બજાર સમિતિઓમાં કોમોડીટી ટેસ્‍ટીંગ લેબોરેટરી સ્‍થાપવા સહાય આપવાની યોજના.

Published: July 03 2018

યોજનાનો હેતુ સ્વરુપ અને કોના માટે:

ભારત વિશ્વમાં સીડ સ્‍પાઈસીસનો સૌથી મોટો ઉત્‍પાદક, વપરાશકાર અને નિકાસકાર દેશ ગણાય છે. રાજયના ઉત્‍તર ગુજરાતમાં સીડ સ્‍પાઈસીસનું ઉત્‍પાદન વધારે પ્રમાણમાં થાય છે. બજાર સમિતિ ઉંઝા એશિયાની સૌથી મોટુ સીડ સ્‍પાઈસીસ વ્‍યાપાર અને નિકાસનું કેન્‍દ્ર બનેલ છે. ધરેલુ તથા નિકાસલક્ષી વ્‍યાપાર માટે સીડ સ્‍પાઈસીસની ગુણવત્‍તા હોવી જરૂરી છે. ખેડુતોને તેના સારા પાક માટે વધારે ભાવો મળી શકશે. આ માટે- ેસીડ સ્‍પાઈસીસની ગુણવત્‍તા ચકાસણી માટે વેશ્વિક કક્ષાની લેબોરેટરી સ્‍થાપવા માટે કુલ પ્રોજેકટના ૫૦% લેખે સહાય આપવાની રહેશે.

વર્ષ : ૨૦૧૮-૧૯

જોગવાઇ: ૨૦૦

યોજનાના લાભ માટે કોનો સંપર્ક કરશો:

સબંધિત જિલ્લાના નાયબ નિયામકશ્રી, ખેતબજાર અને ગ્રામ્ય અર્થતંત્ર & જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓની કચેરી