કેન્દ્રિય મંત્રીશ્રીએ હોસ્ટેલ ગ્રાઉન્ડ ભરૂચ ખાતે “મોદી ફેસ્ટ” નો પ્રારંભ કરાવ્યો

Published: June 16 2017

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારની ત્રણ વર્ષની યશસ્વી સિધ્ધિઓ અને લોક ક્લ્યાણકારી શાસન વ્ય્વસ્થાઓની ઝાંખી કરાવવા ભરૂચના હોસ્ટેલના ગ્રાઉન્ડ પર ત્રણ દિવસના “મોદી ફેસ્ટ “ નું આયોજન કરવામાં આવ્યું છે. માઈક્રો, સ્મોલ એન્ડ મિડીયમ એંટરપ્રાઈઝ વિભાગના ભારત સરકારના મંત્રીશ્રી કલરાજ મિશ્રાએતેનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે સહકાર રાજ્ય મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ, પૂર્વ સાંસદશ્રી ભારતસિંહ પરમાર, ધારાસભ્યો સર્વ શ્રી છત્રસિંહ મોરી, અરૂણસિંહ રણા, જિલ્લા કલેક્ટરશ્રી સંદિપ સાગલે ઉપસ્થિત રહ્યા હતા.

કેન્દ્ર સરકારના સુશાસનના ત્રણ વર્ષની સિધ્ધિઓની વિગતવાર માહિતી આપતાં ભારત સરકારનાં મંત્રીશ્રી કલરાજ મિશ્રાએ જણાવ્યુ હતું કે , ત્રણ વર્ષના પારદર્શક શાસનથી ભારત દેશની ઈમેજ સમગ્ર દુનિયામાં ઉભી થયેલ છે. સમગ્ર દેશ શક્તિશાળી બન્યું છે, સ્વાભિમાન બન્યું છે. અર્થવ્યવસ્થા મજબૂત બની છે. એટલુ જા નહી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના કુશળ નેતૃત્વથી વિશ્વભરમાં ભારતનું માન-સન્માન વધ્યું છે. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભ્રસ્ટાચાર, કાળું નાણું સામે આઝાદી પછી સૌથી મોટી અને ઐતિહાસિક પહેલ કરી છે. સ્વછતા મિશન જનાઆંદોલન બન્યું છે, જેની સમગ્ર દુનિયા વખાણ કરી રહ્યુ છે.

કેન્દ્રિય મંત્રીશ્રી એ જણાવ્યુ કે ૨૮ કરોડથીવધુ જનધન ખાતા ખોલી ગરીબોને મળતા યોજનાકીય દરેક લાભોસીધા તેમના ખાતામાં જમા કરવામાંઆવ્યા છે, બે કરોડથી વધુ ગરીબ પરિવારોને ઉજ્જ્વલા યોજના અન્વયે મફ્ત ગેસ કનેક્શન આપીને સરકારે તેમના જીવનસાથી ધૂમાડાને બહાર કાઢવાનું કામ કર્યુ છે. આ ઉપરાંત સામાજીક સુરક્ષા વીમા યોજના, મુદ્રાલોન યોજના, નિરાધાર વૃધ્ધ પેન્શન, પ્રધાનમંત્રી ગરીબ ક્લ્યાણ યોજના, ખેડૂતોના કલ્યાણ માટે સિંચાઈ, વીમા અને સંસ્થાગત લોનની સુવિધા, પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ ન્યુનત્તમ પ્રીમીયમ પર મહત્તમ વીમો, પ્રધાનમંત્રી કૃષિ ફસલ યોજના, સોઈલ હેલ્થ કાર્ડ, બેટી બચાઓ, બેટી પઢાઓ યોજના, ગર્ભવતી મહિલાઓ માટેની યોજના, સુકન્યા સમૃધ્ધિ યોજના જેવી અનેક યોજનાઓ ધ્વારા વર્તમાન કેન્દ્ર સરકારે પ્રમાણિકતા અને નિષ્ઠાથી કાર્ય કરી દેશની જનતામં આશાનું કિરણ જન્માવ્યું છે. ભારત દુનિયામાં અર્થવ્યવસ્થામાં પાવરહાઉસ તરીકે બહાર આવ્યુંછે. નોટબંધી પછી લગભગ બે કરોડ લોકો ભીમ એપ સાથે જોડાયા છે. તેમણે યુવા સમુદાય માટે કૌશલ્ય વિકાસની વ્યવસ્થાઓની વિગતોઆપતાં જણાવ્યું કે, મોદી ફેસ્ટનુંઆયોજન એ નવા ભારતના વિચારને ઝાંખી કરાવવાનું આયોજન છે.કેન્દ્ર સરકારે ત્રણ વર્ષના શાસન દરમ્યાન પ્રજાલક્ષી કામગીરીનો પારદર્શક હિસાબ પ્રજાજનો સમક્ષ રજૂ કર્યો છે.

સહકાર રાજ્ય મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની કેન્દ્ર સરકારેત્રણ વર્ષના સુશાસનદરમિયાન વિકાસના ફળ છેવાડાના લોકો સુધી પહોંચે તેવા સુચારૂ પ્રયત્નો ક્ર્યા કહ્હે. અનેક લોકોપયોગી યોજનાઓ ધ્વારા વિકાસને નવી દિશા મળી છે. તેમણે જનધન યોજના, મા અમૃતમ યોજના, મા વાસ્ત્લ્ય યોજના, ઉજ્જવલા યોજના, ઉજાલા યોજના,જેનરીક મેડીકલ સ્ટોર જેવી યોજનાઓની વિગતે માહિતી આપી હતી.તાજેતરમાં જ ઔધોગિકરીતે ઝડપથી વિકસી રહેલા દહેજ વિસ્તારમાં પ્લાન્ટ્નું તથા નર્મદા નદી પર નિર્માણ પામેલા કેબલ સ્ટ્રેઈડ બ્રિજનું વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ લોકાર્પણ કરી ભરૂચની જનતાને ભેટ ધરી છે ત્યારેમુખ્યમંત્રીશ્રીવિજયભાઈ રૂપાણીના વડપણ હેઠળરાજ્ય સરકાર વિકાસની ગતિને વધુને વધુ બળવત્તર બનાવવા માટે સક્રીયપણે આગળ વધી રહી છે.

પૂર્વ સાંસદશ્રી ભારતસિંહ પરમારે જણાવ્યું ક્ર, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના કુશળ નેતૃત્વથી સમગ્ર વિશ્વમાં ભારતની એકા આગવી શાખ સ્થાપિત થઈ છે. સરકાર પર ભ્રસ્ટાચાર કે ગેરવહીવટનો એકા પણ ડાઘ લાગ્યો નથી એસૌથી મોટી સફળતા હોવાનું તેમણે જણાવ્યું હતું.

આ પ્રસંગે પૂર્વ ધારાસભ્યશ્રી ખુમાનસિંહ વાંસીયા, રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ક્ષિપ્રા અગ્રે, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી યોગેશભાઈ પટેલ, નગરપાલિકાના પ્રમુખશ્રી આર.વી.પટેલ સહિત નગર્સેવકો, જિલ્લા પંચાયતના માજી પ્રમુખશ્રી મનહરસિંહ ગોહિલ, જિલ્લાના આગેવાન પદાધિકારીઓ, શાળાના બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે હોસ્ટેલ ગ્રાઉન્ડ- ભરૂચ ખાતે તા.૧૬-૧૭-૧૮ જૂન સુધી “મોદી ફેસ્ટ” નો કાર્યક્રમ યોજાશે. વાહન સાથે જોડેલ વિશાળ સ્ક્રીન ધ્વારા સરકારશ્રીની વિકાસની કામગીરીથી લોકોને માહિતગાર કરવામાં આવશે.

ફોટો ગેલેરી