અંકલેશ્વર ખાતે ભગવાન જગન્નાથની રથયાત્રામાં આરતી કરી પરંપરાગત રીતે યાત્રાનો પ્રારંભ કરાવાયો હતો. 

Published: July 14 2018

અંકલેશ્વર ખાતે ભગવાન જગન્નાથની રથયાત્રામાં રાજ્યના સહકાર મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે પ્રાર્થના કરી યાત્રા માર્ગ પર ઝાડુ લગાવી યાત્રાનો રથ ખેંચી આરતી કરી પરંપરાગત રીતે યાત્રાનો પ્રારંભ કરાવાયો હતો. ૩૦૦ થી વધુ પોલીસ કુમકના ચુસ્ત બદોબસ્ત વચ્ચે રથયાત્રા નીકળી હતી. રામકુંડ મંદિર દ્વારા યાત્રાનું સ્વાગત અને પ્રસાદી વિતરણ કરાયું હતું.

અંકલેશ્વર ભરૂચીનાકા હરિદર્શન સોસાયટી સ્થિત કમાલીવાડીથી ભગવાન જગન્નાથ તેમના બહેન સુભદ્રા, ભાઈ બલરામ સાથે રથ પર સવાર થઈ અંકલેશ્વર ખાતે નગર ચર્યા નીકળ્યા હતા. યાત્રાનો પ્રારંભ રાજ્યના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ, ભરૂચના સાંસદશ્રી મનસુખભાઈ વસાવા નગરપાલિકા પ્રમુખ શ્રીમતિ દક્ષાબેન શાહ, કારોબારી અધ્યક્ષશ્રી સંદીપ પટેલ, શ્રી જનક શાહ, શ્રી રામકુંડ મહંત ગંગાદાસ બાપુ, યાત્રા મંડળના જીતુભાઈ પટેલ, ઉજ્જવ નાણાવટી સહિત સાથી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ દ્વારા યાત્રાના આયોજકોને મંદિરનું નવ નિર્માણ કરવા તેમજ છેલ્લા ૧૫ વર્ષ થી શાંતિપૂર્ણ રીતે યાત્રા કાઢવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમજ ભગવાન જગન્નાથજી અંકલેશ્વર શહેર તાલુકા જિલ્લા, રાજ્ય અને દેશના લોકો સુખ સમૃદ્ધિ અર્પી દેશ- દુનિયામાં શાંતિ અપને ભાઈચારાનો માહોલ સ્થપાય તેવી મંગલ કામના વ્યક્ત કરી હતી.

 

 

ફોટો ગેલેરી