ભરૂચ જિલ્લાના નેત્રેંગ તાલુકાના યાલ અને ખરાઠા પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી સહકાર રાજ્યમંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. આ પ્રસંગે યાલ અને ખરાઠા પ્રાથમિક શાળા ખાતે અનુક્રમે ૬ અને ૩૩ બાળકોને ભો-૧ માં કુમકુમ તિલક કરી પ્રવેશ અપાયો હતો.
આ પ્રસંગે સહકાર રાજ્યમંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, શાળા પ્રવેશોત્સવના માધ્યમથી શિક્ષણસ્તરમાં અનેકગણો સુધારો થયો છે. ડ્રોપ આઉટ રેશિયામાં ઘટાડો થયેલ છે. શાળાઓ માળખાકીય સુવિધાઓથી સજ્જ કરવામાં આવી છે ત્યારે જીવનમાં સ્વવિકાસ માટે શિક્ષણ અનિવાર્ય હોવાનું જણાવી દરેક વાલીઓ પોતાના બાળકને અધવચ્ચેથી ભણતરમાં ઉઠાવીના લે તે માટે અનુરોધ કર્યો હતો. તેમણે કન્યા કેળવણીના ભણતર પર ખાસ ભાર મૂક્યો હતો.
યાલ અને ખરાઠા પ્રાથમિક શાળામાં યોજાયેલા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં બાળકોનેપુસ્તકોનો સેટ એનાયત કરવામાં આવેલ. શાળાના નિદર્શનઅને અમૃતવાંચનરજુ થયું હતું.
આ પ્રસંગે તાલુકા અગ્રણીશ્રી મુકેશભાઈ શાહ, હર્ષદભાઈ વાંસદીયા, ઉર્મિલાબેન વસાવા, રાયસીંગભાઈ વસાવા, રાજુભાઈ વસાવા, શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા શ્રી ગજેન્દ્રભાઈ પટેલ, બી.આર.સી. કો.ઓર્ડિનેટરશ્રી હિરેનભાઈ પટેલ, શાળાના આચાર્યશ્રીઓ, સરપંચશ્રી, શિક્ષકગણ, આગેવાનો, ગ્રામજનો, વિધાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.