બસ સ્‍ટેશનોમાં એરપોર્ટ જેવી સુવિધા ઉપલબ્‍ધ બનાવવા રાજ્ય સરકાર કટિબધ્ધ

Published: August 05 2019

સુરેન્‍દ્રનગર ખાતે અંદાજિત રૂપિયા .૮૮ કરોડના ખર્ચે નિર્માણ પામનાર આધુનિક સુવિધાસભર બસ સ્‍ટેશનનું આજે ગુજરાતના વાહન વ્‍યવહાર રાજ્ય મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે ખાતમુહૂર્ત કર્યું હતુ.

પ્રસંગે તેમણે જણાવ્‍યું હતુ કે, રાજ્યમાં નિર્માણ થતાં નવા બસ સ્‍ટેશનોમાં મુસાફરો માટે પાયાની સુવિધાઓની સાથે વિશેષ સુવિધાઓ પણ ઉપલબ્‍ધ બને અને બસ સ્‍ટેશનોના આધુનિક ભવનોમાં એરપોર્ટ જેવી સુવિધાઓ ઉપલબ્‍ધ બને તે માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે.

તેમણે ગુજરાતના નાગરિકો માટે કાર્યરત એસ. ટી. ની સુવિધામાં વધારો થાય અને છેવાડાના માનવીઓને વધુ સારી રીતે એસ. ટી.ની સેવાઓ પ્રાપ્‍ય બને તે માટે સરકાર હંમેશા પ્રયત્‍નશીલ રહી છે તેમ જણાવ્‍યું હતુ.

મંત્રીશ્રીએ છેલ્લા વર્ષ દરમિયાન વાહન વ્‍યવહાર નિગમમાં ડ્રાઈવર - કંડકટર સહિતના વહિવટી કર્મીઓની કરવામાં આવેલ ભરતીનો ઉલ્લેખ કરતાં જણાવ્‍યું હતુ કે, રાજ્યમાં એક વર્ષ દરમિયાન ,૬૨૦ ડ્રાઈવર, ,૫૦૩ કંડકટર અને ૩૮૦ જેટલા વહિવટી કર્મચારીઓની વિભાગમાં નિમણૂંક કરીને રાજ્ય સરકારે વાહન વ્‍યવહાર નિગમ દ્વારા વધુ સારી સેવાઓ ઉપલબ્‍ધ બનાવવાની સાથે રાજ્યના ૯૬ જેટલા બસ સ્‍ટેશનોને સી.સી. ટીવી કેમેરાથી સજ્જ બનાવ્‍યા છે.

સુરેન્‍દ્રનગર જિલ્લાના લખતર ખાતે રૂપિયા .૧૧ કરોડ અને ધ્રાંગધ્રા ખાતે રૂપિયા .૩૨ કરોડના ખર્ચે એસ. ટી. ના નવા આધુનિક ભવનોનું નિર્માણ કરવામાં આવ્‍યું છે, તેમ જણાવી મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે ઉમેર્યું હતુ કે, નિર્માણ પામેલ ભવનોનું મુખ્યમંત્રીશ્રીના હસ્‍તે -લોકાર્પણ કરવામાં આવ્‍યું છે. ત્યારે લોક સુખાકારી માટે બનાવવામાં આવેલા સુંદર ભવનોમાં સ્‍વચ્‍છતા જળવાય રહે તેની જવાબદારી પણ આપણે સૌએ નિભાવવી પડશે.

પ્રસંગે ધારાસભ્‍યશ્રી ધનજીભાઇ પટેલ અને સુરેન્‍દ્રનગર - દૂધરેજ નગરપાલિકાના પ્રમુખશ્રી વીપીનભાઇ ટોળિયાએ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતુ. કાર્યક્રમના પ્રારંભમાં ગુજરાત રાજ્ય વાહન વ્‍યવહાર નિગમના રાજકોટ વિભાગના ઈન્‍ચાર્જ વિભાગીય નિયામકશ્રી પી. પી. ધામાએ સ્‍વાગત પ્રવચન અને અંતમાં સુરેન્‍દ્રનગરના ડેપો મેનેજરશ્રી એસ. ડી. પરમારે આભારવિધી કરી હતી.

આ કાર્યક્રમ પ્રસંગે અમદાવાદના સીનીયર ઓડીટર ઓફિસરશ્રી જે. . બારોટ, રાજકોટ વિભાગના વહીવટી અધિકારીશ્રી કિંજલબેન દવે, અગ્રણીઓ સર્વશ્રી દિલીપભાઈ પટેલ, અનિરૂધ્ધસિહ પઢિયાર, જગદીશ મકવાણા, જશુભા ગોહિલ, અધિકારી - પદાધિકારીશ્રીઓ, એસ. ટી. વિભાગના કર્મચારીશ્રીઓ તથા શહેરીજનો ઉપસ્‍થિત રહ્યાં હતા.

સુરેન્‍દ્રનગર મહિલા આઈ.ટી.આઈ. ખાતે ચાલતા વિવિધ કોર્ષ જેવા કે, કોપા, એચ.એસ.આઈ., સુઈંગ ટેકનોલોજી, બેજિક કોસ્‍મેટોલોજી, ફેશન ડિઝાઈન ટેકનોલોજી જેવા વ્‍યવસાયોમા ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્‍લી તારીખ-૨૬//૨૦૧૯ છે. જે અંતર્ગત વિવિધ કોર્ષમાં એડમીશન લેવા માટે રસ ધરાવતા વિદ્યાર્થીઓને નિયત તારીખ સુધીમાં ઓનલાઈન અરજી કરવા આચાર્યશ્રી, મહિલા ઔદ્યોગિક તાલીમ સંસ્‍થા, સુરેન્‍દ્રનગરની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

ફોટો ગેલેરી