તારીખ ૨૬/૫/૨૦૧૮ ના રોજ સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત ઝઘડીયા તાલુકાના ગામોમાં જળસંચયના કામોનું નિરીક્ષણ કરવામાં આવ્યું.

Published: May 26 2018

સુજલામ સુફલામ જળસંચય અભિયાન દેશનું સૌથી મોટુ જળસંચય અભિયાન બની રહ્યું છે. આ અભિયાન અંતર્ગત તળાવો ઉંડા કરવાના કામને પ્રોત્સાહિત કરવા માટે સહકાર રાજ્યમંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે ઝઘડીયા તાલુકાના રાણીપુરા, અછાલીયા, ડભાલ, બલેશ્વર ખાતે ચાલતા કામોનું નિરીક્ષણ કર્યું હતું અને શ્રમિકોના ખબર અંતર પૂછયા હતા.

આ પ્રસંગે સહકાર રાજ્યમંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે તળાવ ઉંડા કરવાની કામગીરીનું નિરીક્ષણ કરી ગ્રામજનોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર સુજલામ સુફલામ જળસંચય અભિયાન શરૂ કરતાં જનઅભિયાન સ્વરૂપે સાકાર થયું છે. જળસંચય માટે જનશક્તિનો પુરૂષાર્થ યજ્ઞમાં ગ્રામજનોને પોતાનું શ્રમદાન કરી સહભાગી બનવા જણાવ્યું હતું. વરસાદના પાણીનું મુલ્ય સમજી ટીપે ટીપાં પાણીનો ગામના તળાવમાં સંગ્રહ કરી તેનો પશુઓ અને ખેતી માટે કરકસરપૂર્વક ઉપયોગ કરી વધુ ઉપજ મેળવી રાજ્યના વિકાસમાં સહભાગી બનીએ તેમ જણાવ્યું હતું.
 
મંત્રીશ્રીની ઝઘડીયા તાલુકાની મુલાકાત અવસરે તાલુકા વિકાસ અધિકારીશ્રી, આગેવાન પદાધિકારીઓ, અધિકારીગણ, સરપંચશ્રીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

 

 

ફોટો ગેલેરી