ખાંડ વિભાગ

Published: September 05 2017
  • નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭ દરમ્યાન સરકારશ્રીએ રૂ. ૧૫૭૫.૨૪ લાખ સહાય (સબસીડી) તરીકે રાજ્યની ખાંડ સહકારી મંડળીઓને નીચેના હેતુ માટે મંજૂર કરેલ છે.
  • રૂ. ૧૦૩૮.૩૨ લાખ કાર્યરત ૧૬ (સોળ) ખાંડ સહકારી મંડળીઓ પૈકી ૧૪ (ચૌદ) ખાંડ સહકારી મંડળીઓને મેળવેલ સોફ્ટ લોન સામે વ્યાજ રાહત તરીકે મંજૂર કરેલ છે.
  • રૂ.૫૩૬.૯૨ લાખ રાજ્યની ૧૦ (દસ) ખાંડ સહકારી મંડળીઓને સક્ષમ બનાવવાની યોજના હેઠળ મંજૂર કરવામાં આવેલ છે.
  • નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭ દરમ્યાન સરકારશ્રીએ ૨ (બે) ખાંડ સહકારી મંડળીઓને રૂ. ૧૫૦.૦૦ લાખ શેરફાળા તરીકે મંજૂર કરેલ છે.
  • ઉકાઈ પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લી. પાસે નાણાંકીય તરલતા ન હોવાથી રાજ્ય સરકારે શેરડી પકવતા આદિવાસી ખેડૂતો અને નાના મજૂરોના વ્યાપક હિતમાં વર્ષ ૨૦૧૫-૧૬ ના શેરડીના બાકી પેમેન્ટના ચુકવણા પેટે રૂ. ૫૭૧.૦૦ લાખની લોન સદર સંસ્થાને આકસ્મિક નીધિમાંથી મંજૂર કરવામાં આવેલ છે.
  • ખાંડ સહકારી મંડળીઓ દ્વારા અનધિકૃત રીતે શેરડીની થતી કાપણીને નિયંત્રિત કરવા માટે રીઝર્વ એરીયા/એરીયા ઓફ ઓપરેશન માટે તા./૧૦/૨૦૧૬ ના પરિપત્રથી નવેસરથી સૂચનાઓ બહાર પાડવામાં આવેલ છે.
  • રાજ્યની ખાંડ સહકારી મંડળીઓને વર્ષ૨૦૧૬-૧૭ પહેલાંના વર્ષ માટે આવકવેરા વિભાગ તરફથી Fair & Remunerative Priceકરતાં શેરડીના વધુ ચુકવેલા ભાવોને નફા તરીકે ગણતરી કરી આપવામાં આવેલ ડીમાન્ડ નોટીસને રદ કરવા માટે ભારત સરકારશ્રીના નાણામંત્રીશ્રી સમક્ષ રજુઆત કરેલ છે.
  • રાજ્ય સરકાર વતી ખાંડ સહકારી મંડળીઓ પાસે ઈથેનોલના સંગ્રહ માટે મર્યાદિત સ્ટોરેજ કેપેસીટી હોવાના કારણોસર ભારત સરકાર સમક્ષ ઓઈલ માર્કેટીંગ કંપનીઓ દ્વારા ઈથેનોલનું સમયસર લીફ્ટીંગ (ઉપાડ) થાય તે માટેની રજુઆતના પરિણામ સ્વરૂપ ચાલુ વર્ષ દરમ્યાન ઓઈલ માર્કેટીંગ કુ.ઓ દ્વારા ઈથેનોલનો સમયસર ઉપાડ કરવામાં આવેલ છે.