બજાર સમિતિઓમાં કોટન ટેસ્ટિંગ લેબોરેટરી બનાવવા સહાય આપવાની યોજના.

Published: July 04 2018

યોજનાનો હેતુ સ્વરુપ અને કોના માટે:
હાલમાં ભારત વિશ્વમાં કપાસનો બીજો સૌથી ઉત્‍પાદક તથા નિકાસકાર દેશ છે..દેશમા તમામ પ્રકારના તારવાળા કપાસનું ઉત્‍પાદન થાય છે.ગુજરાત ધણા વર્ષાથી કપાસના ઉત્‍પાદનમાં અગ્રેસર રહેલ છે. ગુજરાતમાં કપાસની વૈજ્ઞાનિક ઢબે ગુણવત્તાની ચકાસણી કરી શકાય તેવી લેબોરેટરી જુજ પ્રમાણમાં આવેલ છે.ગુજરાતમાં કપાસનું વધારે ઉત્‍પાદન ધરાવતા વિસ્‍તારની વધુ કપાસની આવક ધરાવતી બજાર સમિતિમાં કોટન ટેસ્‍ટીંગ લેબોરેટરી ઉભી કરવામાં આવે તો ખેડુત પોતાના કપાસની ચકાસણી કરાવી તેના માલની ગુણવત્‍તા મુજબ બજારમાં માલ વેચે તો ખેડુતોને મોટો ફાયદો થાય તેમ છે.

વર્ષ : ૨૦૧૮-૧૯

જોગવાઇ:300

યોજનાનો હેતુ સ્વરુપ અને કોના માટે:
સબંધિત જિલ્લાના નાયબ નિયામકશ્રી, ખેતબજાર અને ગ્રામ્ય અર્થતંત્ર & જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓની કચેરી.