દેડીયાપાડા તાલુકાના ચીકદા ખાતે ગામતળાવ ઉંડુ કરવાની કામગીરીનું નિરીક્ષણ.

Published: May 17 2018

તા.૧૯ મી એ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી સુજલામ સુફલામ જળસંચય અભિયાન હેઠળ દેડીયાપાડા તાલુકાના ચીકદા ખાતે ગામતળાવ ઉંડુ કરવાની કામગીરીનું નિરીક્ષણ કરશે
મનરેગા હેઠળના જળસંચયના કામમાં મુખ્યમંત્રીશ્રી શ્રમદાન કરવાની સાથે વૃક્ષારોપણ કરશે.

૫૦ હજાર ઘનમીટર પાણીની સંગ્રહ ક્ષમતાવાળા ચીકદા તળાવને ઉંડુ કરવાથી ૨૦ થી ૨૫ હજાર
ઘનમીટર માટીના ખોદકામ થકી વધુ ૨૦ થી ૨૫ હજાર ઘનમીટર પાણી સંગ્રહની ક્ષમતામાં વધારો થશે
જિલ્લાકક્ષાએ ઉપલબ્ધ વિવિધ ફંડના ઉપયોગ થકી ઉનાળા દરમિયાન પાણીની અંશતઃ તંગીવાળા વિસ્તારો તથા દેડીયાપાડા અને ગરૂડેશ્વરના અંતરિયાળ વિસ્તારોમાં ૨૫ જેટલા નવા તળાવો થકી ૧૪ લાખ ઘનમીટર માટીનું ખોદકામ કરીને ૨૦ કરોડ લીટર પાણીની  સંગ્રહ ક્ષમતા ઉભી કરાઇ

રાજપીપલા, ગુરૂવાર – ગુજરાત સ્થાપના દિનથી સમગ્ર રાજ્યમાં સુજલામ સુફલામ જળસંચય અભિયાન અંતર્ગત ગુજરાતના તમામ જિલ્લાઓમાં તળાવ-ચેકડેમ ઉંડા કરવા, ખેત તલાવડી, વન તલાવડી, માટીપાળા બનાવવા વગેરે જેવી જળ સંચયની રાજ્યવ્યાપી કામગીરીનો જનભાગીદારીથી પ્રારંભ થયો છે, જે અન્વયે નર્મદા જિલ્લામાં પણ આ કામગીરી વેગ પકડીને આગળ ધપી રહ્યું છે.

ગુજરાતનાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી તા.૧૯ મી મે, ૨૦૧૮ ને શનિવારના રોજ નર્મદા જિલ્લાનાં અંતરિયાળ આદિવાસી વિસ્તાર દેડીયાપાડા તાલુકાનાં ચીકદા ગામ ખાતેના ગામ તળાવને ઉંડુ કરવાની કામગીરીનું નિરીક્ષણ કરશે. અહીં મનરેગા યોજના હેઠળ ચાલતાં જળસંચયના કામના સ્થળે મુખ્યમંત્રીશ્રી શ્રમિકોને છાસ અને સુખડીનું વિતરણ કરશે. મુખ્યમંત્રીશ્રી તેમજ પદાધિકારીશ્રીઓ દ્વારા અહીં શ્રમદાન કર્યા બાદ કાર્યક્રમનાં સ્થળે વૃક્ષારોપણ કરશે. હાલમાં ચીકદા ગામ તળાવની પણી સંગ્રહની અંદાજે ૫૦ હજાર ઘનમીટર જેટલી છે, હવે આ તળાવ ઉંડુ કરવાનાં આ કામથી આશરે ૨૦ થી ૨૫ હજાર ઘનમીટર માટીનું ખોદકામ થશે અને તેને લીધે ૨૦ થી ૨૫ હજાર ઘનમીટર પાણી સંગ્રહની ક્ષમતામાં પણ વધારો થશે.

જિલ્લા પ્રસાશન દ્વારા સુજલામ સુફલામ જળસંચય અભિયાન–૨૦૧૮ નાં તૈયાર કરાયેલા એક્શન પ્લાન મુજબ જળસંપતિ વિભાગના તળાવ ઉંડાના- ૮૩, ચેકડમે ડીસીલ્ટીંગના-૪૦, નહેર સફાઇના- ૩, વન તળાવના- ૧૫, ચેકડેમ રીપેરીંગના- ૬ તેમજ વન વિભાગનાં-ચેકડેમ ડીસીલ્ટીંગનાં- ૪૦, કન્ટુર ટ્રેન્ચનાં-૧૫, મનરેગા હેઠળ તળાવ, ચેકડેમ ઉંડા કરવાનાં- ૪૬, ચેકડેમ ડીસીલ્ટીંગનાં– ૨૬ માટીપાળા–ખેત તલાવડીના- ૭૫, રાજપીપલા નગરપાલિકાનાં તળાવ ઉંડા કરવાના - ૨ , કાંસ સફાઇનાં – ૩ સહિત કુલ- ૩૮૬ કામોનાં આયોજન પૈકી ૭૯ જેટલા વિવિધ કામો ગઇકાલ સુધીમાં પૂર્ણ થયેલ છે. જ્યારે ૧૯૦ જેટલા કામો હાલ કાર્યાન્વિત અને પ્રગતિ હેઠળ છે. તેવી જ રીતે પાણી પુરવઠા વિભાગ દ્વારા પીવાનાં પાણીની પાઇપ લાઇનોનાં વાલ્વ નિરીક્ષણ અને મરામતના ૧૪૬ જેટલા કામોનાં આયોજન સામે ૨૦૭ જેટલા કામો પૂર્ણ થયેલ છે. એટલે કે ૬૧ જેટલા વધુ કામો હાથ ઉપર લઇને તેને પણ પૂર્ણ કરાયાં છે. આમ, લીકેજીસ દૂર કરવાની સાથે જરૂરી દુરસ્તી કામ કરીને પાણીનાં વ્યયને અટકાવાયો છે.

જિલ્લાભરમાં જળ સંચયનાં ચાલી રહેલા આ કામો માટે ૮૦ જીસીબી મશીન, ૧૬૦ ટ્રેક્ટર અને ૦૫ ડમ્પર જેવા સાધનોનો ઉપયોગ થઇ રહ્યોં છે. જિલ્લામાં ૧૦૮ જેટલા મનરેગા યોજનાના કામો હેઠળ ૮૬૫૪ શ્રમિકો ઘરઆંગણે રોજગારી મેળવી રહ્યાં હોવાથી રોજગારી માટે ભરૂચ-અંકલેશ્વર-સુરત વગરે જેવા સ્થળોએ સ્થળાંતર કરતાં શ્રમિકોની હિજરત પણ હવે અટકવા પામી છે.

નર્મદા જિલ્લામાં જિલ્લાકક્ષાએથી ઉપલબ્ધ જુદા જુદા ફંડનો ઉપયોગ કરીને ઉનાળા દરમિયાન પાણીની અંશતઃ તંગીવાળા વિસ્તારોમાં તથા દેડીયાપાડા અને ગરૂડેશ્વર ના ખૂબ જ અંતરિયાળ વિસ્તારોમાં ૨૫ જેટલા નવા તળાવો બનાવવામાં આવ્યાં છે, જેમાં ૧૪ લાખ ઘનમીટર માટીનું ખોદકામ કરીને ૨૦ કરોડ લીટર પાણીની સંગ્રહ ક્ષમતા ઉભી કરવામાં આવી છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, સમગ્ર રાજ્યમાં સુજલામ-સુફલામ જળસંચય અભિયાનનાં કામો માટે રાજ્યકક્ષાએથી જે તે જિલ્લાને ફાળવાયેલા લક્ષ્યાંક અન્વયે નર્મદા જિલ્લાને માત્ર ૧૮૯ જેટલા જ જળસંચયના કામોનો લક્ષ્યાંક હતો. પરંતુ નર્મદા જિલ્લા વહિવટીતંત્ર દ્વારા કામની મહત્તા જોતાં વધુ લક્ષ્યાંકની કરવાની સાથે જળસંચયનાં વધુ કામોનું આયોજન હાથ પર લેવાની આ જિલ્લા તરફથી તત્પરતા દર્શાવાઇ હતી. જેને અનુલક્ષીને રાજ્યકક્ષાએથી પુનઃ જળસંચયના કામોમાં ફેરફાર-વધારો કરીને નવેસરથી પુનઃ ૩૮૬ જેટલો લક્ષ્યાંક અપાયો હતો. આમ, જૂના લક્ષ્યાંકને પાર પાડવામાં નર્મદા જિલ્લો જળસંચયનાં કામોમાં ઝડપથી આગળ ધપી રહ્યોં છે અને નવા લક્ષ્યાંક મુજબનાં બાકી રહેલા ૧૧૭ જેટલાં જળસંચયનાં કામો પણ આગામી બે-ત્રણ દિવસમાં પ્રારંભમાં થઇ જશે અને નિર્ધારિત સમયાવધિમાં આ કામો પૂર્ણ થાય તે રીતનું સુચારૂં આયોજન પણ જિલ્લામાં ગોઠવાયું છે.

સમાચાર સંખ્‍યા –  ૨૪૭
સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જિલ્લાકક્ષાએ નિગરાની
સમિતિની ક્ષમતા નિર્માણ માટે યોજાઇ કાર્ય શિબિર

રાજપીપલા, ગુરૂવાર – નર્મદા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી ધાકરેની અધ્યક્ષતામાં તાજેતરમાં જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે સ્વચ્છ ભારત મિશન દ્વારા જિલ્લાકક્ષાની નિગરાની સમિતિનાં ક્ષમતા નિર્માણ માટે કાર્ય શિબિર યોજાઇ હતી.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, આઇ.સી.ડી.એસ.નાં પ્રોગ્રામ અધિકારીશ્રી, DLM, DDPC, બ્લોક રિસોર્સ ટીમ તેમજ તાલુકાકક્ષાનાં સ્વચ્છતા મિશનનાં કર્મચારીગણની ઉપસ્થિતિમાં યોજાયેલી આ એક દિવસીય કાર્ય શિબિરમાં ગામને ખુ્લ્લામાં શૌચક્રિયા મુક્ત બનાવવા માટે આગાખાન રૂરલ સપોર્ટ પ્રોગ્રામ અંતર્ગત જરૂરી તાલીમ પણ આપવામાં આવી હતી.

સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં ખુલ્લામાં શૌચક્રિયા મુક્ત દરજ્જાની સતત અને સઘન જાળવણી રાખવા, તેની પર સતત દેખરેખ, મજબુતીકરણ અને સમુદાયમાં ગતિશીલતા અને માનસિકતામાં બદલાવ લાવી શૌચક્રિયાની ઉપયોગીતા, જાળવણી અને નિભાવણી, સાબુ વડે હાથ ધોવા, ઘન અને પ્રવાહી કચરાના નિકાલ વ્યવસ્થાપન દ્વારા સુકો અને ભીનો કચરો જુદી જુદી કચરા પેટીમાં કચરો નાખવા વગેરે જેવી બાબતોમાં જનજાગૃત્તિ કેળવવા જેવી અનુગામી પ્રવૃત્તિઓ તેમજ સ્વચ્છ અને આરોગ્યપ્રદ વાતાવરણના નિર્માણ માટે ઉક્ત શિબિરનું આયોજન કરાયું હતું.

ફોટો ગેલેરી