અંક્લએશ્વર ખાતે ગોયાબજાર શાળા સંકુલ અને નોબરીયા પ્રાથમિક શાળા સંકુલ ખાતે મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ પ્રેરક ઉપસ્થિતમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો

Published: June 23 2017

ધો.૧માં ૯૨ બાળકોને મોં મીઠુ કરાવી, કીટ વિતરણ, દફ્તર એનાયત કરી શાળા પ્રવેશોત્સવ કરાયો
દિલેરદાતાઓનું મંત્રીશ્રીના હસ્તે સન્માન કરાયું
શાળા પટાંગણમાં મંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ થયું

 

તા. ૨૨ થી ૨૪ જૂન ૨૦૧૭ દરમ્યાન સમગ્ર રાજ્ય્માં યોજાઇ રહેલા શહેરી વિસ્તાર માટેના શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના આજનાબીજા દિવસે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્રારા અંકલેશ્વર ખાતે ગોયાબજાર શાળા સંકુલ અને નોબરીયા પ્રાથમિક શાળા સંકુલ ખાતે સહકાર વિભાગના મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલની પ્રેરક ઉપસ્થિતમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્ર્મ યોજાયો હતા. આ પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ શ્રી મીનાબહેન પટેલ, ઉપપ્રમુખ શ્રી કલ્પેશ્ભાઇ એમ. મોદી, કારોબારી અધ્યક્ષ શ્રી સંદિપભાઇ બી. પટેલ, દિલેરદાતા પૈકી સામાજીક આગેવાન શ્રીધનજીભાઇ પરમાર,અંકલેશ્વર

ઉલ્લેખનીયા છે કે, પ્રથમ ચરણમાં ગોયાબજાર શાળા સંકુલ ખાતે ક્ન્યા શાળા બાંચ નં ૧, કુમાર શાળા બાંચ નં ૧, ક્ન્યા શાળા નં ૧, મુખ્ય શાળા નંબરની ૧ની ચાર શાળાઓનો સંયુક્ત કાર્યક્રમ યોજાયોહતો જયારે બીજા ચરણમાં નોબારીયા કંમ્પાઉન્ડ ખાતે કુમાર બાંચ નં ૪, આદર્શ બુનીયાદી પ્રાથમિક શાળા, બ્રાંચ શાળા નં ૫, કન્યા શાળા નં ૫, એમ પાંચ શાળાનો સંયુક્ત કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મહાનુભાવોનાં હસ્તે ધોરણ ૧માં ૯૨ બાળકોને સ્કુલ બેગ કીટ તથા મોં મીઠુ કરાવી તથા આંગણવાડીનાં બાળકોને પણ રમકડાની કીટ, દફ્તર,પુસ્તકોનો સેટ જોડે આપી શાળા પ્રવેશ કરાવ્યોહતો. કન્યાઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ એનાયત કરાવામાં આવ્યા હતાં.

બન્ને શાળાઓ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં માં – મણીબા ચેરીટેબલ ટ્રસ્ટનાં ટ્રસ્ટી અને સામાજીક શ્રીમતી અર્ચનાબેન એ. શર્મા, નિકુંજ મહેતા, સુરેશભાઇ ગોસાઇ, જૈન સોશ્યલ મંડળ, લુપીન લિમીટેડ સહિત દિલેરદાતાઓનું મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલનાં વરદ હસ્તે શાલ ઓઢાડી સન્માન કરાયું હતું. બાળકો દ્રારા મનુષ્ય ગૌરવ ગાન, દેશ ભક્તિ ગીત, યોગાનું નિદર્શન અને અમૃતાવાચન જેવા કાર્યક્રમ રજુઆ થયા હતાં.

આ પ્રસંગે સહકારી વિભાગનાં રાજ્યકક્ષાનાં મંત્રી શ્રી ઈશ્વરસિં પટેલે જાણાવ્યુ હતું કે તાત્કાલિન મુખ્યમંત્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવને કારણે શિક્ષણ પ્રયત્યે લોકોમાં જાગૃતિ વધી છે. ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો છે. તેમણે શિક્ષણનો વ્યાપ વધે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ હોવાનું જણાવી શાળા પ્રવેશોત્સવ – કન્યા કેળવણી મહોત્સવ – ગુણોત્સવ જેવા કાર્યક્રમ થકી રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે થયેલી પ્રગતીની માહિતી આપી હતી. ગરીબી હટાવવા માટેનું એકમાત્ર હથિયાર શિક્ષણ છે તેમ જણાવી કન્યા કેળવણી પર ખાસ ભાર મુક્તા મંત્રી શ્રી એ શિક્ષણ થી કોઇ પણ બાળક વંચિત ન રહે તે જોવાની શીખ ઉપસ્થિત માં-બાપ તથા વાલી ગણને આપી હતી તેમને ગુજરાતની આવતીકાલ તેજસ્વી બને તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ હોવાનું જણાવી શિક્ષકોએ પણ બાળકોની શિક્ષણની ગુણવત્તા ઉત્તમ બને તે દિશામાં માર્ગદર્શન આપવા અનુરોધ કર્યો હતો. સ્વચ્છતા બાબતે પણ સૌએ કટિબધ્ધ બનવની હિમાયત કરી હતી.

બન્ને શાળાઓખાતે યોજાયેલા કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણસમિતિના અધ્યક્ષશ્રી પીંકેશકુમારમોદી, ઉપાધ્યક્ષા શ્રીમતી અર્ચનાબહેન શર્મા, શાસકપક્ષના નેતાશ્રી જનકભાઇ શાહ, નગર પ્રાથમિક શિક્ષણ હોદ્દેદારો, દિલેર દાતાઓ શ્રેષ્ઠ શિક્ષકશ્રી ગજેન્દ્રભાઇ પટેલ, એસ.એમ.સી.ના સભ્યો વિવિધ શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ દ્રારા બન્ને શાળાઓને ઘડીયાળની ભેટ આપી તથા બાળકોને ચોકલેટોનું વિતરણ કર્યુ હતું.

કાર્યક્રમના અંતે રાષ્ટ્રગીતના ગાન બાદ શાળાના પટાંગણમાં મંત્રી શ્રીના તથા મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું.

ફોટો ગેલેરી