કેન્દ્રિય રાજ્ય મંત્રીશ્રી, રાજ્ય મંત્રી મંડળના મંત્રીશ્રીઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં અંકલેશ્વર ખાતે ભરૂચ- નર્મદા જિલ્લાનો સંયુક્ત કૃષિ મહોત્સવ યોજાયો

Published: May 27 2017

આગામી ૨૦૨૨ માં દેશના ખેડૂતોની આવક બમણી કરવાના વડાપ્રધાનશ્રીના સ્વપ્નને મૂર્તિમૂત કરવાની સાથો સાથ સમૃધ્ધ – સુખી- સંપન્ન, ‘એક દેશ – શ્રેષ્ઠ દેશ’ ની પરિકલ્પનાને સાકાર કરવા કેન્દ્રિય કૃષિ રાજ્ય મંત્રીશ્રી પુરૂશોત્તમભાઈ રૂપાલાનો અનુરોધ

દેશના ખેડૂતોના પાણી, જમીનપ્રતની માહિતી જરૂરી અર્થવ્યવસ્થા, સુવિધા ઉપલબ્ધિ માટે કેન્દ્ર સરકારની સૌ પ્રથમ વખત રૂ|. ૧૦ લાખ કરોડની જોગવાઈ: દૂધ ડેરીના જુના પ્લાન્ટને અપગ્રેડ કરવા અને આધુનિક ટેકનોલોજીવાળા નવીન પ્લાન્ટની સુવિધા માટે સૌ પ્રથમ વખત રૂ|. ૮ હજાર કરોડની જોગવાઈ

ગુજરાત બાદ સમગ્ર દેશમાં સોઈલ હેલ્થકાર્ડની યોજના અમલી બનાવીને દેશભરમાં ૭.૨૫ કરોડ ખેડૂત લાભાર્થીઓને પુરા પડાયેલા સોઈલ હેલ્થકાર્ડ

આફતને અવસરમાં અને મુશ્કેલીને મહોત્સવમાં પલટાવવાની વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની દેશને અણમોલ ભેટ:- સહકાર રાજ્ય મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ

ભરૂચ-નર્મદા જિલ્લાના કુલ ૧૦૧૯ લાભાર્થી ખેડૂતોને રૂ|.૨૨.૩૪ કરોડથી પણ વધુ રકમની સહાયના ચેક/મંજૂરીપત્રો એનાયત: ૮ પ્રગતિશીલ ખેડૂતોનુ અભિવાદન

કેન્દ્રિય રાજ્ય મંત્રીશ્રી, રાજ્ય મંત્રી મંડળના મંત્રીશ્રીઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં અંકલેશ્વર ખાતે ભરૂચ- નર્મદા જિલ્લાનો સંયુક્ત કૃષિ મહોત્સવ યોજાયો

ભરૂચ: (શનિવાર):- કેન્દ્રિય કૃષિ અને ખેડૂત કલ્યાણ અને પંચાયતી રાજના રાજ્યકક્ષાના મંત્રીશ્રી પુરૂશોત્તમ રૂપાલા, ગુજરાતના પશુપાલન-ગૌવર્ધનના રાજ્ય મંત્રીશ્રી બચુભાઈ ખાબડ, કૃષિ શહેરી ગૃહ નિર્માણના રાજ્ય મંત્રીશ્રી વલ્લભભાઈ વઘાસીયા, સહકાર રાજ્ય મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ, વન અને આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રીશ્રી શબ્દશરણભાઈ તડવી સંસદસભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ સહિતના વરિષ્ઠ પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ તથા ધરતીપુત્રો-ખેડૂતભાઈ- બહેનોની વિશાળ-જંગી-મેદનીની ઉપસ્થિતિમાં આજે અંકલેશ્વર ખાતે ભરૂચ-નર્મદા જિલ્લાના યોજાયેલા સંયુક્ત કૃષિ મહોત્સવ-૨૦૧૭ની ઉજવણીના કાર્યક્રમને દિપ પ્રગટ્ય ધ્વારા ખુલ્લો મુકાયો હ્તો.

મુખ્ય સ્ટેજના કાર્યક્રમના પ્રારંભ અગાઉ ઉક્ત મંત્રીશ્રીઓ/મહાનુભાવોએ કાર્યક્રમના પંડાલ નજીક પશુ સારવાર કેમ્પમાં ગૌપૂજન કરીને પશુઓને સારવાર અને શસ્ત્રક્રિયાની કામગીરીને પણ ખુલ્લી મુકી હતી. આજના આ પશુ આરોગ્ય સારવાર શિબિરમાં પશુઓની શિંગડાના કેન્સરની શસ્ત્રક્રિયા હાથ ધરાઈ હતી. આજે અંદાજે ૪૦૦ થી ૫૦૦ જેટલા પશુઓ સારવાર માટે તેમના પશુપાલકો લઈને આવ્યા હતા. સારવાર માટે આવેલા પશુઓની આરોગ્ય તપાસ કરીને જરૂરી સારવાર ઉપરાંત જરૂરી શસ્ત્રક્રિયા પણ કરવામાં આવી હતી.

આ પ્રસંગે ભરૂચ કૃષિ કોલેજના સહ- પ્રધ્યાપકશ્રી ડો.ડી.ડી.પટેલે સંજીવ ખેતી વિશે અને કૃષિ યુનિ. વધઈના પ્રધ્યાપકશ્રી ડો. જે.જે.પસ્તાગીયાએ એપી કલ્ચર – મધમાખી પાલન અંગે કૃષિ વિષયક માર્ગદર્શન પુરૂં પાડ્યું હતુ. જ્યારે અણોર ગામના પ્રગતિશીલ ખેડૂત શ્રી છગનભાઈ પૂંજાભાઈ પઢિયારે ગૌ-આધારિત સજીવ ખેતી અને બગોદરાના શ્રી શાંતિલાલ બાબુભાઈ પટેલે એગ્રો સર્વિસ પ્રોવાઈડ યુનિટસહાય યોજનાના થકી થયેલી આવક લાભો- ફાયદાઓ અંગે તેમના પ્રતિભાવો રજૂ કર્યા હતા.
કેન્દ્રિય કૃષિ અને ખેડૂત કલ્યાણ પંચાયતી રાજના રાજ્યમંત્રીશ્રી પુરૂષોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું કે, દેશના ખેડૂતોને પાણી મળવાના સાથોસાથ તેમની જમીનના પ્રતની માહિતી અને જરૂરી અર્થ વ્યવસ્થાની સુવિધાની ઉપલબ્ધિ માટે કેન્દ્ર સરકારે તેના બજેટમાં સૌપ્રથમ વખત રૂપિયા ૧૦ લાખ કરોડની જોગવાઈ કરી છે. સહકારી ક્ષેત્રે દૂધની બનાવટો માટેની દૂધ ડેરીના જુના- પ્લાન્ટને અપગ્રેડ કરવા અને અધતન ટેકનોલોજીવાળા નવા પ્લાન્ટની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે પણ કેન્દ્ર સરકારે સૌ પ્રથમવાર રૂપિયા ૮ હજાર કરોડની જોગવાઈ કરી છે.

કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોના ક્લ્યાણ માટે સતત ચિંતિત બનીને તે દિશામાં કામગીરી કરી રહી છે, ત્યારે સરકારશ્રીની ખેડૂત કલ્યાણલક્ષી તમામ યોજનાઓને પોતાના ગામ અને ખેતર સુધી લઈ જવાનો શ્રી રૂપાલાએ ભારપૂર્વકનો અનુરોધ કર્યો હતો અને અગામી ૨૦૨૨ માં સમગ્ર દેશના ખેડૂતોની આવક બમણી કરવાના વડાપ્રધાનશ્રીના સ્વપ્નને સાકાર કરવાની સાથોસાથ દેશના રાષ્ટ્રપિતા પૂ.મહાત્મા ગાંધી બાપુની ૧૫૦ મી જન્મ જયંતિની ઉજવણીના અવસરે સમૃધ્ધ-સુખી-સંપન્ન એવો “એક દેશ- શ્રેષ્ઠ દેશ” ની પરિકલ્પના સાકાર કરવાની હિમાયત કરી હતી.

કેન્દ્રિય રાજ્યમંત્રીશ્રી રૂપાલાએ વધુમાં જણાવ્યું હતું કે, હાલના વડાપ્રધાનશ્રી અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના તેમના શાસનકાળ દરમ્યાન પ્રત્યેક માનવીના સ્વાસ્થ્યની ચિંતા અને તે દિશામાં નક્કર કદમોની સાથે સઆથે પશુધનના સ્વાસ્થ્યની પણ ચિંતા કરી હતી અને ગુજરાતમાં કૃષિ મહોત્સવ દરમ્યાન પશુ આરોગ્ય કેમ્પ થકી પશુધનની સારવાર, શસ્ત્રક્રિયાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવીને અબોલ પશુધનના સ્વાસ્થ્યના સુધારણા સાથે નવજીવન બક્ષવાની દિશાનું ઉમદા કદમ સરાહનીય રહ્યું છે. તેમણે ખેડૂતોની જમીનની સ્વાસ્થ્યની પણ ચિંતા કરીને સોઈલ હેલ્થ કાર્ડની ગુજરાતમાં શરૂ કરેલી યોજના હવે સમગ્ર ભારત વર્ષમાં અમલી બનાવીને દેશભરમાં ૭.૨૫ કરોડ સોઈલ હેલ્થકાર્ડ ખેડૂત લાભાર્થીઓને પુરા પાડવામાં આવ્યા છે.

કેન્દ્રિય રાજ્યમંત્રીશ્રી પુરૂશોત્તમભાઈ રૂપાલાએ વધુમાં ઉમેર્યુ કે, વડાપ્રધાનશ્રીએ કેન્દ્રમાં સત્તાના સૂત્રો સાંભળ્યા બાદ ગણતરીના દિવસોમાં જ નર્મદા યોજનાના દરવાજા મુકવાની કામગીરીની મંજુરી આપવાની સાથે તે જ દિવસે ગુજરાતના તે સમયના મુખ્યમંત્રીશ્રીના હસ્તે દરવાજા મુકવાની કામગીરીનો પ્રારંભ કરાવ્યો હતો, જે કામગીરી ડિસેમ્બર-૨૦૧૭ માં પૂર્ણ થવાની સાથે નર્મદા ડેમમાં પૂરતી ક્ષમતામાં પાણીનો સંગ્રહ કરાશે. નર્મદા ડેમના બાંધકામ માટે ઉપવાસ કરવા અને તે કામ આગળ ધપાવવાની સાથે નર્મદાનું પાણી કચ્છ સુધી પહોંચાડવાનું કામ પણ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યુ છે.

ખેડૂતોના હિત માટે લીધેલા ખેડૂતલક્ષી નિર્ણયો અને તેના અમલીકરણ માટે રાજ્ય સરકારની કટિબધ્ધતાને બિરદાવતાં કેન્દ્રિયમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ખેડૂતોની રજૂઆત પહેલાં જ ખેડૂતોના મનની વાતને કેન્દ્ર સમક્ષ રજૂ કરીને ટેકાના ભાવે ૩૦ હજાર મેટ્રીક ટન તુવેરની ખરીદવાની રજૂઆતને ભારત સરકારે મંજુરી આપ્યા બાદ આ ખરીદી દરમ્યાન રાજ્ય સરકાર તરફથી વધુ ખરીદીની દરખાસ્ત મળતાં વધુ ૫૦ હજાર મેટ્રીક ટન તુવેર ખરીદીની કેન્દ્ર સરકારે આપી છે અને તેની ખરીદીના સમયમાં પંદર દિવસની વધુ મુદત ખેડૂતોના હિતમાં અપાયાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

આ કૃષિ મેળાના સ્થળે યોજાયેલા વિવિધ કૃષિલક્ષી બાબતોના પ્રદર્શનની પણ કેન્દ્રિયમંત્રીશ્રી રૂપાલાએ લીધેલી મુલાકાત દરમ્યાન પ્રદર્શનમાં ચોક્કસ પ્રકારના શાકભાજીના નમુનાઓની મુક્તકંઠે પ્રસંશા કરી આવા પ્રગતિશીલ ખેડૂતોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, આ તમામ ખેડૂતો તેમની સક્સેસ સ્ટોરીના માર્ગે આગળ વધશે તો અગામી ૨૦૨૨ પહેલાં દરેક ખેડૂતોની આવક બમણી કરવાના વડાપ્રધાનશ્રીના પ્રયાસને વહેલી સફળતા પ્રાપ્ત થશે તેવો આશાવાદ વ્યક્ત કરતાં પ્રદર્શનમાં જલબેરાની ખેતી માટે ખેડૂતોએ વધાવ્યો હતો.

તેમણે મધઉછેરની ખેતીથી ૧૦ થી ૨૦ ટકા અન્ય પાકોનું ઉત્પાદન વધતું હોવાથી ખેડૂતોને આવી નફાકારક ખેતી તરફ લક્ષ કેન્દ્રિત કરવાની સાથો સાથ ભરૂચમાં પશુધન માટે એક સલાયદી હોસ્ટેલ બનાવવાનું પણ સૂચન કર્યુ હતું. આ સૂચનના અમલ બાદ તે મૂર્તિમંત થયેથી સાચા અર્થમાં ગાય માતાની આપણે પુન:પ્રતિષ્ઠા કરી શકીશું.

ગાયના વિકાસ માટેનો કાર્યક્રમ અમલી બનાવ્યો છે, તેનો મહત્તમ લાભ લેવાનો અનુરોધ કરી રાજ્યના ખેડૂતોની તાકાત અને ક્ષમતામાં વૃધ્ધિ માટે અરબો- ખરબો રૂપિયાનો ખર્ચ સરકાર તરફથી થઈ રહ્યો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
ગુજરાતના સહકાર રાજ્ય મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, આફતને અવસરમાં અને મુશ્કેલીને મહોત્સવમાં પલટાવવાની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અણમોલ ભેટ આપણને મળી છે. આજનો ખેડૂત વૈજ્ઞાનિક ઢબે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવે અને તે માટે નીત-નવી ટેકનોલોજીનો ઉપયોગ કરે તે હેતુથી રાજ્યમાં આજદિન સુધીના ૧૨ કૃષિ મહોત્સવ દરમ્યાન તેના ક્રાંતિકારી પરિણામો મળ્યાં છે અને ગુજરાતનો ખેડૂત વિશ્વના ખેડૂત સાથે સ્પર્ધામાં રહ્યો છે. તેમણે ખેતી અને સિંચાઈના પાણી માટેના વીજ જોડાણમાં રાજ્ય સરકાર તરફથી અપાઈ રહેલી સુવિધાઓ અને ૧ ટકાના દરે ખેડૂત ધિરાણ અંતર્ગત રાજ્યના ૧૪ લખ ખેડૂતોને પુરા પડાયેલા ધિરાણ, માર્કેટીંગ માટે ખર્ચ પેટે સહાય, પોષણક્ષમ ભાવો વગેરેનો ઉલ્લેખ કરી ભરૂચમાં રૂ|. ૧૦૩.૫૩ કરોડની કિંમતે બે લાખ પાંચ હજાર ચૌદ ક્વિન્ટલ અને નર્મદામાં રૂ|. ૭.૮૦ કરોડની કિંમતે પંદર હજાર ચારસો પચાસ ક્વિન્ટલ તુવેરની ખરીદી કરવામાં આવ્યું હોવાનું પણ તેમણે ઉમેર્યુ હતું.

બંન્ને જિલ્લાના ૮ જેટલા પ્રગતિશીલ ખેડૂતોને શાલ ઓઢાડી, રોકડ પુરસ્કાર, સન્માનપત્ર અને શિલ્ડ એનાયત કરીને અભિવાદન કરાયું હતું તેની સાથોસાથ નવસારી કૃષિ યુનિવર્સિટી ધ્વારા તૈયાર કરાયેલ વી.સી.ડી(ઈ-સાહિત્ય) પુસ્તિકાનું અને બાગાયત વિભાગ ધ્વારા તૈયાર કરાયેલ પુસ્તિકાઓનું પણ વિમોચન કરાયું હતું.

આ પ્રસંગે કેન્દ્રિય કૃષિ રાજ્ય મંત્રીશ્રી પુરૂશોત્તમભાઈ રૂપાલા સહિત રાજ્ય મંત્રી મંડળના મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ/ધારાસભ્યશ્રીઓ વગેરે મહાનુભાવોના હસ્તે ભરૂચ જિલ્લાના ૭૦૨ ખેડૂત લાભાર્થીઓને રૂ|.૪.૬૫ કરોડની સહાયના ચેક/મંજુરીપત્રો તેમજ નર્મદા જિલ્લાના ૩૧૫ ખેડૂત લાભાર્થીઓને રૂ|. ૧૭.૬૯ કરોડની સહાયના ચેક/મંજુરીપત્રો મળી કુલ ૧૦૧૯ લાભાર્થી ખેડૂતોને રૂ|. ૨૨.૩૪ કરોડની રકમના સહાયના ચેક/મંજૂરીપત્રોનું વિતરણ કરાયું હતું.

આ પ્રસંગે છોટાઉદેપુરના સાંસદશ્રી રામસિંહ રાઠવા, પૂર્વ સાંસદ અને ભાજપના પ્રદેશ મહામંત્રીશ્રી ભારતસિંહ પરમાર, ધારાસભ્ય સર્વ શ્રી દુષ્યંતભાઈ પટેલ, શ્રી છત્રસિંહ મોરી, શ્રી અરૂણસિંહ રણા, શ્રી મોતીસિંહ વસાવા, ભરૂચ ભાજપ પ્રમુખશ્રી યોગેશભાઈ પટેલ, નર્મદા જિલ્લા ભાજપા પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ દેસાઈ, ભરૂચ જિલ્લાના ક્લેક્ટરશ્રી સંદિપ સાગલે, નર્મદા કલેક્ટરશ્રી આર.એસ.નિનામા, ભરૂચ જિલ્લાના ડી.ડી.ઓ. શ્રી ક્ષિપ્રા અગ્રે અને નર્મદા જિલ્લાના ડી.ડી.ઓશ્રી રણજીતકુમારસિંહ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી મનહરસિંહ ગોહિલ, નગરપાલિકાના પદાધિકારીશ્રીઓ તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, રાજ્યના બાગાયત નિયામકશ્રી ડો. આર.એ.શેરસીયા, બંને જિલ્લાના ખેતીવાડી અધિકારીશ્રીઓ,નાયબ પશુપાલન નિયામકશ્રીઓ, ભરૂચ- નર્મદા જિલ્લાના સરપંચશ્રીઓ, પ્રગતિશીલ ખેડૂતો સહિતના બંને જિલ્લાના ખેડૂતભાઈઓ-બહેનો વગેરે હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહીને આજની અંતિમ ચરણની કૃષિ મહોત્સવની આ મેગા ઈવેન્ટને સફળ બનાવી હતી.

ભરૂચ ખાતે યોજાયેલા કૃષિ મહોત્સવના પ્રારંભે પ્રાથમિક શાળાની વિધાર્થીનીઓ દ્વારા પ્રાર્થના બાદ ગૌ-સંવર્ધન આધારિત પ્રચારલક્ષી નાટકના માધ્યમથી પશુપાલનના વિકાસનો સંદેશો આપ્યો હતો જ્યારે “મેરે દેશકી ધરતી સોના ઉગલે ઉગલે હીરે મોતી- મેરે દેશકી ધરતી” ના દેશભક્તિ ગીતે રાષ્ટ્રભક્તિની પ્રારંભમાં ભરૂચ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી લાલવાણીએ તેમના સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી આજના કૃષિ મહોત્સવ કાર્યક્રમની રૂપરેખા આપી હતી અને કૃષિ વિકાસમાં કૃષિ મહોત્સવમાં યોગદાનની ભૂમિકા પણ રજૂ કરી હતી. અંતમાં નર્મદા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી

ફોટો ગેલેરી