ભરૂચ તાલુકાના ઉમરા, કવિઠા ગામોએ મનરેગા યોજના હેઠળ ચાલી રહેલા તળાવ ઉંડા કરવાના કામનું નિરીક્ષણ કરવામાં આવ્યું.

Published: May 20 2018

સુજલામ સુફલામ જળસંચય અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લામાં ચાલી રહેલા જળસંચયના કામો વેગીલા બન્યાં છે. ભરૂચ તાલુકાના ઉમરા અને કવિઠા ગામોએ મનરેગા યોજના હેઠળ ચાલુ રહેલા તળાવ ઉંડુ કરવાના કામનું સહકાર રાજ્ય મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે નિરીક્ષણ કર્યું હતું અને ગ્રામજનો સાથે જરૂરી ચર્ચા કરી જળસંચય અભિયાનની માહિતી પુરી પાડી હતી. તેમણે ગ્રામજનોને ગામ તળાવ ઉંડા થવાથી પશુધનને પીવાના પાણીનો પ્રશ્ન ઉકેલાશે તેમ જણાવી સુજલામ સુફલામ જળ અભિયાનને સફળ બનાવીએ.

આ પ્રસંગે કવિઠા ગામે મનરેગા યોજના હેઠળ તળાવનું ઉંડુ કરવાના કામ કરતા શ્રમિક બહેન લલીતાબેન વસાવા અને યોગેશગીરી ગોસ્વામીએ રાજ્ય સરકારના ધ્વારા જળસંચય અભિયાન શરૂ થયું છે જેને કારણે અમોને ઘર આંગણે રોજગારી મળી રહી છે. જેને અમોને આનંદ છે.

ઉમરા અને કવિઠા ગામોની મંત્રીશ્રીએ મુલાકાત દરમ્યાન જિલ્લા આગેવાન શ્રી મારૂતિસિંહ અટોદરીયા, ધર્મેશભાઈ મિસ્ત્રી, ઉમરાના સરપંચશ્રી કમલેશભાઈ પટેલ, કવિઠાના સરપંચશ્રી ભદ્રેશભાઈ ઈશ્વરભાઈ પટેલ, ગામ આગેવાનો, સબંધિત વિભાગના અમલીકરણ અધિકારીગણ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.    

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના દાંદા ગામે પૂરજોશમાં ચાલી રહેલ જળસંચય અભિયાનનું કાર્ય
----------
મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે તળાવ ઉંડા કરવાના કામનું કરેલું નિરીક્ષણ
----------
જળસંચય અભિયાનથી પીવાના પાણીના ભૂગર્ભ તળ ઉંચા આવશે જેનો લાભ રાજ્યના કરોડો નાગરિકો – ખેડૂતોને થશે
-: મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ
-----------
માન.મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઈ પટેલની કુશળ આગેવાની હેઠળ ગુજરાતને વધુ પાણીદાર બનાવવા માટે તા.૧ લી મે થી સુજલામ સુફલામ જળસંચય અભિયાન શરૂ કરવામાં આવેલ છે. આ અભિયાનમાં દરેક વિભાગોને સાંકળી લેવામાં આવેલ છે અને દરેક વિભાગો પાણી સંવર્ધન માટેની કામગીરી કરી રહ્યા છે.

આજરોજ ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના દાંદા ખાતે તળાવ ઉંડા કરવાના કામનું સહકાર રાજ્યમંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે મંત્રીશ્રી સાથે ભરૂચના સાંસદશ્રી મનસુખભાઈ વસાવા, તાલુકા વિકાસ અધિકારી શ્રીમતિ વિલાસબેન રાજ, જિલ્લા આગેવાનશ્રી મારૂતિસિંહ અટોદરિયા, ધર્મેશ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા.

સહકાર રાજ્યમંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ દાંદા ગામે તળાવની મુલાકાતે આવ્યાના સમાચારે ગામના સરપંચશ્રી/ડેપ્યુટી સરપંચશ્રી અને ગ્રામજનો તળાવ ખાતે દોડી આવ્યા હતા અને મંત્રીશ્રીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. મંત્રીશ્રીએ ગ્રામજનોને જણાવ્યું હતું કે, ભાવિ પેઢીને વધુ સમુદ્ર જળવારસો મળી રહે તે માટે રાજ્ય સરકાર ધ્વારા પ્રારંભાયેલા જળસંચય અભિયાનમાં રાજ્યભરમાં અંદાજે ૧૩૦૦૦ જેટલા તળાવો-ચેકડેમો-જળાશયો ઉંડા કરાશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સુજલામ સુફલામ જળસંચય અભિયાન અન્વયે ગામનું તળાવ ઉંડું થવાથી ગામના તળાવ પાણીથી ભરેલા રહેશે. ભુફર્ભના પાણી ઉંચા આવશે અને ખેતી સમૃધ્ધ થશે. તેમણે થનારા કામો ગુણવત્તાસભર થાય તે જોવાની પણ ખાસ ટકોર કરી હતી.

સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાએ સુજલામ સુફલામ જળસંચય અભિયાન અંતર્ગત તળાવના ઉંડા કરવાની કામગીરીથી તળાવમાં વધુ પાણી સમાવી શકાશે. જેના કારણે ગામમાં પાણીના તળ ઉંચા આવશે, ખેતીમાં ઘણો ફાયદો થશે. તેમણે ગ્રામજનો જળસંચય અભિયાન અંતર્ગત ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.

મંત્રીશ્રીની મુલાકાત સમયે ગામના સરપંચશ્રી લીલાબેન અરવિંદભાઈ પ્રજાપતિએ રાજ્ય સરકાર ધ્વારા અમલી બનાવેલા જળસંચય અભિયાનને કારણે અમારા ગામનું તળાવ ઉંડુ કરવાની કામગીરી થઈ છે. જે સરાહનીય હોવાનું જણાવી આ યોજનાથી ગામમાં પાણીના તળ ઉંચા આવશે.

ગામના આગેવાનશ્રી વિમલભાઈ પટેલે સુજલામ સુફલામ યોજના વડે એક ખૂબ જ ઉમદા કાર્ય થઈ રહ્યું છે જેથી તળાવમાં વધુ સમાવી શકાશે જેનાથી પાણીના તળ ઉંચા આવશે, ખેતીમાં ખૂબ જ ફાયદો થશે.

મંત્રીશ્રી આ મુલાકાત વેળાએ આમોદ તાલુકાના આગેવાન પદાધિકારીશ્રીઓ સંજયસિંહ રાજ, ભોગીભાઈ, ગામ આગેવાનો, ગ્રામજનો, સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ફોટો ગેલેરી