અંકલેશ્વરના સજોદ, હાંસોટના દંતરાઈ, સિસોદરા, પંડવાઈ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાત અંતર્ગત વન વિભાગના ઉપક્રમે યોજાયો હતો.

Published: July 09 2018

અંકલેશ્વર-હાંસોટમાં ચાર સ્થળે સહકાર મંત્રીશ્રીની અધ્યક્ષતામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતાં. આ પ્રસંગે સહકાર રાજ્ય મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ દ્વારા જણાવ્યું હતું કે ગ્લોબલ વોર્મિંગ વચ્ચે પર્યાવરણ સમતુલા જાળવા દરેક માનવી વૃક્ષ વાવે એ અત્યંત જરૂરી છે અને તેનું જતન કરવું એટલું જ અગત્યનું છે. અંકલેશ્વરના સજોદ, હાંસોટના દંતરાઈ, સિસોદરા, પંડવાઈ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાત અંતર્ગત વન વિભાગના ઉપક્રમે યોજવામાં આવ્યા હતા.  

અંકલેશ્વર તાલુકા સજોદ બસ સ્ટેન્ડ ખાતે યોજવામાં આવેલ વૃક્ષારોપણ કાર્યક્રમમાં સજોદ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે કાર્યક્રમ યોજવામાંમાં આવ્યો હતો જેમાં સહકાર રાજ્યમંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતિ માલતીબેન સોલંકી, કારોબારી અધ્યક્ષશ્રી ભરતભાઈ પટેલ, આગેવાનશ્રી પ્રમુખ ડૉ. યોગેન્દ્રસિંહ દેવધરા, સરપંચશ્રી હરેશભાઈ કટારીયા, શ્રી નવનીતભાઈ આહીર વન વિભાગના આર.એફ.ઓ. શ્રી જે.પી. ગાંધી સહિત આગેવાનો ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નહેરુ યુવા કેન્દ્રના સભ્યો પણ પ્રસંગ અનુરૂપ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. હાંસોટ તાલુકાના દંત્રાઇ સ્થિત હનુમાન ટેકરી મંદિરે અને સુગર ફેકટરી પંડવાઇ ખાતે  તેમજ સિસોદરા સ્વામિનારાયણ મંદિર ખાતે યોજવામાં આવેલ વૃક્ષારોપણ કાર્યક્રમમાં સહકાર રાજ્ય મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલના વરદહસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. 

આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતિ જશુબેન પટેલ, ઉપપ્રમુખશ્રી પીરુભાઈ મિસ્ત્રી, કારોબારી ચેરમેનશ્રી હર્ષદભાઈ પટેલ, સામાજિક વનીકરણ વિભાગ વિસ્તરણ ભરૂચ, અંકલેશ્વર, હાંસોટના આર. એફ.ઓ. શ્રી જે.પી.ગાંધી, ફોરેસ્ટરશ્રી ડી.વી.ડામોર, શ્રી પી. એન. પટેલ તથા શ્રી એમ. એમ. ગોહિલ તથા હાંસોટ તાલુકાના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

દરમ્યાન તાલુકાના આગેવાનો એ મંત્રી ઇશ્વર સિંહ પટેલ સાથે ખેતીને લગતી તથા ચોમાસા દરમિયાન ગટર તથા ગામડાના રસ્તાઓ વિષે ચર્ચા વિચારણા કરી તેને યોગ્ય નિકાલ લાવવા માટે રજૂઆત કરી હતી. આ પ્રસંગે સહકાર રાજ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં પર્યાવરણની જરૂરિયાતમાં શહેરી વિસ્તાર વધારા વન વિસ્તાર ધટી જેને લઇ વૃક્ષોનું પ્રમાણ ઘટ્યું છે. તેની અસર પર્યાવરણ પર પડી છે. અને ઋતુચક્ર બદલાયા છે. ત્યારે પર્યાવરણ સમતુલા માટે વધુમાં વધુ વૃક્ષો વાવવા અત્યંત જરૂરી છે. દરેક માનવી એક વૃક્ષ ઓછામાં ઓછું વાવી તેનું જતન કરે એ ખુબ જ જરૂરી વર્તમાન સમયે બન્યું છે તેમ જણાવ્યું હતું.

ફોટો ગેલેરી