રાજ્યમાં કૃષિ ધિરાણ માટે ત્રિસ્તરીય માળખુ અમલમાં છે, જેમાં રાજ્ય ક્ક્ષાએ ગુજરાત સહકારી બેંક લી, જિલ્લા ક્ક્ષાએ ૧૮ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો અને ગ્રામ્ય કક્ષાએ ૯૧૭૫ પ્રાથમિક ખેતીવિષયક ધિરાણ મંડળીઓ સાથે ૨૭.૫૬ લાખ ખેડૂતો જોડાયેલા છે. આ સંસ્થાઓ ખેડૂતોને ખેતી વિષયક તથા ખેતી સાથે સંલગ્ન અન્ય હેતુઓ માટે ધિરાણની સુવિધા પુરી પાડે છે.
કેન્દ્ર સરકારશ્રી દ્વારા સને ૨૦૧૭-૧૮ના વર્ષના બજેટમાં નાબાર્ડ મારફતે દેશની ૬૩૦૦૦ જેટલી કાર્યરત પ્રાથમિક ખેતી વિષયક ધિરાણ મંડળીઓનેજિલ્લા મધ્યસ્થ સહકારી બેંક સાથે કમ્પ્યુટરાઈઝેશન કરીને કોર બેન્કીંગ સીસ્ટમ થી ૩ વર્ષના સમયગાળા માં સાંકળવા માટે રૂ.૧૯૦૦ કરોડની જોગવાઈ કરેલ છે.જેમાં રાજ્ય સરકારો દ્વારા પણ નાણાંકીય ફાળો ભોગવવાનો રહેશે તેવું જણાવેલ છે. નાબાર્ડ દ્વારા આ માટે રાજ્ય સરકારની સૈધ્ધાંતિક મંજૂરી માંગવામાં આવેલ હતી. જે મોકલી આપવામાં આવેલ હતી. જેમાં જણાવ્યા પ્રમાણે આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકારનો ફાળો ૫૦%, રાજ્ય સરકારનો ફાળો ૪૫% અને પેક્સનો ફાળો ૫% હતો. જેથી મંડળી દીઠ કેન્દ્ર સરકારનો ફાળો રૂ.૩૦૦ લાખ, રાજ્ય સરકારનો ફાળો રૂ. ૨.૭૧ લાખ અને મંડળીનો ફાળો રૂ. ૦.૨૯ લાખ થાય. રાજ્યમાં કાર્યરત મંડળીઓની સંખ્યા અંદાજિત ૭૮૦૦ ગણતાં પ્રથમ તબક્કે ૨૬૦૦ મંડળીઓને આવરી લેવાનું થાય જે માટે મંડળી દીઠ રૂ.૨.૭૧ લાખ પ્રમાણે રૂ.૭૦/- કરોડની જોગવાઈ કરવાની થાય.