ભાવનગરના તળાજા તાલુકા મથકે નવા બંધાયેલ એસ.ટી. બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું...

Published: June 28 2018

ભાવનગરના તળાજા તાલુકા મથકે નવા બાધવામાં આવેલ અધતન સુવિધાયુકત એસ.ટી.સ્ટેશનને રાજયના વાહન વ્યવહાર મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલના હસ્તે મહાનુંભાવોની ઉપસ્થિતીમાં રીબીન કાપી લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ.

તળાજા તાલુકા મથકે નવા બાંધવામાં આવેલ એસ.ટી.બસ સ્ટેશનનો અંદાજીત ખર્ચ રૂ. ૨ કરોડ ૧૨ લાખ ૩૭ હજાર થયેલ છે.

તળાજા ખાતે યોજાયેલ નવનિર્મિત એસ.ટી.બસ સ્ટેશનના લોકાર્પણ કાર્યક્રમને દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકતા વાહન વ્યવહાર મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્યુ હતુ કે, ગુજરાત અને મહારાષ્ટ્ર જયારે છુટુ પડયુ ત્યારથી એસ.ટી. નિગમની સ્થાપના કરવામાં આવેલ છે. રાજય સરકારને નફો કરાવાનો નહિ પણ ગામડાના ગરીબ લોકોને એક ગામ થી બીજા ગામ જવા આવવાની સુવિધા મળે તેવા સુંદર અભિગમ થી એસ.ટી. બસો ચાલુ કરવામાં આવી હતી. અંદાજીત આઠ થી દસ હજાર મુસાફરો તળાજામાં એસ.ટી. બસોનો લાભ લેનાર છે.

વધુમાં મંત્રીશ્રી એ જણાવ્યુ હતું કે, સરકાર દ્વારા હાલમાં જી.પી.એસ સિસ્ટમ દ્વારા સમગ્ર રાજયમાં એસ.ટી. નિગમ અધતન સુવિધાઓથી સુસજજ થયુ છે. આ જી.પી.એસ સિસ્ટમ દ્વારા સમગ્ર રાજયની બસોની પરિસ્થિતી વિશે સૌ જાણકારી મેળવી શકશે. રાજયની બસોના રૂટ વિશે, બસ હાલમાં કયા રૂટ પર છે. કયા પહોચી છે. તેમજ ઓન લાઇન બસનું રીઝર્વેશન થી માંડી તમામ સુવિધાઓ લોકોને મળી રહેશે તેવી વ્યવસ્થા શરૂ કરાવામાં આવેલ છે.

આ કાર્યક્રમમાં તળાજાના ધારાસભ્યશ્રી કનુભાઇ બારૈયાએ જણાવ્યુ હતુ કે, ગામડે ગામડે થી મારી દીકરીઓને શાળાએ છકડામાં આવવુ પડતુ હોય છે. એમાં મીની બસની સુવિધા મળે તો ધણો લાભ શિક્ષણ લેતી મારી દિકરીઓને મળે એવી મારી લાગણી અને માંગણી છે.

તળાજા તાલુકા મથકે નવા બંધાયેલ એસ.ટી.બસ સ્ટેશનમાં સુવિધાઓમાં મુસાફરો માટે બેઠક વ્યવસ્થા, પ્રતિક્ષા ખંડ, ટ્રાફિક કંટ્રોલ ઓફિસ, વિધાર્થીઓ માટે પાસ રૂમ, રસોડા સાથે ઉપહાર ગૃહ, ૪ દુકાનો, પાર્સલ રૂમ, ચાર શૌચાલય અને ૧૦ મુતરડીઓ ભાઇઓ માટે તથા ૭-શૌચાલય મહિલાઓ માટે નિર્માણ થયેલ છે. સાઉન્ડ સિસ્ટમ તથા અધતન ઇલેકટ્રીફીકેશન, વિકલાંગ વ્યકિતઓ માટે સ્લોપીંગ રેમ્પ-રેલીંગ વગેરે સુવિધાઓ ઉપલબ્ધ થયેલ છે. તેમજ જી.પી.એસ સિસ્ટમની સુવિધાઓ પણ કેમેરા મુકી ઓનલાઇન કરવામાં આવેલ છે. જેમાં સમગ્ર એસ.ટી.બસ સ્ટેશનનું નિરિક્ષણ કરી શકાશે.

આ તળાજા ખાતે યોજાયેલ એસ.ટી.બસ સ્ટેશનના લોકાર્પણ કાર્યક્રમમાં ગુજરાત હાઉસીંગ બોર્ડના ચેરમેનશ્રી મહેન્દ્રસિંહ સરવૈયા, તળાજા તાલુકાના ધારાસભ્યશ્રી કનુભાઇ બારૈયા, ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી વકતુબેન મકવાણા, તળાજા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી આશાબેન મકવાકણા, તળાજા નગરપાલિકાના પ્રમુખશ્રી દક્ષાબા સરવૈયા, તળાજા પુર્વ ધારાસભ્યશ્રી શિવાભાઇ ગોહિલ અને એસ.ટી. નિગમના અધિકારીશ્રી જેઠવા, એસ.ટી. વિભાગના કર્મચારીઓ/અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

ફોટો ગેલેરી