ગરીબી દૂર કરવા માટેનું કોઈ શસ્ત્ર હોય તે શિક્ષણ છે.

Published: June 09 2017

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ગાંધી વિધામંદિર અટાલી ખાતે સહકાર રાજ્ય મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ૩૨ કુમાર અને ૧૬ ક્ન્યા મળી કુલ-૪૮ વિધાર્થીઓને ધોરણ-૯ માં પ્રવેશ અપાયો હતો. તે સાથે વિધાર્થીઓને પુસ્તકોનો સેટ તથા ૫ ક્ન્યાઓને સાઈકલ વિતરણ મંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્તે વિતરણ કરાયું હતું.

આ પ્રસંગે સહકાર રાજ્ય મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું કે, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલા શાળા પ્રવેશોત્સવની ગામમાં ઉત્સવભર્યુ વાતાવરણ જોવા મળે છે. તેમણે ગરીબી દૂર કરવા માટેનુ કોઈ શસ્ત્ર હોય તો તે શિક્ષણ છે ત્યારે આપણે આપણા બાળકોને ભણાવવાની જવાબદારી લેવી પડશે. દિકરો તથા દિકરી એક સમાન છે, તેમાં ભેદભાવ ના રાખવાની ટકોર કરી કોઈ પણ બાળક અધ્ધવચ્ચેથી અભ્યાસ ના છોડે તેવો ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો. શિક્ષણની અનિવાર્યતા સમજી રાજ્ય સરકારે શાળાઓમાં શિક્ષકો, વર્ગખંડો, રમતના સાધનો, શૌચાલય સંકુલો, વિજ્ઞાન લેબ સહિતની અધતન સુવિધાઓથી સુસજ્જ કરી કહ્હે તેમા જણાવતા તેમણે છેલ્લા પાંચ વર્ષમાં શાળા પ્રવેશોત્સવના માધ્યમથી થયેલ કામગીરીની માહિતી આપી હતી.

ફોટો ગેલેરી