અંકલેશ્વર ખાતે ૧૩ માં અંતર શાળાકીય રમતોત્‍સવ કાર્યક્રમનો ઇનામ વિતરણ સમારંભ મંત્રીશ્રી પ્રેક ઉપસ્‍થિતિમાં યોજાયો.

Published: January 25 2018

અંકલેશ્વર ઇન્‍ડસ્‍ટ્રીયલ ડેવલપમેન્‍ટ સોસાયટી આયોજીત જીઆઇડીસી અંકલેશ્વર વિસ્‍તારની શાળાઓમાં યોજાયેલી વિવિધ રમતોત્‍સવ કાર્યક્રમનો ઇનામ વિતરણ સમારંભ આજે અંકલેશ્વર ખાતે ડી.એ.આનંદપુરા સ્‍પોર્ટસ કોમ્‍પલેક્ષ ખાતે સહકાર, રમતગમત યુવા અને સાંસ્‍કૃત્તિક પ્રવૃતિઓ અને વાહનવ્‍યવહાર વિભાગના રાજયકક્ષાના મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલની પ્રેરમ ઉપસ્‍થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે અંકલેશ્વર ઇન્‍ડસ્‍ટ્રીયલ એસોસીએશનના આગેવાન હોદ્દેદારો ઉપસ્‍થિત રહ્‍યા હતા.

કાર્યક્રમમાં વિવિધ સ્‍પર્ધાના વિજેતા સ્‍પર્ધકોને ઇનામ વિતરણ કરતાં મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્‍યું હતું કે, વિદ્યાર્થીઓએ ભણતરની સાથે સાથે રમતગમતક્ષેત્રે પણ આગળ આવવું જોઇએ. રમતગમત ક્ષેત્રે આગળ આવવાથી જીવનમાં ખેલદિલીની ભાવના પ્રગટે છે. તેમણે રાજય સરકાર ધ્‍વારા ખેલમહાકુંભક્ષેત્રે આવેલી પ્રગતિની વાતો કહી હતી અને અંકલેશ્વર ઇન્‍ડસ્‍ટ્રીયલ ડેવલપમેન્‍ટ ધ્‍વારા જીઆઇડીસી વિસ્‍તારની વિવિધ બાળકોના ભણતરની સાથે સાથે ઇતરપ્રવૃત્તિઓમાં પણ જાગૃતતા મેળવાય છે તેને બિરદાવી હતી.

આ પ્રસંગે અંકલેશ્વર ઇન્‍ડસ્‍ટ્રીયલ એસોસીહેશનના પ્રમુખશ્રી મહેશભાઇ પટેલ, વાઇસ પ્રેસિડન્‍ટશ્રી જશુભાઇ ચૌધરી, શ્રી બીડી.દલવાડી અને શ્રી હિંમતભાઇ તેમજ વિવિધ શાળાના રમતવીરો, શિક્ષકો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્‍યા હતા. ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર જીઆઇડીસી વિસ્‍તારના ૧૩ માં આંતર શાળાકીય રમતોત્‍સવના કાર્યક્રમમાં ૧૯ શાળાઓના ૩૫૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને સ્‍વીમીંગ, ફૂટબોલ, ખો-ખો, ગોળાફેંક, ચક્રફેંક, લાંબીકૂદ, સાયકલીંગ જેવી સ્‍પર્ધાઓ યોજાઇ હતી જેમાં ઉત્‍સાહપૂર્વક વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

ફોટો ગેલેરી