ૮ ના વિધાર્થીઓને અભ્યાસ કીટ અર્પણ કરવામાં આવ્યું હતું.

મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ તથા મહાનુભાવોએ શાળાના પટાંગણમાં ધ્વારા વૃક્ષારોપણ કરાયું હતું.

આ પ્રસંગે તાલુકા પંચાયતના માજી પ્રમુખશ્રી ફતેસિંહ ગોહિલ, ગામના સરપંચ શ્રી સંજયભાઈ તાલુકા પંચાયતના સદસ્યો, ખ્યાતિબેન, મુખ્ય શિક્ષકશ્રી છત્રસિંહભાઈ, અગ્રણી પદાધિકારીઓ, મહાનુભાવો, શાળાના શિક્ષકો, વિધાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા

ફોટો ગેલેરી