સ્વ.ડૉ. જગદિશ ગુર્જર લિખિત ગઝલ સંગ્રહ 'મુક્તિ પર્વ' નું રાજ્યના સહકાર મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ હસ્તે વિમોચન

Published: July 15 2018

સ્વ.ડૉ. જગદિશ ગુર્જર લિખિત ગઝલ સંગ્રહ 'મુક્તિ પર્વ'નું રાજ્યના સહકાર મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલનાં હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના સાહિત્ય સર્જક અને દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીના ગુજરાતી વિભાગના ઉપકુલપતિ એવા સ્વ. ડૉ જગદીશ ગુર્જરની વિવિધ ગઝલ રચનાઓને એક પુસ્તકમાં રૂપાંતરિત કરી મુક્તિ પર્વ રૂપે પ્રકાશિત કરાય હતી.


અંકલેશ્વર શારદાભવન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં અનેક મહાનુભાવો અને ગઝલ રસિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અષાઢી બીજનાં પાવન પર્વે અંકલેશ્વરમાં આવેલા શારદાભવન ટાઉનહોલ ખાતે સાહિત્ય સર્જક સ્વ. ડૉ. જગદીશ ગુર્જર દ્વારા રચાયેલી ગઝલોનાં સંગ્રહનો વિમોચન કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યનાં સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનાં ઉપકુલપતિ ડૉ. ભાસ્કર રાવલ, સાહિત્યકાર અને  પદ્મશ્રી પ્રવીણભાઈ દરજી, મુંબઈના ગઝલકાર ડૉ. જવાહર બક્ષી, એમ.એસ.યુનિવર્સીટીના ગઝલકાર પ્રા. શકીલ કાદરી, પાલિકા પ્રમુખ દક્ષાબેન શાહ તેમજ સ્વ.ડૉ.જગદીશ ગુર્જરના પત્ની નર્મદાબેન, પુત્ર વ્યોમલભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રસંગે રાજ્યના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલએ પોતાના પ્રાસંગિક ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે મારી રાજકીય કારકિર્દીની શરૂઆતમાં જીએસ. તરીકે થઇ તેમાં મહત્વપૂર્ણ યોગદાન ડૉ. જગદીશભાઈ ગુર્જરનું હતું તો કોલેજ અભ્યાસ તેમજ એલ.એ.બી અભ્યાસ પણ તેમણે પૂર્ણ કરાવ્યો હતો. આમ મારા શૈક્ષણિક કારકિર્દીમાં તેમનું યોગદાન અમૂલ્ય છે અને આજે હું જે પણ કઈ છું તે એમને આભારી છે. એમના થકીજ હું બધું પામ્યો છું એ માત્ર મારા ગુરુ નહિ પારિવારિક બંધુ હતા. તેમના સાથે ૨૮ વર્ષનો નાતો રહ્યો છે. મારો તેમના સાથે અનેક પ્રસંગ વીત્યા છે ત્યારે તેમના અંતિમ ક્ષણે પણ તેમની પાસે રહી શક્યો હતો તેમના જીવન તેમને જે સંધર્ષો કર્યા છે. તેનાથી તેવો ઘડાયા હતા અને નાની ઉંમરે પારિવારિક જવાબદારી ઉઠાવી તેમને શિક્ષણ પણ નોકરી સાથે મેળવ્યું હતું. તેવો એક સાચા માર્ગદર્શક હતા. તેમની ખોટ સાહિત્યજગત ઉપરાંત મને પણ વર્તાઈ રહી છે. અત્યાર  સુધી તેમના ૧૩ થી વધુ પુસ્તકોમાં વાર્તા, વિવેચન, ગઝલ, કવિતા, કથા સહીત અનેક વિભાગમાં તેમનું પ્રદાન રહ્યું છે. આ પ્રસંગે પાલિકા કારોબારી અધ્યક્ષ સંદીપ પટેલ, જનક શાહ, સહીત સાહિત્યકારો અને મહાનુભાવો ઉપસ્થિત રહી તેમની સાથે પ્રસંગોને વાગોળ્યા  હતા. કાર્યક્રમનું સંચાલન ડૉ. વર્ષાબેન વધેલા અને ડૉ. જગદીશભાઈ ગુર્જરની રચના વિષે ડૉ. નરેન્દ્રભાઈ વાઘેલાએ પ્રકાશ પાડ્યો હતો તેમજ પુસ્તક સંપાદન કર્યું  હતું.

ફોટો ગેલેરી