સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કૂલ યોજના હેઠળ સુરત જિલ્લાની સર્વપ્રથમ DLSS સ્કૂલનો શુભારંભ.

Published: June 29 2018

સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા અમલમાં મૂકવામાં આવેલી શિક્ષણ સાથે રમતગમતને પ્રોત્સાહન આપતી મહત્વાકાંક્ષી યોજના “જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કૂલ” અંતર્ગત ચોર્યાસી તાલુકાના જૂના ગામ ખાતે જિલ્લાની પ્રથમ ડિસ્ટ્રીકટ લેવલ સ્પોર્ટસ સ્કૂલને રમતગમત,સહકાર યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના રાજ્ય મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે આજરોજ ખુલ્લી મૂકવામાં આવી હતી.

ખેલકૂદમાં પ્રતિભાશાળી યુવા/કિશોરોની ઉજ્જવળ કારકિર્દી માટે રમતની સાથે સાથે જરૂરી અભ્યાસ/શિક્ષણની પણ કાળજી લેવાય તે હેતુસર ખેલ પ્રશિક્ષણ અને શાળાકીય શિક્ષણના બેવડા ધ્યેયને ચરિતાર્થ કરવા વર્ષ ૨૦૧૪-૧૫થી ‘જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કુલ યોજના’ શરૂ કરવામાં આવી હતી, જેના અન્વયે ચોર્યાસી તાલુકાના જૂના ગામ (શિવરામપુર) સ્થિત નવચેતન વિકાસ મંડળ દ્વારા સંચાલિત નવચેતન વિદ્યાલયના સંકુલમાં શાળાનો શુભારંભ કરવામાં આવ્યો છે.

 

 

ફોટો ગેલેરી