માર્કેટીંગ / હાઉસીંગ શાખાની સિધ્ધિઓ

Published: September 05 2017
  • ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશનના નેજા હેઠળ જિલ્લાના સહકારી દુધ ઉત્પાદક સંઘો મારફતે ખાસ ઝુંબેશ ચલાવી ૨૫ લાખ દુધ ઉત્પાદકો પૈકી ૯૫% દુધ ઉત્પાદકોના બેંક ખાતા તાત્કાલિક અસરથી ખોલી ડીજીટલ ઈન્ડિયા કાર્યપ્રકમનું બહુ મહત્ત્વનું કાર્ય કરવામાં આવ્યું.
  • રાજયના ખેડુતોને પોતાના સંગ્રહ શક્તિમાં વધારો કરવા માટે ગોડાઉન બનાવવા માટે કુલ-૬૮૯ ખેડુતો / મંડળી લાભાર્થીઓને તેઓએ લીધેલ લોન પર ૬% વ્યાજ સહાય રૂ।. ,૩૦,૫૮,૪૭૧/- ચુકવેલ ૨૫૬ ખેડુત લાભાર્થીઓને/ખેડુતોને તેમને બનાવેલ ગોડાઉનના ખર્ચ પેટે ૨૫% કેપીટલ સબસીડી પેટે રૂ।. ,૯૪,૫૬,૨૯૫/- ચુકવવામાં આવ્યા.
  • રાજયમાં રહેણાંકો માટે ઉભા થતાં મકાનોમાં રહેતા લોકોને વિવિધ સવલતો જેવી કે, પાણી, ડ્રેનેજ, લીફ્ટ, સફાઈ, સ્ટ્રીટલાઈટ, કોમન ફેસીલીટી વગેરે સવલતો મળી રહે તે માટે સહકારી ધોરણે સહકારી મંડળીઓ રચી આ સવલતો ઉપલબ્ધ થાય તે માટે રાજયમાં આવતી હાઉસીંગ સર્વીસીસ સોસાયટીઓની રચનામાં એક્સુત્રતા જળવાઈ રહે અને કોઈ પણ જાતના વિલંબ વગર તેની નોંધણી થાય તે માટેની વિસ્તૃત સુચનાઓ બહાર પાડવામાં આવેલ છે.