ભરૂચ તાલુકાના નંદેલાવ, પારખેત અને પાદરીયા ગામોમાં તળાવ ઉંડા કરવાની કામગીરીનું નિરીક્ષણ ર્ક્‍યું.

Published: May 19 2018

સહકાર મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે આજે ભરૂચ તાલુકાના નંદેલાવ, પારખેત અને પાદરીયા ગામોની મુલાકાત લઇ સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓના સહયોગથી તળાવ ઉંડા કરવાની ચાલતી કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ ર્ક્‍યું હતું તથા આ કામોથી થનારા લાભોની ગ્રામજનો સાથે ચર્ચા કરી હતી. તેમણે સુજલામ સુફલામ જળસંચય અભિયાન ગુજરાતની જળસંગ્રહની તાકાત વધારશે અને ખેતી તથા પર્યાવરણ સુધારશે તેવો વિશ્વાસ વ્‍યક્‍ત ર્ક્‍યો હતો. તેમણે જણાવ્‍યું હતું કે, જળ સંચય અભિયાન હેઠળ રાજ્‍યના તેર હજાર જેટલા તળાવો અને જળષાોતોની ઉંડાઇ વધારી કાપ કાઢવો, સમારકામ કરવું જેવા કામો કરવામાં આવશે.

જેનાથી ગુજરાતની જળ સંગ્રહની ક્ષમતામાં વધારો થશે. મંત્રીશ્રીએ જળસંચયના કામો ગુણવત્તાસભર અને પરિણામદાયક થાય તથા તેમાં પુરતી કાળજી લેવાનો સંસ્‍થાઓને અનુરોધ કરતાં ઉમેર્યું હતું કે, ભાવી પેઢી પાણીની તંગી ન ભોગવે તે માટે જળસંચય અભિયાન રાજ્‍ય સરકારે આરંભ્‍યુ છે ત્‍યારે ગ્રામજનોએ પણ પાણીનો ખુબ જ કાળજીપૂર્વક ઉપયોગ કરવા અપીલ કરી હતી. તેમણે આ અભિયાનમાં નાગરિકો, સહકારી સંસ્‍થાઓ અને ઔદ્યોગિક એકમો સહુ કોઇ સહકાર આપે તેવો અનુરોધ ર્ક્‍યો હતો. આ મુલાકાત દરમિયાન સાંસદશ્રી મનસુખભાઇ વસાવાએ પણ જળસંચય અભિયાન અન્‍વયે ચાલતા કામોનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શક સુચનો કર્યાં હતા.

જળસંચય કામોના નિરીક્ષણ હેઠળના વિવિધ ગામોની મુલાકાત દરમ્‍યાન મંત્રીશ્રી સાથે પૂર્વ ધારાસભ્‍યશ્રી રમેશભાઇ મિષાી, જિલ્લા આગેવાન શ્રી યોગેશભાઇ પટેલ, આગેવાન-પદાધિકારીઓ, નંદેલાવ ગ્રામ પંચાયતના સરંપચશ્રી રતીલાલ ચૌહાણ, અધિકારીગણ, વિવિધ સંસ્‍થાના અગ્રણીઓ, સબંધિત ખાતાના અધિકારીગણ અને ગ્રામજનો ઉપસ્‍થિત રહ્‍યા હતા.

ફોટો ગેલેરી