ભરૂચ જિલ્લાના નેત્રંગ અને વાલીયા તાલુકાના વિવિધ ગામોએ જળસંચય અભિયાન અન્‍વયે ચાલતી કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું.

Published: May 24 2018

જળસંચય અભિયાન હેઠળ ચાલતા વિવિધ કામોને ગંભીરતાથી લઇને સમયસર અને ગુણવત્તાસભર રીતે પૂર્ણ થાય તે જોવાની તાકીદ

-: મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલ

ભરૂચઃ(શુક્રવાર):- સહકાર રાજ્‍ય મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે આજે તેમના નેત્રંગ અને વાલીયા તાલુકાના પ્રવાસ દરમિયાન નેત્રંગ તાલુકાના ચાસવડ, રાજવાડી, નાના જાંબુડા, બીલોઠી, બલદેવા, સાકવા અને વાલીયા તાલુકાના ડણસોલી, ચંદેરીયા અને કરા ગામોએ સુજલામ સુફલામ જળસંચય અભિયાન અંતર્ગત તળાવ ઉંડા કરવાના, ચેકડેમના, વન તલાવડીના કામોની મુલાકાત લઇ સ્‍થળ પર ચાલી રહેલી કામગીરીનું પ્રત્‍યક્ષ અને રસપૂર્વક નિરીક્ષણ કરીને તે અંગેની જાત માહિતી મેળવી હતી. મંત્રીશ્રીએ પ્રસંગે સ્‍વયં જે.સી.બી. ચલાવીને શ્રમદાન કર્યું હતું. મંત્રીશ્રીની વિવિધ ગામોની મુલાકાત દરમિયાન ગ્રામજનોને પ્રતિભાવ આપતાં જણાવ્‍યું હતું કે, ગામ તળાવ ઉંડા થવાથી પશુધનને પીવાના પાણીનો પ્રશ્ન ઉકેલાશે ઉપરાંત ગામના બોર રીચાર્જ થવાથી ગામને પણ પીવાનું પાણી મળશે. તેમણે તળાવ ઉંડા કરવાનું, ચેકડેમ, કેનાલો અને કાંસની સફાઇ જેવા જળસંચય અભિયાન હેઠળ ચાલતા વિવિધ કામોને ગંભીરતાથી લઇને સમયસર અને ગુણવત્તાસભર રીતે પૂર્ણ થાય તે જોવાની તાકીદ કરી હતી. મંત્રીશ્રીની મુલાકાત દરમ્‍યાન જિલ્લા આગેવાન શ્રી યોગેશ પટેલ, ધર્મેશ મિષાી, હાર્દિકભાઇ તથા સબંધિત અધિકારીશ્રીઓ, જે તે ગામના સરપંચશ્રીઓ તથા ગ્રામજનો ઉપસ્‍થિત રહયા હતા.

રાજ્‍ય સરકારના સુજલામ સુફલામ જળ સંચય અભિયાનને વેગ આપવા તેમજ લોકોને પાણી બચાવવા અને સ્‍વચ્‍છતા રાખવાની બાબતમાં સર્તક કરવા જિલ્લા જળ અને સ્‍વચ્‍છતા એકમ(વાસ્‍મો) - ભરૂચના યુનિટ મેનેજરશ્રી દર્શનાબેન પટેલ અને જિલ્લા કો.ઓર્ડિનેટર કમલેશભાઇ સિંધાએ આપેલી માહિતી અનુસાર જિલ્લામાં જળસંચય અભિયાન હેઠળ અત્‍યાર સુધીમાં ૨૬૦ ગામો-પરાઓને આવરી લઇને જલ હી જીવન હે' નો સંદેશ આપીને લોકોમાં જાગૃતિનો સંચાર કરવામાં આવ્‍યો છે. તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે, ઉપરોક્‍ત ગામો અને વસાહતોમાં પાણીની કરકસર અને જળ સંચયનું મહત્‍વ, જળ સંચયની પધ્‍ધતિઓ, તેના લાભો, પાણીની ગુણવત્તા, પાણી પુરવઠાને લગતી ફરિયાદો નોંધાવવા માટે ટોલ ફ્રી નંબરની વ્‍યવસ્‍થા, ઇત્‍યાદિ જાણકારી આપતા બ્રોશર અને પોસ્‍ટર્સનું વિતરણ કરવામાં આવ્‍યું છે.

જ્‍યારે ૬૬૨ ગામોમાં જળ બચાવો, જળ સ્‍વચ્‍છ રાખો નો સંદેશ આપતા ભીંતસુત્રો લખાવવામાં આવ્‍યા છે. હાલમાં પણ જનજાગૃતિ અભિયાન જોશભેર ચલાવવામાં આવી રહયું છે. ઘણાં ગામો પાણી બચાવવા, કરકસરભર્યો ઉપયોગ કરવા અને પાણીને સ્‍વચ્‍છ રાખવાની બાબતમાં પ્રેરણાદાય કામો કરી રહ્‍યા છે. વાસ્‍મો ભરૂચ ધ્‍વારા ૨૦ ગામોની પાણી સમિતિના સદસ્‍યો અને ગ્રામજનોને આવા ગામોનો પ્રેરણા પ્રવાસ કરાવીને તેમની જળસિધ્‍ધિથી માહિતગાર કરવામાં આવ્‍યા છે અને પોતાના ગામમાં પણ આવી કામગીરી કરવા જણાવાયું છે.

ગ્રામ પાણી પુરવઠા યોજના પ્રસ્‍થાનો એટલે વોટરવર્કસ, કુવા, બોરવેલ ઇત્‍યાદિથી સ્‍વચ્‍છતાની જાળવણી અને આરોગ્‍યપ્રદ પાણી મળવાની ખાત્રી આપે છે. દુષિત પાણી ઘણા રોગોનું મૂળ છે એટલે વાસ્‍મો ધ્‍વારા અભિયાન હેઠળ ૨૬૦ ગામોમાં પાણી સમિતિઓના સદસ્‍યો અને ગ્રામજનોના સહયોગથી પાણી પુરવઠા ઘટકોની સફાઇ કાર્યક્રમો યોજવામાં આવ્‍યા છે. રીતે લોકોને પાણી યોજનાના ઘટકોની સફાઇ કરવા અને જાળવવા પ્રેરિત કરવામાં આવ્‍યા છે.

ફોટો ગેલેરી