મહિલાઓના ઉત્‍થાન માટે રાજ્‍ય સરકારના સરાહનીય પ્રયાસો

Published: August 05 2019

.એન.જી.સી. અંકલેશ્વર તથા વિશાખાબા ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટના સંયુક્‍ત ઉપક્રમે શ્રી પાંડુકેશ્વર વિદ્યામંદિર પંડવાઇ ખાતે સહકાર રાજ્‍યમંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલના અધ્‍યક્ષસ્‍થાને મહિલા સશક્‍તિકરણ તાલીમનો શુભારંભ કાર્યક્રમ યોજાયો હતો. પ્રસંગે .એન.જી.ના એસેટ મેનેજરશ્રી એચ.એલ.પટેલ અને હેડ એચ.આરશ્રી એસ.કે.તોમર, સુગરના વાઇસ ચેરમેનશ્રી અનિલભાઇ, એમ.ડી.શ્રી અમિતભાઇ, અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખશ્રીમતી દક્ષાબેન પટેલ, વિશાખાબા ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટના ટ્રસ્‍ટીશ્રીમતી કિંજલબેન ઉપસ્‍થિત રહ્‍યા હતા.

કાર્યક્રમના અધ્‍યક્ષસ્‍થાનેથી સહકાર રાજ્‍ય મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્‍યું હતું કે, વર્ષો પહેલાં ઘરનો મુખ્‍ય માણસ, ખેતી કરે - નોકરી કરતાં હતા અને ઘરની મહિલા ઘરકામ કરતાં હતા. પરંતુ સમય જતાં પરિસ્‍થિતમાં પરિવર્તન આવતા ઘરની મહિલા પણ ખેતીકામ કે રોજગાર કે નોકરીમાં જોડાતી થઇ છે. પરિવારની આર્થિક સમૃદ્ધિ માટે મહેનત કરી રહી છે. રાજ્‍ય સરકારે પણ સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓમાં મહિલાઓની સહભાગીતા માટે ૫૦ ટકા અનામતની જોગવાઇ કરી છે અને વહીવટમાં મહિલાઓનું યોગદાન મેળવવામાં આવેલું છે. મહિલાઓના ઉત્‍થાન માટે રાજ્‍ય સરકારે અનેકવિધ યોજનાઓ અમલમાં મુકી જેનો સીધો લાભ ગ્રામ્‍ય અને શહેરી વિસ્‍તારની મહિલાઓને મળી રહ્‍યો છે. તેમણે ઉમેર્યું હતું કે વિશાખાબા ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટ ધ્‍વારા બહેનોને તાલીમ આપીને પગભર કરવાના સફળ પ્રયાસોને બિરદાવવામાં આવેલ. .એન.જી.સી. અંકલેશ્વર ધ્‍વારા સામાજિક અને નારી ઉત્‍થાનના કાર્યક્રમમાં આર્થિક સહયોગ આપવા બદલ અભિનંદન પાઠવ્‍યા હતા સાથે સાથે સી.આર.સી. એક્‍ટિવીટી હેઠળ શિક્ષણ, પ્રાથમિક સુવિધા, રસ્‍તાક્ષેત્રે સુંદર કામગીરી થયેલ છે જેને બિરદાવતાં હજી પણ વધુને વધુ સુવિધાઓ લોકો સુધી પહોંચે તેવો અનુરોધ ર્ક્‍યો હતો. કાર્ય શિબિરમાં ભાગ લઇ રહેલી બહેનો તાલીમ લઇને તેનો યોગ્‍ય ઉપયોગ કરી બ્‍યુટિપાર્લરના ક્ષેત્રમાં પ્રગતિ કરી પરિવારને આર્થિક રીતે પગભર બનાવે તેવી શુભેચછાઓ પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષકશ્રી ગજેન્‍દ્રભાઇ પટેલે ર્ક્‍યું હતું. અંતમાં આભારવિધિ વિશાખાબા ફાઉન્‍ડેશનના પ્રમુખશ્રી ધમેન્‍દ્રસિંહ ચૌહાણે કરી હતી.

કાર્ય શિબિરમાં અંકલેશ્વર નગરપાલિકાના હોદ્દેદારો, .એન.જી.સી. અંકલેશ્વરના અધિકારીશ્રી વાસ્‍કર બરાઇ, પાંડુકેશ્વર વિદ્યામંદિરના આચાર્યશ્રી રોહિનીબેન શાહ, આગેવાનો તથા અંકલેશ્વર, પીલુદરા, અડોલ તથા પંડવાઇ ગામની બહેનો ઉપસ્‍થિત રહી હતી.

વાગરા તાલેુકાનો શાળા સલામતી કાર્યક્રમ જીએસડીએમની સીધી સુચના ધ્‍વારા કુમાર શાળા દહેજ ખાતે યોજાયો હતો. તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીના વડપણ હેઠળ યોજવામાં આવેલ શાળા સલામતી કાર્યક્રમમાં વાગરા તાલુકાની દરેક પ્રાથમિક શાળામાંથી આચાર્ય અને આસિસ્‍ટન્‍ટ શિક્ષક હાજર રહેલ. એકંદરે ૧૭૫ જેટલાં તાલીમાર્થીઓએ ભાગ લીધેલ. સદર કાર્યક્રમમાં તાલુક પંચાયતના પ્રમુખશ્રી ઇશ્વરસિંહ ગોહિલ, તાલુકા પંચાયતના સભ્‍યોશ્રી નરસિંહ ભાઇ આહિર, શ્રીમતી ગીતાબેન તથા તાલુકા પ્રાથમિક સંઘના હોદ્દેદારોમાં વિરેન્‍દ્રસિંહજી રણા તથા સંગઠનના હોદ્દેદારોમાં પ્રદયુમનસિંહજી રણા હાજર રહેલ હતા. સદર તાલીમમાં ૧૦૮ ની ટીમ તથા ફાયરની ટીમ ધ્‍વારા ફોટો ડેમોસ્‍ટ્રેશન કરવામાં આવ્‍યું હતું જેમાં ઘણી ઉપયોગી જાણકારી શિક્ષકોને મળી હતી. સમગ્ર તાલીમનું આયોજન વાગરા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જલ્‍પાબેન વટાણાવાલાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.

ફોટો ગેલેરી