ડીઝીટલાઇઝેશન અને સહકારી સંસ્થાઓ

Published: September 05 2017
  • બેન્કના દરેક ખાતેદાર ને Rupayકાર્ડ ઇસ્યુ કરવાના ભાગ રૂપે ૮ લાખ કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા છે. કેશલેસ વ્યહવારોને પ્રોત્સાહન આપવા ૨૯૫ માઇક્રો એટીએમ અને ૩૨૨ POS મશીન લગાવવામાં આવ્યા છે.દરેક ખાતામાં આધારકાર્ડ તેમજ મોબાઈલ નંબર લીંક થાય તેના ભાગ રૂપે ૨૬.૩૩ લાખ ખાતા આધાર કાર્ડ સાથે અને ૫૬.૨૭ લાખ ખાતા મોબાઇલ નંબર સાથે લીંક કરવામાં આવ્યા છે.રાજ્યમાં લોકોને ડીજીટલ બેન્કીંગથી વાકેફ કરવા જુદા જુદા સ્થળે તથા ધો.૮ થી ૧૨ના વિધ્યાર્થીઓ માટે સ્કુલોમાં નાબાર્ડની સહાયથી સેમિનારનું આયોજન કરવામાં આવે છે
  • રાજયના કુલ ૪૬.૬૦ લાખ ખેડૂત ખાતેદારો પૈકી ર૭.૬૭ લાખ ખેડૂતો/સભાસદોને આ માળખા દ્વારા આવરી લેવામાં આવેલ છે. કુલ ૧૬.૪૮ લાખ ખેડુતોને ડિસેમ્બર-૨૦૧૬ સુધીમાં કિસાન ક્રેડીટ કાર્ડ આપવામાં આવેલ છે ડિસેમ્બર -૨૦૧૬ અંતિત ખેતીવિષયક ધિરાણ માળખાની સંસ્થાઓ દ્વારા રૂ. ૧૦૪૯૮/- કરોડનું પાક ધિરાણ અને રૂ.૧૯૪૨/- કરોડનું મધ્યમ અને લાંબી મુદતનું ધિરાણ કરેલ છે.