ઇ-માર્કેટ

Published: September 05 2017

ખેડુતો પોતાનો માલ રાષ્ટ્રીય કક્ષાએ વેચી પોતાના માલનો સારો ભાવ મેળવી શકે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા ઇ-નેશનલ એગ્રિકલ્ચર માર્કેટની યોજના અમલમાં મુકી છે.

કેન્દ્ર સરકાર દ્વારા આ યોજનાના અમલીકરણ માટે રૂ.૧૨ કરોડની સહાય આપેલ છે. તે જ રીતે રાજય સરકાર દ્વારા પણ આ યોજના માટે રૂ.૧૫ કરોડની સહાય આપેલ છે.

ભારત સરકારની ઇ-નામ યોજના અંતર્ગત તા-૧૪/૦૪/૧૬ ના રોજ રાજ્યની પાટણ, હિંમતનગર અને બોટાદ બજાર સમિતિઓમાં શુભારંભ કરવામાં આવેલ છે. હાલ રાજ્યની ૪૦ બજાર સમિતિઓમાં ઇ-ટ્રેડીંગની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે.

  • વેર હાઉસીંગ ગોડાઉનો 

ખેડુતો પોતાનુ ખેત ઉત્પન્ન સિઝન દરમ્યાન બજાર સમિતિના ગોડાઉનમાં સંગ્રહ કરવામાં આવે અને ખેડુત ઈચ્છે ત્યારે વેચી શકે તે માટે ખેડુતોની અલગ સ્ટોરેજ વ્યવસ્થા ઉભી કરવામાં આવેલ છે. અત્યાર સુધીમાં કુલ-૬૨ ગોડાઉનો બજાર સમિતિઓમાં ઉભા કરવા રૂ. ૧૪૯૨૭૯ લાખની સહાય ચુકવવા માં આવેલ છે.

  • અપની મંડી/ રાઇથુ બજારો

ખેડુતો પોતાનો માલ સીધો ગ્રાહકોને વેચે તો ખેડુતોને સારા ભાવો મળી શકે તેમજ ગ્રાહકો ને પણ સસ્તા ભાવે શાક્ભાજી મળી રહે તે માટે રાજયમાં કુલ-૦૪ અપની મંડી/ રાઇથુ બજારો ઉભા કરવા રૂ.૧૧૪.૯૭ લાખની સહાય ચુકવવા માં આવેલ છે.

  • કોટ્ન ટેસ્ટીંગ લેબોરેટી

રાજ્યના જે વિસ્તારમાં કપાસનુ વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થાય છે. તેવા વિસ્તારમાં ખેડુતો પોતાના માલની ગુણવત્તાની ચકાસણી કરી યોગ્ય ભાવો મેળવી શકે તે માટે રાજ્યમાં બજાર સમિતિ કડી તથા બોટાદ ખાતે કુલ ૨ કોટન ટેસ્ટીંગ લેબોરેટરી ઉભી કરવા રૂ.૧૪૨.૭૦ લાખની સહાય ચુકવવામાં આવેલ છે.

  • બટાટાની વાહતુક સબસીડી

રાજ્યમાં બટાટા પકવતા ખેડુતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય બહાર બટાટાની નિકાસ કરે તો રાજ્ય સરકાર દ્વારા ખેડુતોને વાહતુક સબસીડી આપવાનું ઠરાવેલ જે અન્વયે રાજ્યના કુલ ૧૧૮૬ અરજદારોને રૂ. ,૮૦,૫૬,૯૪૦/- ની સહાય આપવામાં આવેલ છે.

  • ખેડુત ગ્રાહક બજાર

રાજ્યના શાકભાજી પકવા ખેડુતો પોતાના ખેત ઉત્પન્નનું વેચાણ સીધા ગ્રાહકોને કરી શકે તે માટે રાજ્યમાં ખેડુત ગ્રાહક બજારનું આયોજન કરવામાં આવેલ. કુલ ૩૨૮૦ ખેડુત ગ્રાહક બજારો ભરાયેલ છે જેમાં કુલ ૧૪૭૨૨૪ ખેડુતો એ કુલ રૂ.૬૯.૩૮ કરોડ નું વેચાણ કરેલ છે.

  • આદિજાતી ખેડુતોને માલ પરિવહન ખર્ચ માટે સહાય આપવાની યોજના.

ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ મા આદીજાતિ વિસ્તારના આદિજાતી ખેડુતો તેઓના વિસ્તારની બજાર સમિતિમાં ખેત ઉત્પાદન લાવતા થાય તે માટે પ્રતિ મે.ટન રૂ.૫૦૦ લેખે એક ખેડુતને મહત્તમ ૧૦ ટનની મર્યાદામાં વાહતુક સબસીડી આપવાનુ ઠરાવવામાં આવેલ છે. રૂ.૧૫૦૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે અને અંદાજીત ૨૫,૦૦૦ ખેડુતોને આનો લાભ મળનાર છે.